તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાતળો પુરુષ સ્ત્રીની કામેચ્છા સંતોષી શકે?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમસ્યા: હું 23 વર્ષની દેખાવે ખૂબ જ સુંદર અને ભરાવદાર યુવતી છું. આવતા મહિને મારાં લગ્ન છે. મારા ભાવિ પતિ એકવડિયા બાંધાના છે. લગ્ન પહેલાં અમે કિસ કરી અને થોડી શારીરિક મસ્તી પણ માણેલી. દસ દિવસ પહેલાં અમે સમાગમની કોશિશ કરી, પરંતુ પ્રવેશ પહેલાં જ એમને સ્ખલન થઈ ગયું, આ કારણે મારી નજર શિશ્ન પર ગઈ જે નાના બાળક જેવું હતું. આ ઘટના પછી હું ઘેર જઈને રડી અને સંબંધ તોડી નાખવાનો વિચાર કર્યો, પરંતુ શહેરના જાણીતા ખાનદાનને કારણે આ શક્ય નથી. ઘરે કોઈને વાત કરવી શક્ય નથી. મારી સહેલીઓનું કહેવું છે કે જાડી સ્ત્રીની કામેચ્છા પાતળો પુરુષ સંતોષી શકતો નથી. તેમાંય મારા પતિનું શિશ્ન બે-અઢી ઇંચ જેટલું જ છે, તો શું મારે જાતીય સુખથી વંચિત રહેવું પડશે?
ઉકેલ:
જાડી સ્ત્રીમાં કામેચ્છા વધુ હોય છે તે વાત ખોટી છે અને આવી સ્ત્રીની કામેચ્છા પાતળો પુરુષ સંતોષી ન શકે તે વાત પણ ખોટી. પ્રથમ સમાગમ વખતે શીઘ્રસ્ખલન થવું સામાન્ય બાબત છે. ઘણી વાર લાંબા સમય બાદ કરેલ સમાગમ વખતે પણ આવું બનતું હોય છે. પ્રથમ સમાગમ વખતે મનનો ડર કે પત્નીને સંતોષ મળશે કે નહીં, કોઈ જોઈ જશે તો અથવા બાળક રહેવાના ડરના કારણે પણ શીઘ્ર સ્ખલન થઈ શકે છે. જેમ જેમ સમાગમ નિયમિત થતો જશે તેમ તેમ શીઘ્રસ્ખલનની તકલીફ દૂર થતી જશે. જો તેમ ન થાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. દવાથી શીઘ્રસ્ખલનમાં માત્ર સાત દિવસમાં ફરક પડી જતો હોય છે. બીજું, તમે સ્ખલન બાદ ભાવિ પતિનું શિશ્ન શિથિલ અવસ્થામાં જોયું હશે એટલે નાનું લાગતું હશે. સ્ખલન પછી દરેક પુરુષનું શિશ્ન શિથિલ થઈ જતું હોય છે. આ અવસ્થામાં તેની લંબાઈ એક ઇંચ હોય તો પણ ચિંતા કરવી નહીં. ઉત્તેજિત અવસ્થામાં શિશ્નની લંબાઈ બે ઇંચ કે તેથી વધુ હોય તો સંતોષ આપવા માટે પૂરતી છે. પાતળો પુરુષ જાડી સ્ત્રીની જાતીય ઇચ્છા સંતોષી ન શકે તે અજ્ઞાન છે. માટે સંબંધ તોડી નાખવાનો વિચાર કરવાની જરૂર નથી. તમારું દાંપત્યજીવન સફળ રહે એવી શુભેચ્છા.

સમસ્યા: મારી ઉંમર 38 અને પત્નીની 36 વર્ષ છે. અમારે ત્રણ બાળકો છે. પત્નીને નસબંધીનું ઓપરેશન કરાવવાનું છે. આ ઓપરેશન પછી ફરી ક્યારે સંબંધ રાખી શકાય?
ઉકેલ:
સ્ત્રી નસબંધી કરાવ્યા પછી પુરુષ તરત જ સંબંધ રાખે તો પણ ગર્ભ રહેવાની શક્યતા નહીંવત્ છે, પરંતુ સો ટકા સેફ રહેવું હોય તો પ્રથમ માસિક આવે ત્યા સુધી નિરોધનો પ્રયોગ અવશ્ય કરવો. એક વખત માસિક આવે પછી ફરીથી કોઈ પણ ગર્ભનિરોધ વાપરવાની જરૂર રહેતી નથી. સ્ત્રી નસબંધી કરતાં પુરુષ નસબંધી સરળ અને સહેલી છે. તેનાથી પુરુષને કોઈ જ નબળાઈ આવતી નથી. તે પહેલાંની જેમ જાતીય જીવન પૂરા જોશથી માણી શકે છે.

સમસ્યા: મારી ઉંમર 22 વર્ષની છે. બે મહિના પછી મારાં લગ્ન છે. મને દરરોજ હસ્તમૈથુન કરવાની આદત છે. તેમાં મારું વીર્ય ત્રણ દિવસથી બે ટીપાં જેટલું આવે છે. જે એકદમ પાણી જેવું જ હોય છે. મારા હસ્તમૈથુનથી મારા લગ્નજીવન પર ખરાબ અસર થાય ખરી?
ઉકેલ:
હસ્તમૈથુન એક નોર્મલ આદત છે, જે લગભગ દરેક પુરુષના જીવનમાં જોવા મળે છે. હસ્તમૈથુનથી કોઈ જ ચિંતા કરવા જેવી નથી. ભવિષ્યમાં લગ્નજીવનમાં આના લીધે કોઈ જ તકલીફ પડશે નહીં. કદાચ તમને થશે કે તમે દરરોજ હસ્તમૈથુન કરો છો તે વધારે પડતું કહેવાય અને તેના લીધે તકલીફ ભવિષ્યમાં થઈ શકે? તો જવાબ છે ના, વધારે પડતું હસ્તમૈથુન જેવી કોઈ જ વસ્તુ નથી. કોઈ વ્યક્તિ દિવસમાં દરરોજ ચાર કલાક બોલે છે અને બીજી વ્યક્તિ દરરોજ દિવસમાં માત્ર ત્રીસ મિનિટ બોલે છે, તો શું પાંચ વર્ષ પછી ચાર કલાક બોલનાર વ્યક્તિની જીભ કમજોર પડી જાય છે? જેમ વધારે બોલવાથી જીભમાં કમજોરી આવતી નથી તે જ રીતે દરરોજ હસ્તમૈથુન કે સેક્સ કરવાથી ઇન્દ્રિયમાં કોઈ જ કમજોરી આવતી નથી. વીર્ય ચોવીસે કલાક બનતું હોય છે. બે-ચાર દિવસ હસ્તમૈથુનથી દૂર રહેશો તો ફરીથી તેની માત્રા વધી જશે અને ઘટ્ટ થઈ જશે. આ માટે ચિંતા કરવાની કે કોઈ ડોક્ટરને મળવાની બિલકુલ જરૂર નથી.
અન્ય સમાચારો પણ છે...