તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાં ભરતી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાં ભરતી

ધન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા પોતાની દેશભરની શાખાઓ માટે આસિસ્ટન્ટની જગ્યાઓ ઉપર ઉમેદવારોની ભરતી થઈ રહી છે. ભરતી થનાર ઉમેદવારને મહિને રૂ. 14435 -40080ના સ્કેલમાં પગારધોરણ ઉપરાંત અન્ય અનેક લાભો મળવાપાત્ર છે.

જગ્યાની વિગત : અહીં કુલ 984 જગ્યાઓ છે. આ કુલ જગ્યાઓમાં ગુજરાતમાં 96 કરતાં વધારે જગ્યાઓ ઉપર ભરતી થઈ રહી છે. કુલ જગ્યાઓમાં રિઝર્વ કેટેગરીના ઉમેદવારો માટે, અપંગ ઉમેદવારો માટે તથા એક્સ સર્વિસમેન માટે નિયમાનુસાર અનામત જગ્યાઓ ફાળવવામાં આવી છે.
લાયકાત : ઉમેદવાર કોઈ પણ શાખામાં સ્નાતક (ગ્રેજ્યુએટ)ની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ. ધોરણ 10/12 કે સ્નાતક કક્ષાએ અંગ્રેજી એક વિષય હોવો જરૂરી છે. આ ઉપરાંત ઉમેદવાર જે રાજ્ય માટે અરજી કરે તે રાજ્યની પ્રાદેશિક ભાષાનું વાંચવા, લખવા અને બોલવાનું જ્ઞાન હોવું આવશ્યક છે.

વય મર્યાદા :  તા. 30-6-2017ના રોજ ઉમેદવારની વય 18થી 30 વર્ષ હોવી જરૂરી છે. એટલે કે ઉમેદવારનો જન્મ તા. 1-7-1986થી તા. 30-6-1998 વચ્ચે કે આ જ તારીખે થયો હોવો જરૂરી છે.
ઉપલી વયમાં એસ.સી./એસ.ટી.ને પાંચ વર્ષ, ઓ.બી.સી. કેટેગરીને ત્રણ વર્ષ, અપંગ ઉમેદવારોને દસ વર્ષ તથા વિધવા/ત્યક્તા મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ મળવાપાત્ર છે.
પસંદગી પ્રક્રિયા : અહીં સૌપ્રથમ પ્રીલિમિનરી પરીક્ષા અને ત્યારબાદ મેઇન પરીક્ષા લેવામાં આવશે. પ્રીલિમિનરી ઓનલાઇન પરીક્ષા તા. 22 અને 23 એપ્રિલ, 2017ના રોજ ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ગાંધીનગર, હિંમતનગર, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા ખાતે લેવામાં આવશે. પ્રીલિમિનરી પરીક્ષા 100 માર્ક્સની હેતુલક્ષી પ્રકારની હશે, જેમાં અંગ્રેજી ભાષા, રિઝનિંગ, ન્યુમરિકલ એબિલિટીના હેતુલક્ષી પ્રશ્નો હશે. પ્રીલિમ પરીક્ષામાં સફળ ઉમેદવારોની મુખ્ય ઓનલાઇન પરીક્ષા 23 મે, 2017ના રોજ લેવામાં આવશે.

અરજી પ્રક્રિયા : આ ભરતી અંગેની વિશેષ માહિતી તથા ઓનલાઇન અરજી માટે વેબસાઇટ www.newindia.co.in  ઉપર સંપર્ક કરવો.
ઓનલાઇન અરજીની છેલ્લી તા. 29 માર્ચ, 2017 છે.
-PGCILમાં આસિસ્ટન્ટ (ફાઇનાન્સ)ની ભરતી: પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (PGCIL)માં આસિસ્ટન્ટ (ફાઇનાન્સ)ગ્રેડ - IVની જગ્યા ઉપર ભરતી માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે. ભરતી થનાર ઉમેદવારને મહિને રૂ. 12500થી 27500ના સ્કેલમાં પગારધોરણ ઉપરાંત અન્ય અનેક લાભો મળવાપાત્ર છે. અહીં 12 જગ્યાઓ છે, જેમાં બિનઅનામત 6 જગ્યાઓ તથા બાકીની જગ્યાઓ રિઝર્વ કેટેગરીના ઉમેદવારો માટે છે.

લાયકાત : પ્રથમ વર્ગ (એસ.સી./શારીરિક ખોડખાંપણ ધરાવતા ઉમેદવારો પાસ ક્લાસ) સાથે બી.કોમ.ની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજીપાત્ર છે.
એમ.કોમ. કરેલ હશે તો વધારાની લાયકાત ગણવામાં આવશે.
આ ઉપરાંત જગ્યા સંબંધિત કામગીરીનો એક વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

વય મર્યાદા : તા. 31-3-2017ના રોજ ઉમેદવારની વય 28 વર્ષ કે તેથી ઓછી હોવી જરૂરી છે. (ઓ.બી.સી. 31 વર્ષથી ઓછી તથા એસ.સી. 33 વર્ષથી ઓછી)
પસંદગી પ્રક્રિયા : અહીં ઉમેદવારોની લેખિત પરીક્ષા અને કમ્પ્યૂટરની સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે.
અરજી પ્રક્રિયા : આ ભરતી અંગેની વિશેષ માહિતી તથા ઓનલાઇન અરજી માટે વેબસાઇટ : www.powergridindia.com  ઉપર સંપર્ક કરવો.
ઓનલાઇન અરજીની છેલ્લી તા. 31 માર્ચ, 2017 છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો