તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંચ-સાત સેકન્ડમાં જ સ્ખલન થઈ જાય છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાંચ-સાત સેકન્ડમાં જ સ્ખલન થઈ જાય છે
સમસ્યા: મારે પરિણીત સ્ત્રી જોડે લગ્નેતર સંબંધ છે. તેની સાથે હું મુખમૈથુન કરું તો જ તેને આનંદ આવે છે અને આ પછી જ અમે સમાગમ કરીએ છીએ. તો શું આ મુખમૈથુનથી એઇડ્સ થઈ શકે છે?
ઉકેલ: એચ.આઇ.વી. એઇડ્સ તમને, મને કે કોઈ પણ વ્યક્તિને, ઉંમર, હોદ્દાવાળીને થઈ શકે છે. કોઈના ચહેરા ઉપર આનાં નિશાન લખેલાં હોતાં નથી. આપનો આ લગ્નેતર સંબંધ આગ સાથે રમત કરવા જેવો છે. જે તમને અને સ્ત્રીને બન્નેને કોઈક વાર સમાજમાં મુશ્કેલીમાં મૂકી શકે છે. સામાન્ય રીતે એઇડ્સ મુખમૈથુનથી ફેલાતો નથી,

પરંતુ ચેપી વ્યક્તિના યોનિમાર્ગમાં કે આપના મુખમાં કાપા પડેલા હોય કે તે વખતે દાંત વાગે તો એચ.આઇ.વી./એઇડ્સ થવાની શક્યતા નકારી શકાય નહીં, માટે જો શક્ય હોય તો લગ્નેતર સંબંધ બંધ કરો અને લગ્ન કરી સ્થાયી થઈ જાવ. જો આમ શક્ય ન હોય તો હંમેશાં નિરોધનો પ્રયોગ કરવાનું રાખો. પછી ભલેને તે પાત્રને માત્ર તમારી જોડે જ કેમ સંબંધ ન હોય અથવા જાણીતું કેમ ના હોય?

સમસ્યા: હું 24 વર્ષનો યુવક છું. મારાં લગ્નના આઠ દિવસ થયા છે. સમાગમ વખતે યોનિપ્રવેશ બાદ માત્ર પાંચથી સાત સેકન્ડમાં જ સ્ખલન થઈ જાય છે. તો આ સમયગાળો વધારવાનો ઉપાય બતાવવા વિનંતી.
ઉકેલ: લગ્નજીવનના શરૂઆતના દસ-પંદર દિવસ ઘણા પુરુષો શીઘ્રસ્ખલનની તકલીફ અનુભવતા હોય છે. લગ્નજીવનની શરૂઆતમાં અનુભવાતી આ તકલીફનું મુખ્ય કારણ વધારે પડતું એક્સાઇટમેન્ટ હોઈ શકે છે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થાય તેમ આ એક્સાઇટમેન્ટ ઓછું થતું જાય છે. સાથે સાથે સમાગમ નિયમિત સમયગાળામાં થતો હોય છે, જેથી આ શીઘ્રસ્ખલનની તકલીફ કોઈ જ સારવાર વગર મટી જતી હોય છે.

ઘણા પુરુષોને આ તકલીફ લગ્નના મહિના પછી પણ ચાલુ રહે છે. આવા  કિસ્સાઓમાં સારવાર કરવી જરૂરી બની જાય છે અને દવા દ્વારા આ સમયગાળો દસ-પંદર મિનિટનો પણ કરી શકાય છે, પરંતુ તમારે અત્યારે દવા કરવાની જરૂર નથી, થોડા દિવસ રાહ જુઓ. જો શીઘ્રસ્ખલન દૂર થઈ જાય તો દવાની જરૂર નથી.

સમસ્યા: મારી ઉંમર 38 વર્ષની છે અને પત્નીની 36 વર્ષની. અમારે ત્રણ બાળકો છે. મારી પત્નીને બાળક બંધ કરાવવાનું ઓપરેશન કરાવવાનું છે, તો આ ઓપરેશન પછી ક્યારે ફરી સંબંધ રાખી શકાય?
ઉકેલ: સ્ત્રી નસબંધી કરાવ્યા પછી પુરુષ તરત જ સંબંધ રાખે તો પણ ગર્ભ રહેવાની શક્યતા નહીંવત છે, પરંતુ સો ટકા સેફ રહેવું હોય તો પ્રથમ માસિક આવે ત્યાં સુધી નિરોધનો પ્રયોગ અવશ્ય કરવો. એક વખત માસિક આવે પછી ફરીથી કોઈ પણ ગર્ભનિરોધ વાપરવાની જરૂર રહેતી નથી.

સમસ્યા: મારે એ જાણવું છે કે ડોક્ટર કોપર-ટીની સલાહ એક બાળક થઈ ગયા પછી જ કેમ આપે છે? શું કોપર ટી મુકાવ્યા પછી ગર્ભ રહેવાની શક્યતા ઘટી જાય છે? કેટલા ટકા શક્યતા ઘટતી હોય છે?
ઉકેલ: સામાન્ય રીતે જે સ્ત્રીને એક પણ બાળક ન થયેલું હોય તેવી સ્ત્રીઓમાં ગર્ભાશયનું મુખ ટાઇટ હોય છે, જેથી કોપર ટી મૂકતી વખતે સ્ત્રીને દુખાવો થવાની શક્યતા વધુ રહેતી હોય છે. આવી સ્ત્રીઓમાં ગર્ભાશયનો સોજો પણ આવી શકતો હોય છે, જેનાથી ભવિષ્યમાં બાળક રહેવામાં મુશ્કેલી થઈ શકે છે. જ્યારે એક બાળકને જન્મ આપી ચૂકેલી સ્ત્રીઓમાં આમ બનતું નથી, તેથી ડોક્ટર હંમેશાં માતા બની ચૂકેલી સ્ત્રીઓમાં જ કોપર ટીની સલાહ આપે છે. આવી સ્ત્રીઓમાં સામાન્ય સંજોગોમાં કોપર ટી કાઢ્યા પછી બાળક રહેવાની શક્યતામાં કોઈ જ ઘટાડો થતો હોતો નથી.
 
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો