તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસી ક્ષેત્રમાં હરિયાળી ક્રાંતિ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘ગવાર લાયા? કેટલી પળોજણ ભૈ’સાબ! જ્યારે રાંધવું હોય એના એક ટંક પહેલાં જાગૃત થવું પડે, ત્યારે મેળ પડે.’ હંસાકાકીને ગવાર બીટતાં જોઈને સવિતામાસી ગવારના શાકની પ્રોસેસ બાબતે કંટાળો દર્શાવતાં બોલ્યાં, ‘ગવાર તો ઢોર ખાય.’ સવિતામાસી બોલ્યાં, ‘મારું ચાલેને, તો હું ગવારની રસી જ અપાઈ દઉં એમને લ્યો.’

વૈજ્ઞાનિકોય નવરા બેઠા જે તે રસીઓમાં ટાઇમ બગાડે છે, એના કરતાં અમુક અગત્યની રસીઓ સોધી કાઢતા હોય તો?

આ સાંભળીને હું તો એક સેકન્ડ માટે ધબકારો ચૂકી ગઈ. શાકની રસીનો વિચાર આવવો એટલે? કેટલી મોટી વાત એમણે કરી! અને પછી ચાલુ થઈ એને લગતા વિચારોની આપ-લે. ‘અલા, રસીઓ તો ફલાણો રોગ ના થાય એના માટે હોય.’
‘પણ એમાં હોય એ જ રોગના જંતુઓ. એવું હાંભળ્યું છે એટલે હું તો બોલી અને એટલે થાય હુ, કે સરીરમાં જે રોગના જંતુઓ નાખે એ રોગ ના થાય. એવી જ રીતે ગવારની રસી મુકાઈએ એટલે ગેસય ના થાય ને ગવારની રસી તો સરીરમાં મોજૂદ હોય જ. એટલે દેવતાઓય પ્રસન્ન!!’ કલાકાકીએ ગવારરસીનું માહાત્મ્ય સમજાવ્યું.

‘આ વૈજ્ઞાનિકોય નવરા બેઠા જે તે રસીઓમાં ટાઇમ બગાડે છે, એના કરતાં અમુક અગત્યની રસીઓ સોધી કાઢતા હોય તો.’ હંસામાસી બોલ્યાં. ‘એટલે?’ (મેં પૂછી જ નાખ્યું)
‘એટલે, જેની ખરેખર જરૂર છે એવી રસીઓ. જે જીવનના રોજબરોજના કામમાં ઉપયોગમાં આવે. એટલે જેમ કે, ન્હાવાની રસી. તમને ખબર છે ન્હાવામા કેટલો ટાઇમ બગડે? આખો દિવસ હજાર કામ હોય. એમાં ન્હાવામાં વીસ પચીસ મિનિટ બગાડવી પડે, એ પોસાય? અને ઉનાળામાં તો દહાડામાં ચાર વાર ન્હાવું પડે છે.

એટલે જો આ એક જ રસી લોંચ કરેને, મોટું કામ થઈ જાય યાર.’ (હંસામાસી ઝિંદાબાદ) પણ જેમ પેલામાં રોગના જંતુઓ હોય એમ આમાં શું નાખે ઇંજેક્સનમાં? પેટા પ્રશ્ન ઊભો થયો કલાકાકીના મનમાં. જેનો જબરજસ્ત જવાબ આવ્યો, ‘જો, એમાં જુદી જુદી ફ્લેવરો કઢાય. ગુલાબજરવાળું પાણી, લીમડાવાળું પાણી, હલદી ઔર ચંદન કે ગુન સમાએ એવું પાણી. એટલે હુ થાય કે આપડાન ચોઇસ મલે હમજ્યાં!!’

‘અને એ અપાવવાની ક્યારે? એટલે રોગોમાં સિસ્ટમ નહીં હોતી? અમુક એક જ વાર અલાવવાની. અમુક બે તૈણ વરસે પાછી અલાવવી પડે. એવી આમાંય કોઈ સિસ્ટમ તો રાખવી જોઈસેને? તો સુ સિસ્ટમ રાખવી જોઈએ?’ રસીના નિયમાનુસાર બધા જ વિચારો કરી ચૂકેલાં હંસામાસી કહે, ‘આમાં તો ચોઇસ ઉપર વાત જાય છે. એટલે તો વીમાના પ્રીમિયમ જેવી સિસ્ટમ હોય, તો જ રસીનું પોપ્યુલેસન વધે. (કદાચ ‘પોપ્યુલારિટી’ કહેવા માગે છે ડો. હંસા) એટલે મહિને કે દર ત્રણ મહિને કે છ મહિને કે વરસે. આપડાને જેમ અનુકૂર હોય એમ સેટિંગ પડાય આમાં.

‘કેમ્પ ક્યાં કરવાનો? દવાખાનામાં?’ ‘ના રે, બધા જુદી જુદી અલાવવા જાય એના કરતાં રેલવે સ્ટેસન બેસ્ટ જગ્યા છે.’ ‘કેમ ત્યાં?’
‘અરે, આઠ હજાર લોકો પાણી પી હકે એટલું પાણી તો ત્યાં બધા રોજ વેડફી નાખે છે. તો વિચારો તમે, કે આખાય ભારતમાં તો કેટલાંય સ્ટેસનો છે. તો હવ્વારથી હાંજ હુધી ત્યાં જ બેહે ટેબલ મૂકીને, તો કેટલું પાણી બચે!!’

‘હાચું, હાચું’ બધાય સહમત થઈ ગયા એટલે વાતનો દોર સંભાળતાં આગળ કહે, ‘એટલે આ રસી સોધાવાથી મૂળ વાત તો એ થાય કે પાણીનો બચાવ થાય! પછી તો આપડે ઇન્ડિયા વારા પાણીના ટંકરો ભરી ભરીને એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિજનેસ કરીએને, તો કરોડોનુ દેવું તો આમ ચપટીમાં ભરપાઈ થઈ જાય. ખરું કહુંને, તો આ રસી પર તો આખા દેસના વિકાસનો આધાર છે.’

હંસામાસીનાં આ વિધાનો પર ગંભીરતાથી વિચાર કરતાં સવિતામાસી કહે, ‘અલા, તો વાત કરોને આરોગ્ય વિભાગમાં! દેસનું ભલું થતું હોય તો આપડે આઇડિયા દેવામાં હુ વાંધો? અને જો, વિદ્યાનું દાન કરવાથી તો ઈ વધે. આવા તો તમાર મગજમાં એકથી એક ચડિયાતા કેટલાય આઇડિયા આવતા હસે. આવા આઇડિયા આપતા રહેસોને, તો રૂપિયો તો એં આમ ઊંચો આઈ જાય. એક વરહમાં ડોલરના ભાવ ગગડી જાય અને ભારત બની જાય મહાસત્તા.’ આને કહેવાય રસી ક્ષેત્રમાં હરિયાળી ક્રાંતિ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો