તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

L-1 વિઝા ત્રણ વર્ષ માટે મળે છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
10 વર્ષના વિઝા મળ્યા એટલે અમેરિકામાં જવાનો અધિકાર મળી જતો નથી, કારણ કે ખરા વિઝા 6 મહિનાના કે ઓછા સમયના એરપોર્ટ ઉપર જ અપાય છે
સવાલ: મારા નજીકના જ રિલેટિવ્સને અમેરિકાના 10 વર્ષના વિઝિટર વિઝા 2014માં મળેલા, તેથી તેમનો દીકરો તારીખ 25-2-2016ના રોજ આબુધાબીથી અમેરિકા ટ્રાવેલ કરવા ગયેલા, પરંતુ આબુધાબી એરપોર્ટ ઉપર તેને અમેરિકા ટ્રાવેલ કરવાનો ઉદ્દેશ અર્થાત્ હેતુ તેમજ અમેરિકામાં કેટલા દિવસ રહેવાના છો વગેરે ઘણા પ્રશ્નો પૂછી તેના 10 વર્ષના વિઝા કેન્સલ કરીને તેને આબુધાબીથી જ ડિપોર્ટ કરીને ઇન્ડિયા પાછો મોકલવામાં આવેલો. આવું થઈ શકે? - એક વાચક, ઓસ્ટ્રેલિયા
જવાબ :
જેમ અમેરિકાના વિઝિટર-ટૂરિસ્ટ વિઝાના મુંબઈ કોન્સ્યુલેટમાં ઇન્ટરવ્યૂ વખતે ઘણા પ્રશ્નો પુછાય છે તેમ આ એરપોર્ટ ઉપર તેમજ અમેરિકાના એરપોર્ટ ઉપર પણ જેમ મુંબઈ જેવો ઇન્ટરવ્યૂ હોય તેથી મિનિ ઇન્ટરવ્યૂની જેમ ઘણા સવાલો કેટલાકને પુછાય છે અને શંકા પડતાં ડિપોર્ટ કરવામાં આવે છે. 10 વર્ષના વિઝા મળ્યા એટલે અમેરિકામાં જવાનો અધિકાર મળી જતો નથી, કારણ કે ખરા વિઝા 6 મહિનાના કે ઓછા સમયના એરપોર્ટ ઉપર જ અપાય છે.

સવાલ: મારી F-4ની ફાઇલ 2003ની છે, પરંતુ મારા ફાધર જે પ્રિન્સિપલ એપ્લિકન્ટ અર્થાત્ મેઇન બેનિફિશિયરી હતા. તેમનું અવસાન થયું છે, તો મારાં મધરને અને મારા બ્રધરને ઇમિગ્રન્ટ વિઝા મળે? - પંક્તિ પટેલ, આણંદ
જવાબ :
ના. અમેરિકાના સિટિઝન જે પિટિશનર અર્થાત્ જેણે ફાઇલ કરી હોય તેનું અવસાન થાય તો પિટિશન ચાલુ રાખવા એક અપીલ ટાઇપની પિટિશન થઈ શકે, જેથી વિઝા મ‌ળી શકે.

સવાલ: વિઝાવાળી વ્યક્તિ સાથે લગ્ન કરી H-4 વિઝા માટે એપ્લાય કરવું હોય અને સાથે જવું હોય તો મારા મેઇડન નામમાંથી મેરિડ નામ પાસપોર્ટમાં સુધરાવવું જોઈએ કે નહીં? - જીનલ શાહ, અમદાવાદ
જવાબ :
હા. જોકે, પાસપોર્ટમાં પતિ કે પત્નીનું નામ અમેરિકાના વિઝા માટે બદલાવું જ પડે તેવો નિયમ કે કાયદો નથી, પરંતુ આ પ્રકારના વિઝા માટે પાસપોર્ટમાં નામ સુધારવું ઉચિત છે, જેથી ઇન્ટરવ્યૂમાં સુગમતા રહે અને આ બાબતમાં પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં.

સવાલ: મને અને મારી પત્નીને 2006માં ગ્રીનકાર્ડ મળ્યું હતું. બંનેનાં ગ્રીનકાર્ડ પરત કરતાં અમને 2018 ઓગસ્ટ સુધીના 10 વર્ષના B-1/B-2 વિઝિટર વિઝા મ‌ળ્યા હતા. પછીથી અમને જાણવા મળ્યું કે રૂપિયા વીસ લાખનો ખર્ચ કરતાં ફરીથી ગ્રીનકાર્ડ મળી શકે છે. તો શું મને, મારી પત્નીને અને મારાં પરિણીત બાળકોને L-1/L-2 વિઝા મળી શકે? - અનિલ શુક્લા
જવાબ :
ના, કારણ કે L-1 વિઝા મેળવવા માટે બે મહત્ત્વની બાબતો જરૂરી છે. (1) તમે અમેરિકાની બહારની કોઈ કંપનીમાં છેલ્લાં ત્રણ વર્ષથી મેનેજર કે એક્ઝિક્યુટિવ કે સ્પેશિયલાઇઝ્ડ નોલેજ ધરાવતી વ્યક્તિ હોવ. (2) તમારી કંપનીની બ્રાન્ચ, સબસિડિયરી, એફિલિયેટ અથવા જોઇન્ટ વેન્ચર પાર્ટનર ફોરેન એમ્પ્લોયર હોય. આ સિવાય બીજી ઘણી રિક્વાયરમેન્ટ છે, તેથી નાહકના 20 લાખ રૂપિયા ખર્ચતાં નહીં. L-1 વિઝા ત્રણ વર્ષ માટે મળે છે, જે પછી બે વર્ષ વધારી શકાય, પરંતુ હાલમાં આ વિઝા બંધ કરવા સેનેટમાં બિલ રજૂ થયું છે.

સવાલ: આપે મને જણાવેલું કે EB-5 ઇન્વેસ્ટર્સ વિઝા દ્વારા ગ્રીનકાર્ડ મેળવવા માટે અમેરિકાની સરકારે પાંચ લાખ ડોલર રિજિયોનલ સેન્ટરમાં રોકવા પડે તેવી સ્કીમ કરી છે, પરંતુ ત્રણ કરોડનું રોકાણ થઈ શકે તેમ નથી. મેં હમણાં એક જાહેરાત વાંચી છે કે ફક્ત રૂપિયા પંચોતેર લાખ અમેરિકામાં રોકવાથી અમેરિકાના P.R મળે છે. શું આ શક્ય છે? શું કાયદેસર રોકાણ થાય કે પંચોતેર લાખ જતા રહે? - એમ.ડી. વ્યાસ, અમદાવાદ
જવાબ :
મારા મંતવ્ય પ્રમાણે આ શક્ય નથી. અમેરિકાના પરમેનન્ટ રેસિડન્ટ થવા માટે ગ્રીનકાર્ડ હોવું જરૂરી છે. જેને લીગલ પરમેનન્ટ રેસિડન્ટ અર્થાત્ L.P.R કહેવાય. E B-5 એ પાઇલટ પ્રોગ્રામ છે જે 30-9-2016 સુધી છે તે કેટેગરી કાયમી નથી. 1-10-2016 જો લંબાવાશે તો ઇન્વેસ્ટમેન્ટની રકમ 8 લાખ ડોલર થવાની શક્યતા છે.
સવાલ: શું F-4 કેટેગરી બંધ થઈ ગઈ છે. અમારી પિટિશન 2004ની છે તે નકામી જશે? - દિનેશ પટેલ, મુંબઈ
જવાબ :
ના, F-1, F-2, A, F-2B, F-3 અને F-4 કેટેગરી બંધ થઈ નથી અને તેવી કોઈ જાહેરાત અમેરિકાની હોમલેન્ડ સિક્યાેરિટીએ કે ઇમિગ્રેશન સર્વિસે કરી નથી જ, પરંતુ F-4 સિટ્રો ગ્રેડ અર્થાત્ પાછળ જઈ 1-1-2001 થઈ છે.
ravalindia@gmail.com
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો