તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શું ડિપ્રેશન અને ચોકલેટને સંબંધ છે?

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શું ડિપ્રેશન અને ચોકલેટને સંબંધ છે?

ડિપ્રેશન અને વજનને સીધો સંબંધ છે. વજનનો વધારો વધુ પડતા ખાવાના કારણે થઈ શકે છે. વધુ પડતી ચોકલેટ ખાવાના કારણે વજન વધી શકે છે. ચોકલેટમાં આવેલાં એન્ટિઓક્સિડન્ટને કારણે હેલ્થમાં ફાયદા થાય છે. ડિપ્રેશન અને ચોકલેટ વચ્ચેની કુદરતી અસર સમજી શકાતી નથી. વધુ પડતી ચોકલેટ ખાવાથી ડિપ્રેશનના પેશન્ટને શરૂઆતમાં તો સારું જ લાગે છે, પરંતુ તે લાંબા ગાળાનો ફાયદો આપતી નથી.

ડાર્ક ચોકલેટ ખાવાથી શરૂઆતમાં તો સારું જ લાગે છે. ઘણી વખત અમુક ટાઇપના ડિપ્રેશનમાં પેશન્ટને ગળ્યું ખાવાનું ખૂબ જ Craving (તીવ્ર ઇચ્છા) થાય છે. એવામાં જ્યારે તેઓ ચોકલેટ ખાય છે ત્યારે વધુ પડતી ખાઈ જાય છે. તેનાથી તેમનો મૂડ સારો પણ થાય છે. એક રિસર્ચમાં એવું જણાવવામાં આવે છે કે ડિપ્રેશનના પેશન્ટો ચોકલેટ માટે સૌથી વધુ Crave કરે છે. ફ્રૂટ્સ અને વેજિટેબલ્સ ખાવા માટે નહીં ચોકલેટમાં આવેલા (લગભગ 600 જેટલા) કેમિકલ્સના કારણે મગજના કેમિકલ્સ ડોપામાઇન અને સેરિટોનીન વધે છે.

એવું પણ જાણવા મળે છે કે જ્યારે વ્યક્તિ ડિપ્રેશનમાં હોય ત્યારે પોતે જ પોતાને સારું લગાડવા ચોકલેટનો વપરાશ વધારી દે છે અને વધુ પડતી ચોકલેટ ખાવાના કારણે પણ  ડિપ્રેશન વધી જાય છે. આમ, એ જાણવું મુશ્કેલ બને છે કે ડિપ્રેશનના કારણે ચોકલેટ Craving થાય છે કે ચોકલેટના કારણે ડિપ્રેશન વધે છે. ટૂંકમાં, એમ જ કહી શકાય કે ચોકલેટથી ડિપ્રેશન થોડા સમય માટે ઓછું થયેલું લાગે, પરંતુ તે એન્ટી-ડિપ્રેશન ગણી શકાય નહીં.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો