તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોમાસામાં રહો હેલ્ધી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વરસાદની મોસમમાં માંદગી જાણે ઘેર ઘેર દેખાતી રહે છે. વાઇરલ ઇન્ફેક્શન, શરદી, ખાંસી, એલર્જિક બ્રોન્કાઇટિસ જાણે ઘેર ઘેર આવી જતાં હોય છે. હવામાં રહેલા જીવાણુને તો આપણે રોકી શકતા નથી, પરંતુ ખોરાકનું થોડુંક ધ્યાન રાખીએ તો વારંવાર થતાં ખાંસી-શરદીમાંથી થોડીક રાહત મેળવી શકીએ છીએ.

મોડું ખાવાથી વજન વધી જતું નથી, પરંતુ મોડું ખાવાથી વધુ ખવાય છે. ઉપરાંત પાચનની તકલીફો વધી જાય છે

તુલસીનો ઉપયોગ કરો : તુલસીમાં રહેલાં 100 જેટલાં રસાયણો ફાયટોકેમિકલ્સ તરીકે જાણીતાં છે. તે ભેગાં થઈને મજબૂત એન્ટિઓક્સિડન્ટ, એન્ટિવાઇરલ અને ઇમ્યુન સિસ્ટમને જાળવી રાખવાનું કામ કરે છે. ચોમાસામાં સવારે 2 ગ્લાસ પાણી સાથે 7થી 10 પત્તાં તુલસીનાં ચાવી જવાથી ઘણા બધા રોગો સામે રક્ષણ મળે છે. દિવસ દરમિયાન તેની ‘ચા’ બનાવીને પીવાથી શરદી-ખાંસી દૂર રહે છે.

બને તેટલું વધુ આદું વાપરો : ચોમાસામાં પાચન નબળું પડી જાય છે. ગેસ, અપચો વગેરે વધી જાય છે. આંતરડાંના પાચકરસોને આદું પ્રજ્વલિત કરે છે અને પાચન સુધારે છે. વધુ વારંવાર થતી શરદી, અસ્થમા વગેરેને આદુંનો રસ દૂર કરે છે. લોહીના પરિભ્રમણમાં થતા રોગો જેમ કે, વારંવાર થતી એલર્જી, હાર્ટના પ્રોબ્લેમને આદુંનું સેવન કરવાથી દૂર કરી શકાય છે.
ચોમાસા દરમિયાન સવારના સમયે આદુંને સારું ધોઈ તેનો રસ કાઢી તેમાં લીંબુ નાખીને તુલસીના રસ સાથે લેવાથી ઘણો ફાયદો થાય છે. જો આ રસ ખૂબ તીખો લાગે તો તેમાં થોડોક ગોળ અથવા મધ નાખી શકાય છે.

બને તેટલું વધુ પાણી પીવો : ચોમાસા દરમિયાન પાણી પીવાની ઇચ્છા ઓછી થાય છે. ઓછું પાણી પીવાથી કબજિયાત થઈ શકે છે. ચોમાસામાં આમ પણ આંતરડાં કામ ધીમું કરે છે, તેથી કબજિયાતને કારણે પણ ગેસ અપચો વધી જાય છે. આ સમય દરમિયાન જુદા જુદા ઉપવાસ પણ કરવામાં આવતા હોય છે. જેમ કે જૈન લોકો સાંજે 6 વાગ્યા પછી પાણી પણ વાપરતા નથી હોતા. તો તેમણે દિવસ દરમિયાન બને તેટલો પાણીનો ઉપયોગ વધારી દેવો. એવી જ રીતે મુસ્લિમ ભાઈ-બહેનોએ ‘રોજા’ દરમિયાન ભલે રાત્રિ દરમિયાન પાણી પીવાય, પરંતુ તે બને તેટલું વધુ પી લેવું.

બને તેટલું વહેલું ભોજન કરો : ખાસ ચોમાસા દરમિયાન રાત્રિ ભોજનનો ત્યાગ કરવો જોઈએ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો