તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાટેલા ધાબળાનું બાર્ગેનિંગ સેશન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફાટેલા ધાબળાનું બાર્ગેનિંગ સેશન

અલા, જલદી હેંડો ક! કેટલી વાર? મનેય વળી હુ હુજ્યું, તે તમને બોલાબ્બા રઈ.’ સવિતામાસીનાં વચનો સાંભળીને હંસામાસી દોડ્યાં. એટલે એમને જોતાંવેંત સવિતામાસીએ હિંગ-ગરમ મસાલાથી વઘાર કર્યો. ‘બહુ થાંથાં ભૈ’સાબ તમે તો! નાકે આખી પોળ ભેગી થઈ ગઈ છે ને તમે...’ મનેય હડફેટે લીધી, ‘તને વળી અલગથી આમંત્રણ આપવાનું છે?’ હું મૂંગી મૂંગી એમની સાથે જોડાઈ, પણ પછી કદાચ એમને થયું હંસામાસીને ખબર તો પડવી જ જોઈએ કે એ ખરેખર વાંકમાં છે એટલે ઉમેર્યું,

‘આ ધાબળા વેચવાવાળો છ મહિને એક વાર દેખા દે છે. ઘેરબેઠાં ગંગા આઈ છે, ત્યારે તમે...ભલું હશે, તો કંકુ-કલાએ જ હારા હારા જોઈને લઈ લીધા હશે અને હવે વધ્યાઘટ્યા તૈણ ચાર હશે. મને બીજો કોઈ વાંધો નથી, પણ પૈસા આલતાય વસ્તુમાં સંતોષ ના થાય તો એનો અરથ નઈને અને ઓપ સીજનમાં જ સસ્તા મલે. સિયારામાં તો એર્યોએ બાપના વારાનો ભાવ કહે છે!’ હંસામાસીને ઠેસ વાગી, તે બેલેન્સ ગયું ને જેમતેમ કાયા સંકોરીને ઊભાં થયાં. સંઘ પહોંચ્યો પોળના નાકે ધાબળાવાળાની પેડલ રિક્ષા ઊભી’તી ત્યાં. જોયું તો મહિલાઓએ બધા ધાબળા વિખી નાખ્યા’તા.  

એમાંથી મળ્યો એક એવો ધાબળો, જે એક કિનારેથી થોડો ફાટી ગયેલો અને શરૂ થયું એક નવું પ્રકરણ. ‘અલ્યા, આ તો ફાટેલો છે.’ ‘ખાંપું આયું હશે. ભૈ, તું ધ્યાન રાખતો જા ને!’  ‘અરે! ખાંપું બાપુ કાંઈ નથ આયવું, કાપડ જ ગળી ગ્યું છે.’ ‘અરે ના હવે, કોકે રીતસરની કાતર જ અડાડી છે જુઓ તો ખરાં!’   પોતાને સત્ય સાબિત કરવા દરેકે ફાટેલી જગ્યા પર આંગળીઓના નખ થકી યથાશક્તિ પ્રહારો કરી કરીને એને થોડો વધારે ફાડ્યો. સાથે સાથે પેડલ રિક્ષાવાળાની આંખોય ફાટી ગઈ.   શરૂ થયું બાર્ગેનિંગ સેશન. હાથમાં ફાટેલો ધાબળો પકડીને એક સભ્યએ પૃચ્છા કરી, ‘શું ભાવ છે?’

‘બસ્સોનો એક.’  કંકુમાસીએ ઓફર મૂકી, ‘તૈણસોમાં બે આલે, તો હું આ ફાટેલોય લઈ લઉં. બોલ, આલવો છે?’ ‘બેન, દોઢસોમાં તો મનેય નહીં પડતો.’ ‘એમ કર. ચાર ઉપર આ એક મફત આલ. આમેય આ ફાટેલો લેશે કોણ?’ ધાબળાવાળાએ દયામણી નજરે ઉપર જોયું. એણે ઈશ્વરને કરેલી પ્રાર્થના નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતાં શ્રુતિબહેને સાંભળી અને ફાટેલો ધાબળો એમણે દસ રૂપિયા વધારે આપી ખરીદી લીધો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો