તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંજે રસોઇમાં શું બનાઇશું?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રોજ સાંજ પડે ને એક જ કકળાટ. સાંજે શું બનાઈશું? તમે શું બનાવવાના છો? કલાકાકીએ હંસાકાકી પાસે બળાપો કાઢતાં કહ્યું. એટલે હંસાકાકીએ વિલે મોઢે જવાબ આપ્યો, ‘આજે તો મારે પરાણે ઇડલી સંભાર જ કરવા પડશે!’ ‘અલા મારે ઘેરય એ જ મેનુ છે આજે.’ સવિતામાસીએય ઉદાસ વદને જ કહ્યું.
હવે મારી ધીરજ ખૂટી. આ બધાને કોણે, શું કર્યું કે આવાં ભાતભાતનાં ઘાતક પરિણામો આવ્યાં?

‘ત્યારે મારેય કાંઈક હળવું જ ખાવું પડશે. ભઈ’સાબ એટલું બધું પેટમાં દુખે છેને કે વાત જ ના પૂછશો.’ કલાકાકીએ પોતાની વ્યથા જણાવી. તો હંસાકાકીએ પોતાનો પ્રોબ્લેમ જણાવ્યો, ‘તમારે તો ઠીક છે, પણ અલા, મારે તો આંગળીઓ ચવાઈ ગઈ. શું યાર. અરે! એની લાયમાં કોળિયા વગરનો હાથ મોંમાં નાખ્યો. બોલો! એટલે ચમચીથી તો ઇડલી સંભાર જ ફાવેને.’

‘મારી હાલત તમારા બધાંય કરતાં હાવેય ભૂંડી થઈ છે બેન. હવે બે તૈણ દિ’ મારે રાબ અને શીરાથી જ હલાવી લેવું પડશે. બહુ બહુ તો પોચાં ઢોકળાં ખવાશે. કાં તો પછી મારેય ઇડલી સંભાર!! (હંસાકાકીની જેમ બાહ્ય નુકસાની તો ક્યાંય દેખાતી નહોતી. ત્યાં સવિતામાસી થકી ઘટસ્ફોટ થયો.) ‘તમારે આંગળીઓ ચવાઈ ગઈ ને મારે તો ચાવવાની જ રામાયણ બેન! છોલાઈ ગ્યાં પેઢાં અને જે લોહી હાઇલું જાય મારે તો.’ આમ, ત્રણેય જણાએ ઇડલી સંભાર માટેનાં યથાયોગ્ય કારણો જણાવ્યાં અને વાર્તાલાપ આગળ ચાલ્યો.

હવે મારી ધીરજ ખૂટી. આ બધાને કોણે, શું કર્યું કે આવાં ભાતભાતનાં ઘાતક પરિણામો આવ્યાં? પણ જો પૂછીશ, તો પત્યું. મારી દશા બેસાડશે આ લોકો. એટલે ‘ધીરજનાં ફળ મીઠાં’ એ વાતને અનુસરતાં મેં મૂંગે મોઢે સહન કરવાનું વિચાર્યું અને મારા વળાઈ ગએલા ઓટલા પર સાવરણી ફેરવવાનું ચાલુ રાખ્યું અને મારી આતુરતાનો અંત આવ્યો મંજુબેનના પ્રવેશથી.

એ જેવા ખાંચામાંથી પસાર થયાં, કે કલાકાકી તક ઝડપી લઈને બોલ્યાં, ‘તે પણ અત્યારે તું ક્યાં પધરામણી કરે છે?’ કલાકાકીએ (પંચાતની) ફરજના ભાગરૂપે પૂછ્યું. ‘આજે ઇડલી સંભાર કરવા છે, તે ઇડલીનું ખીરું લેવા જઉં છું.’ (મંજુબેનનો જવાબ સાંભળી, ત્રણેયે એકબીજાની સામે જોયું અને તાત્કાલિક નિર્ણય આવી ગયો મંજુબેનને હડફેટે લેવાનો.) ‘મંજુ, એક કામ કર. બે-તૈણ કિલો ખીરું લેતી આય. પાડોસી ધરમ બજાય બેન થોડો. આજે અમારે ત્રણમાંથી એકેયને તબિયત ઠીક નથી. તે અમારી હાટાના તું જ બનાઈ નાખ આજનો દિ’.’

‘એટલે?’ ‘એટલે એમ કે, બધાયના ઇડલી સંભાર તું જ બનાવી નાખ. સમજી! મંજુબેન બઘવાઈ ગયેલા એટલે સૂનમૂન થઈને ઊભાં રહ્યાં. એટલે તક ઝડપીને હંસાકાકી બોલ્યાં, ‘પણ ભૈ’સાબ તું બહુ ફીકું બનાવે છે. અમારે તો સહેજ તીખું જોઈએ.’ એટલે કલાકાકી કહે, ‘તો પછી મારો મોળો કાઢજે થોડો. પેટમાં ઠીક નથી ને તીખું વળી ક્યાં ખાવું?’

‘અમારે તો બધાયમાં સહેજ ગળપણ તો જોઈએ જ જોઈએ અને એમ ત્રણ-ત્રણ જાતના સંભાર કરવા એના કરતાં એમ કર, મારા માટે તો તું તારે જરી શીરો જ હલાઈ નાખીશને તોય ચાલશે. મારે આ લોકો જેવાં નખરાં નહીં. હું તો ચલાઈ લેવામાં જ માનું.’ (સવિતામાસી તો બહુ પરગજુ.) અને વળી પાછાં કલાકાકી બઘવાએલાં મંજુબેનને કહે, ‘હવે ઊભી શું છે? જા ફટાફટ ખીરું લઈ આય. હાંજે હાડા હાતે તો અમારે એમને થાળી પડી જ જવી જોઈએ. પાછું મોડું થશે, તો ભૂખ વડસકે આવશે.’ મંજુબેન આઘાતમાં ને આઘાતમાં ક્યારે ચાલવા માંડ્યા એની એમનેય ખબર નહોતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો