તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકામાં ગ્રીનકાર્ડ મેળવવા શું કરવું?

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
-સવાલ: અમેરિકામાં વિઝિટર વિઝા ઉપર મારી પત્ની સાથે રહું છું. મારે મારો વિઝિટર વિઝા લંબાવવો છે, કારણ કે મારી વાઇફ પ્રેગ્નન્ટ છે અને મારે અમેરિકામાં જ બાળકનો જન્મ કરાવવો છે, તો શું કરવું?
-મયંક સોલંકી, યુએસએ
જવાબ : તમે માનતા હોય કે તમારા ચાઇલ્ડનો જન્મ અમેરિકામાં થાય એટલે તમે કાયમ માટે અમેરિકામાં રહી શકશો તો એવું નથી, કારણ કે અમેરિકામાં જન્મનાર બાળકને અમેરિકાની સિટિઝનશિપ અને અમેરિકન પાસપોર્ટ મળશે, પરંતુ તમને તેનાથી કશો ફાયદો નહીં થાય. હા, ફાયદો થાય જ્યારે તમારું બાળક 21 વર્ષ પૂરાં કરે તો તમને ગ્રીનકાર્ડ અપાવા માટે પિટિશન ફાઇલ કરી શકે. તેમ છતાં તમે વિઝિટર વિઝા એક્સ્ટેન્ડ કરવા માટે અરજી કરી શકો છો અને જો વિઝા એક્સ્ટેન્ડ ન થાય તો તમારે ઇન્ડિયા પાછા આવી જવું જોઈએ.

-સવાલ: હું અને પત્ની 3 વખત વિઝિટર વિઝા દ્વારા અમેરિકા જઈ ફક્ત 75 દિવસમાં પાછાં આવી ગયાં છીએ. હવે સપ્ટેમ્બર મહિનામાં ફરીથી જઈ શકીએ?
-રમેશ સી, પટેલ, સુરત
જવાબ : તમારો વિઝા 2023 સુધીનો છે અને તમારાં પત્નીનો વિઝા ઓક્ટોબર 2017 સુધીનો છે. અત્યંત જરૂરી ન હોય તો ટ્રાવેલ કરવું હિતાવહ નથી. છતાં ટ્રાવેલ કરવું હોય તો કરી શકાય, પરંતુ એરપોર્ટ પર ઘણા સવાલ પુછાશે અને તેના વ્યવસ્થિત જવાબ આપવા પડશે. તેની પૂર્વ તૈયારી કરીને જવું જોઈએ..

-સવાલ : હું પોલેન્ડમાં સ્ટુડન્ટ વિઝા પર રહું છું. મારાં લગ્ન થોડા સમય પહેલાં થયેલાં છે. મારી વાઇફે અમેરિકાના સ્ડુટન્ડ વિઝા માટે IELTSની એક્ઝામ આપેલી છે. હવે જો તેને કેનેડાના સ્ટુડન્ટ વિઝા મળે અને હું ત્યાં વિઝિટર વિઝા પર જઉં તો મારો વિઝા તેના ડિપેન્ડન્ટ વિઝા ઉપર ટ્રાન્સફર થઈ શકે?
-ભૌમિક મિસ્ત્રી, પોલેન્ડ
જવાબ : જો વિઝા ટ્રાન્સફર કરવા જશો અને તે નહીં થાય તો તમારા વિઝિટર વિઝા પણ રિજેક્ટ થઈ શકે. બીજું, પોલેન્ડમાં તપાસ કરી જુઓ કે તમને કેનેડાના વિઝિટર વિઝા મળવાની શક્યતા છે? અથવા પોલેન્ડમાં તમને ફાવી ગયું હોય તો તમારા ડિપેન્ડન્ટ તરીકે પોલેન્ડમાં બોલાવવાની શક્યતા છે કે તે પણ તપાસ કરી જુઓ. આ બંને દેશના ઇમિગ્રેશન નિષ્ણાત લોયરની સલાહ લેવી જોઈએ.

-સવાલ: મારી સિસ્ટર અમેરિકાની સિટિઝન છે અને તે મારાં પેરેન્ટ્સની ઇમિગ્રેશનની ફાઇલ કરવાની છે. હું 26 વર્ષનો અપરિણીત છું. શું મારી સિસ્ટર મારા માટે મારી પિટિશન ફાઇલ કરી શકે? મને ગ્રીનકાર્ડ મળી શકે ?
-હર્ષ પટેલ, અમદાવાદ
જવાબ : તમારી સિસ્ટર તમારાં પેરેન્ટ્સ માટે અને તમારા માટે ઇમિગ્રેશનની બે જુદી જુદી પિટિશન્સ ફાઇલ કરી શકે. તમારાં પેરેન્ટ્સને એક વર્ષની અંદર ગ્રીનકાર્ડ મળી જાય અને તમારી પિટિશન F-4  કેટેગરીમાં કરવી પડે તેથી ઘણાં વર્ષ પછી તમને ગ્રીનકાર્ડ જરૂર મળી શકે.

-સવાલ: મને અને મારી પત્નીને અમેરિકાના વિઝિટર વિઝા મળેલા છે. હું વિઝિટર વિઝા પર જઈને સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરું તો સ્ટુડન્ટ વિઝા મળવાના ચાન્સીસ છે? { મનીષ જોષી, વાપી
જવાબ : અમેરિકાના જે સિટીમાં જાઓ ત્યાંના ઇમિગ્રેશનના નિષ્ણાત લોયરની સલાહ લેવી જરૂરી છે, કારણ કે હાલના સંજોગો જોતાં જો તમારો વિઝિટર વિઝા સ્ટુડન્ટ વિઝામાં તબદીલ નહીં થાય તો વિઝિટર વિઝા પણ રિજેક્ટ થઈ શકે. તમે તમારા બંનેની ઉંમર તથા ડિગ્રી જણાવેલી નથી.

-સવાલ: મારો પુત્ર અમેરિકામાં 2003થી સ્ટડી કરતો હતો અને તેને 2015માં H1-B વિઝા મળેલા છે. હું અને મારી વાઇફ અમેરિકાના વિઝા માટે એપ્લાય કરીને જો વિઝિટર વિઝા મળે તો મારા સનને મળવા અમેરિકા જવા માગીએ છીએ. અમે બંને દિવ્ય ભાસ્કર અને તેની આ કોલમના સવાલ જવાબ નિયમિત વાંચીએ છીએ. તો હાલની પરિસ્થિતિમાં H1-B વિઝાના પેરેન્ટ્સ તરીકે વિઝિટર વિઝા માટે એપ્લાય કરવું ઉચિત છે? શું અમારે મોટું બેન્ક બેલેન્સ બતાવવું પડે? અમારે કયાં કયાં ડોક્યુમેન્ટ્સ મુંબઈ લઈ જવાં પડે?
-બિપિનભાઈ ગુપ્તા, અમદાવાદ
જવાબ : H1-B વિઝા અને વિઝિટર વિઝાની જુદી જુદી કેટેગરી છે, તેથી તમારે બંનેએ વિઝા માટે એપ્લાય કરવા માટે કોઈ હરકત કે વાંધો નથી. આ કોલમમાં અગાઉ જણાવ્યું છે તેમ કોઈ પણ જાતનું બેન્ક બેલેન્સ બતાવવાની જરૂર નથી. તે જ રીતે કોઈ પણ જાતનાં ડોક્યુમેન્ટ્સ મુંબઈ કોન્સ્યુલેટના ઇન્ટરવ્યૂમાં બતાવવાનાં હોતાં નથી કે ઇન્ટરવ્યૂમાં માગવામાં પણ આવતાં નથી. માટે ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવાની જરૂર નથી.

અમેરિકાના વિઝિટર વિઝા માટે બે જ બાબતો અત્યંત જરૂરી છે. જેવી કે વિઝિટર વિઝાનું પરફેક્ટ ફોર્મ ફાઇલ કરવું અને ઇન્ટરવ્યૂમાં પુછાતા સવાલો તથા જવાબોની પૂર્વ તૈયારી કર્યા પછી જ ઇન્ટરવ્યૂ આપવો જોઈએ. સામાન્ય રીતે વિઝિટર વિઝા આપવામાં આ બે જ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો