તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પિટિશનમાં ખોટી બર્થડેટથી ફાઈલ પર શું અસર થાય?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકાના વિઝિટર વિઝા મેળવવામાં વિઝા ફોર્મ, ઇન્ટરવ્યૂ, પુછાતા પ્રશ્નો તથા તેના પરફેક્ટ જવાબ, બોડી લેંગ્વેજ, આવક વગેરે ઘણાં પરિબળો કામ કરે છે
સવાલ: હું 10મું પાસ વેલ્ડર છું. મને લંડનની એક કંપનીએ વેલ્ડર તરીકે રાખવાનો એપોઇન્ટમેન્ટ લેટર મોકલ્યો છે, તો તેના આધારે લંડન જઈ શકાય? - અફવાન મીરઝા, અમદાવાદ
જવાબ:
ના. માત્ર લેટરના આધારે ના જવાય અને ઇન્ટરવ્યૂ વગર કે રૂબરૂ કંપનીના અધિકારીએ નિમણૂક પત્ર આપ્યાે હોય તેવું લાગતું નથી. ઘણા દેશોમાંથી આવા લેટર આપી વિઝા ફી, પ્રોસેસ ફી, લોયર ફી વગેરેના નામે કેટલાક માણસો પાસેથી ઘણી મોટી રકમ તેમના ખાતામાં જમા કરાવી દીધા પછી કોઈ જવાબ અપાતો નથી. સાવધાન રહેજો.
સવાલ: મારી પત્નીની સિસ્ટરે અમારા માટે અમેરિકામાં 2007માં F-4 પિટિશન ફાઇલ કરી છે, પરંતુ તે ફોર્મમાં મારી બર્થડેટ ખોટી લખી દીધી છે, તો તેની કોઈ નેગેટિવ ઇફેક્ટ નહીં થાયને? ડોનાલ્ડ ટ્રમ્પના આવવાથી અમારી ફાઇલ ઉપર કોઈ અસર થશે? ફાઇલ ક્યારે ઓપન થશે? - અનિલ મુલાની, રાજકોટ
જવાબ:
તમારી સાચી જન્મ તારીખવાળા બર્થ સર્ટિફિકેટમાં થયેલી ભૂલ સુધારવા એક પત્ર દ્વારા કે ઈ-મેઇલથી ડિપાર્ટમેન્ટને મોકલી આપવું જરૂરી છે. જો પાસપોર્ટમાં ભૂલ હોય તો સુધારવી જોઈએ. વિઝા ઇન્ટરવ્યૂ વખતે સાચી જ જન્મ તારીખ હોવી જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પે આવી કોઈ જાહેરાત કરી નથી, તેથી ચિંતા કરવાની જરૂર નથી. H1-B માટે કંઈ કહેવાય નહીં.
સવાલ: હું સિંગાપુર, ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડ જેવા ચાર કન્ટ્રીઝમાં વિઝિટર વિઝા દ્વારા ટ્રાવેલ કરી આવ્યો હોવા છતાં મારા અમેરિકાના વિઝિટર વિઝા બે વખત રિજેક્ટ થયા છે. તેમ છતાં મારે અમેરિકાના વિઝિટર-ટૂરિસ્ટ વિઝા માટે એપ્લાય કરવા ટ્રાય કરવી હોય તો મને વિઝા મળે તે માટે શું કરવું જોઈએ?- જશ પટેલ, અમદાવાદ
જવાબ:
ઇન્ડિયાની બહાર તમે ચાર કન્ટ્રીઝમાં ટ્રાવેલ ફરી આવ્યા હોવ તો અમેરિકાના વિઝા મળે તેવું નથી. અમેરિકાના વિઝિટર વિઝા મેળવવામાં વિઝા ફોર્મ, ઇન્ટરવ્યૂ, પુછાતા પ્રશ્નો તથા તેના પરફેક્ટ જવાબ, બોડી લેંગ્વેજ, આવક વગેરે ઘણાં પરિબળો કામ કરે છે. કેટલાંકનાં ફોર્મ જ્યાં ત્યાં ગમે તેવી રીતે ભરી ફાઇલ કરનારાને વિઝાની માહિતી તેમજ ઉપરોક્ત બાબતો પરફેક્ટ નહીં હોવાના કારણે વિઝા રિજેક્ટ થવાના ઘણા કેસીસ બને છે.

સવાલ: મારે અમેરિકાના ટૂરિસ્ટ વિઝા માટે એપ્લાય કરવું છે, તો કયાં કયાં ડોક્યુમેન્ટ્સ જોઈએ અને તે માટે શું પ્રોસેસ કરવી પડે. મારા અમેરિકામાં કોઈ રિલેટિવ નથી. - ઝવેરભાઈ પટેલ, ગોધરા
જવાબ:
અમેરિકાના ટૂરિસ્ટ-વિઝિટર વિઝા મેળવવા માટે વેલિડ પાસપોર્ટ સિવાય કોઈ પણ ડોક્યુમેન્ટ્સની જરૂર નથી. તેમજ અમેરિકામાં તમારા રિલેટિવ્સ હોવા જ જોઈએ તે પણ જરૂરી નથી. હજારો વ્યક્તિઓને તે સિવાય પણ વિઝા મળ્યા છે. અત્રે ઉપરોક્ત સવાલના જવાબમાં જણાવ્યા પ્રમાણે બધી જ બાબતો પરફેક્ટ હોય તો જ એપ્લાય કરવું જોઈએ.
સવાલ: અમારી F-4ની ફાઇલ 16-3-2003ની છે અને તેમાં મારા પુત્રની ઉંમર 21 એપ્રિલ, 2017ના રોજ 21 વર્ષની પૂરી થઈ જશે અને તે પહેલાં ઇન્ટરવ્યૂ આવે નહીં તો શું કરવું જોઈએ? - નીરવ મહેતા, અમદાવાદ
જવાબ:
હાલમાં કશું જ કરવાની જરૂર નથી, કારણ કે અત્યારે આ કેટેગરી જે રીતે આગળ વધે છે તે જોતાં તમારા પુત્રને 21 વર્ષ પૂરાં થતાં પહેલાં ઇન્ટરવ્યૂ આવી જશે તો તેને ગ્રીનકાર્ડ માટે વિઝા મ‌ળશે. 21 વર્ષ પૂરાં થઈ જાય પછી પણ નવા કાયદા પ્રમાણે પ્રોસેસ કરવાથી વિઝા મળી શકે છે.
સવાલ: મારા મધર માટે મારા યુ.એસ.ના સિટીઝન બ્રધર પિટિશન ફાઇલ કરે તો મધરનું બર્થ સર્ટી. નથી. શું બર્થ સર્ટી ફરજિયાત છે? - વિશાય પંડ્યા,
જવાબ:
હા જરૂરી છે, પરંતુ જો કોઈ અગમ્ય કારણસર કોઈનું બર્થ.સર્ટી હોય નહીં તો ઇમિગ્રેશનના નિયમો અનુસાર કેટલાંક પેપર્સ તથા પ્રોસિજર કરવાથી વાંધો આવે નહીં.
સવાલ: અમારો પ્રશ્ન ખૂબ જ ગંભીર છે. ફક્ત ત્રણ વર્ષની જ માસૂમ બેબીને મૂકી દઈ છોડી દઈને તેની માતા યેનકેન પ્રકારે પરણીત હોવા છતાં પોતાને કુંવારી દર્શાવી કુંવારી સ્ત્રી તરીકે પાસપોર્ટ બનાવીને કોઈ વ્યક્તિ સાથે પરદેશ-વિદેશ જતી રહી છે. એક નાની માત્ર 3 વર્ષની બેબીને તેની મા મળી જાય તે હેતુસર ઇન્ડિયા પરત લઈ આવવા અમારા માનવતા સહજ પ્રયત્નો છે. જેમાં આપ સહભાગી થશો જ તેવી અમારી બે હાથ જોડી વિનંતી છે. શક્ય હોય તો મેઇલથી જવાબ આપવા વિનંતી છે. - માસૂમ બાળકીના હિતેચ્છુઓ

જવાબ: તમારો પ્રોબ્લેમ અતિ ગંભીર અને દુ:ખદાય છે, જેનો ઉકેલ અર્થાત્ નીવેડો જરૂર કાયદેસર લાવી શકાય તેમ છે. જેમાં સમય તો લાગશે, પરંતુ ત્રણ વર્ષની નિર્દોષ બાળકીને તેની માતાને જરૂર મેળવી શકાશે. ડિટેઇલ જેવી કે તે સ્ત્રી કયા કન્ટ્રીમાં ગઈ છે, ક્યારથી ગઈ છે, કોની સાથે ગઈ છે વગેરે જેવી માહિતી મળે તો આગળ શું કરવું તે અંગે વિચારી શકાય.
અન્ય સમાચારો પણ છે...