તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્લડ પ્રેશરને અને ઉત્થાનને કોઈ સંબંધ છે?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમસ્યા: મારી ઉંમર ચોવીસ વર્ષની છે. પંદર દિવસ પહેલાં મારાં લગ્ન થયેલાં છે, પરંતુ હજી સુધી સમાગમ માણી શક્યાં નથી. સમાગમ વખતે મને ઇન્દ્રિયમાં ખૂબ જ વેદના થાય છે. જિંદગીમાં પહેલાં ક્યારેય કોઈ જ સ્ત્રી સાથે સંબંધ રાખેલો નથી. હસ્તમૈથુન પણ કરેલું નથી. જલદીથી ઉપાય બતાવવા વિનંતી.

ઉકેલ: સમાગમ વખતે પહેલાં યા પછી પીડા થવાનાં ઘણાં કારણો હોઈ શકે છે. જેમ કે, શિશ્ન ઉપરની અગ્રત્વચા સામાન્ય સંજોગોમાં સમાગમ પૂર્વની ઉત્તેજિત અવસ્થામાં સરકીને ઉપર જતી રહેતી હોય છે. જો આ અગ્રત્વચાનું મુખ સાંકડું હોય, તો ત્વચા શિશ્નમણિ ઉપરથી સરકી શકતી નથી, જેને કારણે પીડા થઈ શકે છે. જો બળનો પ્રયોગ કરવામાં આવે તો ચામડી ફાટી જાય છે અને કદાચ પુષ્કળ લોહી નીકળવાની સંભાવના રહેલી હોય છે. જેને મેડિકલ ભાષામાં ‘પેરિફાઇમોસિસ’ કહેવામાં આવે છે. આ ખૂબ જ પીડાકારક અવસ્થા છે. જેમાં શિશ્ન સૂજીને મોટું થઈ જાય છે અને ઇમરજન્સીમાં ડોક્ટરને મળવું પડે, પરંતુ સમાગમ દરમ્યાનની પીડાનાં આ સિવાય પણ ઘણાં કારણો હોઈ શકે છે. જો પૂરતું ફોરપ્લે ના કરેલું હોય તો સ્ત્રીની યોનિ પૂરતી ભીની થતી નથી અને આ સમયે જો સમાગમનો પ્રયાસ કરવામાં આવે તો વધુ ઘર્ષણને લીધે પીડા અનુભવાય છે. ઇન્દ્રિયને ઈજા થયેલી હોય કે અન્ય કોઈ રોગ થયેલો હોય તો તેને લીધે પણ સમાગમ વેદનાપૂર્ણ બની શકે છે. ટૂંકમાં, આ તકલીફનાં અનેક કારણો છે. માટે યોગ્ય નિદાન બાદ જ ઉપાય સૂચવી શકાય.

સમસ્યા: મારી ઉંમર 17 વર્ષની છે. મને શિશ્નના નીચેના ભાગે ખંજવાળ આવે છે. શું આ એઇડ્સનું લક્ષણ છે? શું વીર્ય કે ટોઇલેટ સૂંઘવાથી એઇડ્સ થઈ શકે?

ઉકેલ: પ્રાઇવેટ પાર્ટની આસપાસ ખંજવાળ આવવાનું કારણ મોટે ભાગે ફંગલ ઇન્ફેક્શન હોઈ શકે છે. જે ઉનાળામાં સામાન્ય છે. આ એઇડ્સનું લક્ષણ નથી. આ ઇન્ફેક્શન માટે કોઈ પણ કંપનીની ફ્લ્યુકેનોઝોલની ગોળી અઠવાડિયામાં બે વાર લેવાથી દૂર થઈ શકે છે. સાથે પ્રાઇવેટ ભાગની સફાઈ રાખવી જરૂરી છે અને અન્ડર ગાર્મેન્ટ કોટનનાં જ પહેરવાનું રાખજો. એઇડ્સ અસુરક્ષિત યૌનસંબંધ અને ગુદામૈથુન દ્વારા મોટે ભાગે ફેલાય છે. વીર્ય કે ટોઇલેટ સૂંઘવાથી નહીં.

સમસ્યા: મારી ઉંમર 62 વર્ષ છે. મને બ્લડ પ્રેશરની તકલીફ છે. મને ઇન્દ્રિયમાં ઉત્થાન થતું નથી. તેમજ ફોરપ્લે પછી પૂરતી ચીકાશ થતી નથી. બ્લડપ્રેશરની દવા લેવાની શરૂઆત કર્યા પછી જ સેક્સની ઇચ્છા ઓછી થઈ ગઈ છે. ડોક્ટરને વાત કરી તો એમણે કહ્યું કે બ્લડ પ્રેશરની ગોળી અને ઉત્થાનને કોઈ જ સંબંધ નથી. આ અંગે યોગ્ય માગદર્શન આપશો.

ઉકેલ: ઘણી બ્લડ પ્રેશરની ઉત્તમ દવાઓની જાતીય જીવન અને ઇન્દ્રિયના ઉત્થાન ઉપર નેગેટિવ અસરો હવે મેડિકલ ફિલ્ડમાં જગજાહેર છે. આમાં ખાસ કરીને બિટાબ્લોક્ટ દવાઓના સેવન બાદ પચાસ ટકા પુરુષો નપુંસકતા અનુભવે છે. હજી પણ ઘણા લોકોની જેમ અમુક ડોક્ટરો પણ એવું માને છે કે પચાસ વર્ષ પછી સેક્સ ઉપર પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ, પરંતુ જેટલી સેક્સની જરૂર નવજુવાનોને છે એના કરતાં કદાચ વધારે ઉંમરલાયક લોકોને છે. માણસ જીવનના છેલ્લા શ્વાસ સુધી જાતીય જીવન માણી શકે છે.
માટે ડોક્ટર પાસે જઈને ફરી વાત કરો અને જાણી લો કે આ દવાની આડઅસરને લીધે તો નથીને, પરંતુ એક વાત ખાસ યાદ રાખજો. બ્લડ પ્રેશરની દવા ક્યારેય જાતે ડોક્ટરની સલાહ વગર બદલતા નહીં કે બંધ કરતા નહીં. જો ડોક્ટરને આ દવા વિષે ખ્યાલ ના આવતો હોય તો ક્વોલિફાઇડ સેક્સોલોજિસ્ટની સલાહ લઈને જાણી લો. જાતીય ઇચ્છા ઓછી થવી, ઉત્થાન ના થવું અને પૂરતી ચીકાશ ના થવા માટે ઘણી વાર ટેસ્ટોસ્ટિરોન નામના હોર્મોન્સનું ઓછું પ્રમાણ પણ જવાબદાર હોઈ શકે છે. જેમ સ્ત્રીઓમાં 45 વર્ષની આસપાસ મેનોપોઝ આવે છે તેમ ઘણા પુરુષોમાં પચાસ વર્ષ પછી એન્ડ્રોપોઝ આવે છે.
જેના કારણે કામેચ્છા ઓછી થવી, ઇન્દ્રિયમાં ઉત્થાન ઓછું થવું, શીઘ્રસ્ખલન અનુભવવું વગેરે વસ્તુઓ થતી હોય છે, પણ એમાં ચિંતા કરવા જેવું નથી. આ પુરુષત્વના હોર્મોન્સ માટે હવે બજારમાં ગોળી, સ્પ્રે, જેલ અને ઇન્જેક્શન શક્ય બન્યાં છે. જો તે યોગ્ય નિદાન બાદ લેવામાં આવે તો તે ફરીથી નવજુવાન જેવી શક્તિનો સ્રાવ કરી શકે છે, પરંતુ આ દવાઓ લેતા પહેલાં પ્રોસ્ટેટની તપાસ કરાવી લેવી જોઈએ, કારણ કે ઘણી વાર આ દવાથી પ્રોસ્ટેટના કેન્સર થવાની શક્યતાવાળા દર્દીઓમાં કેન્સર થવાની શક્યતાઓ વધી શકે છે.
dr9157504000@shospital.org
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો