તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર્થ્રાઇટિસમાં ઉપયોગી આહાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખોરાક એ જ ઇલાજ એ એક સુંદર વિચાર છે. એવો ખોરાક ખાઈએ જે શરીર માટે હોય નહીં કે સ્વાદ માટે જ અને તે આપણા શરીરને સાજું થવામાં મદદરૂપ થાય. એવો એક સમય આવે જ્યારે ડોક્ટર્સ પણ કસરત, મેડિટેશન અને ખોરાકથી જ દર્દીના આર્થ્રાઇટિસને સાજો કરી દે. પરંતુ અત્યારે તો આર્થ્રાઇટિસના પેશન્ટ માટે ડૉક્ટરોએ ફક્ત વજન ઉતારવા બાબતે જ કહેવું પડે છે, કારણ કે આર્થ્રાઇટિસ માટે સૌથી મોટું કારણ તો વ્યક્તિનું વજન જ હોય છે. આપણે સો જાણીએ છીએ કે જો વજન વધુ હોય તો હેલ્ધી જોઇન્ટને માટે વજન ઉતારવું અનિવાર્ય થઈ જાય છે. આર્થ્રાઇટિસ પરના રિસર્ચ પરથી એવા ખોરાક શોધવામાં આવ્યા છે, જેને લેવાથી તમારા દુખાવામાં થોડી રાહત થઈ શકે છે. નીચેના ખોરાકને તમારા રોજિંદા ખોરાકમાં લેવાથી દુખાવામાં ફાયદો થઈ શકે ઉપરાંત તમારી ઓવરઓલ તંદુરસ્તીમાં પણ ફાયદો થાય છે.

વિટામિન ‘સી’થી ભરપૂર ખોરાક: મળાં, નારંગી, પાઇનેપલ, ફ્લાવર, કેપ્સિકમ, ટામેટાં વગેરે ખાવાથી શરીરને વિટામિન ‘સી’ મળે છે. રિસર્ચ જણાવે છે કે વિટામિન ‘સી’વાળો ખોરાક લેવાથી આર્થ્રાઇટિસ વધતો અટકે છે અને કાર્ટિલેજ લોસ પણ અટકાવી શકાય છે.

ઓલિવ ઓઇલ: ઓલિવ ઓઇલ રોજિંદા જીવનમાં વાપરવાથી તેમાં રહેલું પોલિફિનોલ (Polyphenols) શરીરમાં રહેતા સોજા, વોટર રિટેન્શન ઓછું કરવાનું કામ કરે છે અને તેના કારણે આર્થ્રાઇટિસમાં પણ રાહત લાગે છે.

વિટામિન ‘ડી’ અને ઓમેગા ‘3’વાળો ખોરાક લેવો: વિટામિન ‘ડી’ આપણું શરીર સૂર્યપ્રકાશ ત્વચા દ્વારા લઈ અને બનાવે છે. આ ઉપરાંત માર્કેટમાં મળતા સિરિયલ વગેરેમાં ઉપરથી વિટામિન ‘ડી’ ઉમેરવામાં આવેલું હોય છે.

આવો ખોરાક વાપરવાથી પણ આર્થ્રારાઇટિસમાં ફાયદો થાય છે. નોનવેજ ખોરાકમાં કેટફિશ, ટ્યુના ફિશ, સાલ્મોન વગેરેમાં વિટામિન ‘ડી’ ભરપૂર છે. વળી, ઈંડાંમાંથી પણ તે મળી આવે છે.

લીલાં શાકભાજીનો ઉપયોગ કરો
લીલાં શાકભાજી પાલક, મેથી, તાંદળજો વગેરેમાં વિટામિન ‘કે’ આવેલું છે. વિટામિન ‘કે’ મજબૂત હાડકાં અને હેલ્ધી જોઇન્ટ માટે ઉપયોગી છે. 1 વાટકો પાલકમાં 145 માઇક્રોગ્રામ વિટામિન ‘કે’ મળે છે.
અન્ય સમાચારો પણ છે...