તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોહિનીના મનને હરી લેતાં હેરમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્લેન કલરના લોંગ હેરમ ઉપરાંત હવે યંગ ગર્લ્સમાં પ્રિન્ટેડ શોર્ટ હેરમ વધારે પોપ્યુલર બન્યા છે. બેગી પેન્ટ જેવો લુક ધરાવતાં હેરમ ફેશન વર્લ્ડમાં એંસીના દાયકાથી અસ્તિત્વમાં છે. જોકે, તેના બે દાયકા પછી તે આપણે ત્યાં જોવા મળ્યાં અને હજુ આજે પણ એ એટલાં જ લોકપ્રિય છે. ફેશન ઇન્ડસ્ટ્રીમાં મોટા ભાગનાં લોંગ આઉટફિટ લોકપ્રિય બને પછી તેને શોર્ટ કરી તેમાં થોડાં પરિવર્તન સાથે ફરીથી ટ્રેન્ડી બનાવવામાં આવે છે અને ધીમે ધીમે દાયકાઓ સુધી તેની ડિમાન્ડ વધતી જોવા મળે છે.

એંસીના દશકમાં પોપ્યુલર બનેલા બેગી પેન્ટનું મોડિફાઇડ વર્ઝન એટલે આજનું હેરમ પેન્ટ. અગાઉ ફેશનવિશ્વમાં જોવા મળેલાં ફુલ લેન્થ હેરમ પેન્ટ ઉપરાંત શોર્ટ હેરમ ‘ઇન ટ્રેન્ડ’ છે

બેગી પેન્ટનું મોડિફાઇડ વર્ઝન
હેરમની ફેશન આશરે સાડા ત્રણ દાયકા કરતાં વધારે જૂની ગણાય છે. અગાઉ ફેશનવિશ્વમાં જોવા મળેલાં ફુલ લેન્થ હેરમ પેન્ટ ઉપરાંત શોર્ટ હેરમ ‘ઇન ટ્રેન્ડ’ રહ્યાં છે. એંસીના દશકમાં પોપ્યુલર બનેલા બેગી પેન્ટનું મોડિફાઇડ વર્ઝન એટલે આજનું હેરમ પેન્ટ. તે કમરના ભાગથી ફિટિંગવાળું અને લોઅર બોડી પાર્ટ્સથી માંડીને છેક પગની એડી સુધી પહોળું હોવાથી પહેરવામાં ખૂબ આરામદાયક અને અનુકૂળ રહેતું હતું. એવું પણ કહેવાય છે કે અંગ્રેજોના સમયમાં સૈનિકો ‘પેરાશૂટ પેન્ટ’ પહેરતા હતા. આના પરથી જ હેરમની ડિઝાઇન બનાવવામાં આવી. સમય જતાં પેરાશૂટ પેન્ટ કાર્ગો પેન્ટ તરીકે પ્રચલિત થયું.

ડાન્સ કરતી ‌વખતે ઉપયોગમાં લેવાતું પ્લીટેડ હેરમ
બેલે ડાન્સમાં ડાન્સર્સ કમરના ભાગમાં પ્લીટ્સ હોય છે. કમરના ભાગથી પગની એડી સુધીનો પેન્ટનો ભાગ ઘણો ખૂલતો હોય છે અને એડીના ભાગે ઇલાસ્ટિકથી ફિટિંગ કરેલું હોય છે. આ પ્રકારના કમ્ફર્ટેબલ આઉટફિટ્સના કારણે ડાન્સ સરળતાથી કરી શકાય. જોકે, તેમાં વચ્ચેનો ભાગ કટ કરેલો હોય છે, પણ તેનો લુક હેરમ પેન્ટ જેવો જ હોય છે. આ બંને વચ્ચે દેખીતો ફરક માત્ર એટલો જ કે રેગ્યુલર હેરમમાં કટ જોવા મળતો નથી.

કાર્ગો અને બેગી પેન્ટનું શોર્ટ સ્વરૂપ: શોર્ટ હેરમ
શોર્ટ હેરમ પેન્ટ ફેશનિસ્ટામાં ભારે ધૂમ મચાવે છે. ફુલ લેન્થ ઘટાડીને શોર્ટ હેરમ ની લેન્થ અને થ્રી-ફોર્થ લેન્થ સુધીનાં જોવા મળે છે. તેમાં પોકેટ લગાવવાથી તે કાર્ગો અને બેગી પેન્ટનું શોર્ટ સ્વરૂપ હોય તેવું લાગે છે. ફેશન જગતમાં તેને પોકેટ બરમૂડા સાથે પણ સરખાવી શકાય. સામાન્ય રીતે શોર્ટ હેરમ ટી-શર્ટ્સ અને ટ્યુનિક સાથે વધારેે પહેરવામાં આવે છે, પણ સ્પગેટી કે ઓફ શોલ્ડર ટોપ સાથે શોર્ટ હેરમ પહેરીને હોટ લુક મેળવી શકાય છે. શોર્ટ હેરમની સ્ટાઇલને ડેન્ગલરમાં પણ ઉમેરવામાં આવી છે. બબલી ગર્લ પિકનિક પર તે પહેરી શકે છે. તે એક જ કલરમાં હોય છે અને કમરના ભાગમાં તેને બેલ્ટ લગાવવામાં આવે છે.

પ્રિન્ટેડ હેરમ
કોલેજિયન યુવતીઓ હવે પ્રિન્ટેડ હેરમ તરફ આકર્ષાઈ છે. વિવિધ પ્રિન્ટ્સના શોર્ટ હેરમ વરસાદી મોસમમાં વધારે અનુકૂળ રહે છે. લોંગ અને શોર્ટ હેરમ મોટા ભાગે પ્લેન જ જોવા મળે છે, પણ હવે તો શોર્ટ હેરમમાં ફ્લોરલ, ડોટ્સ અને ચેક્સની પ્રિન્ટ્સ અવેલેબલ છે. તેનાથી સેક્સી લુક મેળવી શકાય છે. ટ્રાઇબલ પ્રિન્ટના હેરમનો હાલમાં ક્રેઝ જોવા મળે છે.

સેલિબ્રિટી લુક
તમે હોલિવૂડ કે બોલિવૂડની હિરોઇન્સ અને મોડલ્સની જેમ સેલિબ્રિટી લુક મેળવવા ઇચ્છતાં હો તો સિલ્ક ફેબ્રિકનું હેરમ પેન્ટ ટ્રાય કરી શકો છો. સામાન્ય રીતે હેરમ પેન્ટ્સ લાઇક્રા, રેયોન, કોટન અને હોઝિયારી મટીરિયલમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે, પણ કોઈ ખાસ પ્રસંગે રિચ લુક આપતાં સિલ્કી હેરમ તમને સેલિબ્રિટી લુક આપવા માટે પૂરતાં છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો