તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેરફોલથી બચાવે પોની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તમે પણ સતત થઈ રહેલા હેરફૉલ અને સ્પ્લિટ એન્ડ્સની સમસ્યાથી હેરાન-પરેશાન છો? હેરફોલ થવા પાછળનું કારણ જાણીને એ પ્રોબ્લેમથી છુટકારો મેળવવા માગો છો? તો પોનીટેલની આ હેર સ્ટાઇલ ફૉલો કરો. તાપ ઉપરાંત પ્રદૂષણને લીધે વાળ સૌથી વધુ ડેમેજ થાય છે. મોટાભાગની ફેશનેબલ મહિલાઓને છૂટા વાળ રાખવા ગમે છે. તેનું કારણ એ કે રિબોન્ડિંગ, હેર કલરિંગ જેવી ટ્રીટમેન્ટ કરાવ્યા પછી તેને બાંધવાથી તેનો લુક ખરાબ થઈ જાય છે, પરંતુ ઘણી યુવતીઓને એ ખબર નથી કે લાંબા સમય સુધી વાળને ખુલ્લા રાખવાથી હેરફાૅલ અને ટાલ પડવાની સમસ્યા પણ વધતી જાય છે. સારા હેર ગ્રોથ માટે તેની યોગ્ય કેર કરવી જરૂરી છે અને વાળને પોની કે ચોટલીથી બાંધી રાખવા અનિવાર્ય છે.

સ્પ્લિટ એન્ડ્સથી છુટકારો: હેરફૉલ અને સ્પ્લિટ એન્ડ્સનું સૌથી મોટું કારણ છે ધૂળ, તાપ અને પ્રદૂષણ. સ્પ્લિટ એન્ડ્સને લીધે હેર ગ્રોથ ઓછો થાય છે. ટ્રિમિંગ અને હેર કટિંગનો ઓપ્શન્સ અજમાવી શકાય છે, પરંતુ લાંબા સમય સુધી આ સમસ્યાથી દૂર રહેવું હોય તો પોનીટેલ હેરસ્ટાઇલ કરવી જેથી કરીને બાહ્ય પરિબળોની વાળ પર અસર ઓછી થાય.

સારા હેર ગ્રોથ માટે: મહિલાઓ ખાસ કરીને પોતાના હેર ગ્રોથ અંગે ખૂબ કોન્શિયસ રહે છે. તેનો ધીમો હેર ગ્રોથ તેમના માટે મોટી સમસ્યા હોય છે. આવું ન થાય એટલા માટે વાળમાં ઢીલી પોની અથવા બ્રેઇડ (ઝીણી ચોટલી) કરવી. તેનાથી હેર ગ્રોથ ઝડપી થાય છે.

ડેન્ડ્રફથી બચવું: હેરફૉલ હોવાનાં અનેક કારણોમાનું એક કારણ ડેન્ડ્રફ પણ છે. હેર ગ્રોથ પર ખોડાની અસર સૌથી વધુ થાય છે. ડેન્ડ્રફ માથાની ત્વચા પર એક લેયર બનાવી દે છે, તેથી વાળને પૂરતા પ્રમાણમાં પોષણ અને ઓક્સિજન નથી મળી શકતાં. ધીમે-ધીમે વાળનાં મૂળ નબળાં પડે છે અને હેરફૉલ વધવા લાગે છે.

મોઇશ્ચર જળવાઈ રહે: હેરફોલની સમસ્યાથી દૂર રહેવા માટે બધા વાળમાં તેલ નાખવું જરૂરી છે. આનાથી વાળમાં ભેજ જળવાઈ રહે છે, પરંતુ લાંબા સમય સુધી ભેજની અસર જળવાઈ રહે તે માટે વાળને બાંધીને રાખવા પણ જરૂરી છે. આમ કરવાથી વાળમાં તેલ નાખવાથી સરખી રીતે ત્વચાના કોષમાં શોષાઈ જાય છે, તેથી ધીમે-ધીમે વાળ તૂટી જવાની સમસ્યા ઓછી થતી જાય છે.

પૂરતાં પ્રમાણમાં લોહીનું પરિભ્રમણ : સતત વધી રહેલી ટાલની સમસ્યા પાછળનું જવાબદાર કારણ પૂરતાં પ્રમાણમાં લોહીનું પરિભ્રમણ ન થવું છે. તેના માટે વાળના મૂળમાં ડુંગળીનો રસ લગાવી શકાય છે. બ્લડ સરક્યુલેશન બરાબર થાય એ માટે હેર બ્રેઇડ (મીંડલી વાળવી) કરવી. તેનાથી વાળ ખેંચાય છે અને તે સર્ક્યુલેશનને વધારવાનું કામ કરે છે. પોની અથવા બ્રેઇડ ખૂબ ટાઇટ ન હોય એનું ધ્યાન રાખવું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો