તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંખને આરામ આપતી ટેક્નોલોજી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આંખને આરામ આપતી ટેક્નોલોજી

અક્ષરો નિશ્ચિત પિક્સલથી જ સર્જાય છે, એટલે એલસીડી ડિસ્પ્લે પર જો અક્ષરોને મોટા કરીએ તો એ ક્રૂકેડ એટલે કે ખૂણાખાંચાવાળા દેખાય છે પહેલેથી ચોખવટ-આજનો લેખ પીસી/લેપટોપ યૂઝર્સ માટે કામનો છે! રોજબરોજનાં, ખાસ કરીને ઇન્ટરનેટ પર આધારિત મોટાભાગનાં કામકાજ હવે સ્માર્ટફોન પર થઈ જાય છે, પણ જેમણે કન્ટેન્ટનો ફક્ત ઉપયોગ નથી કરવાનો, પણ અલગ અલગ પ્રકારનું કન્ટેન્ટ સર્જવાનું પણ છે એ લોકો માટે તો હજી પણ પીસી જ વધુ ઉપયોગી છે. જો તમે પણ પીસી પર કામ કરતા હો તો તમારું મોનિટર જૂના ડબ્બા જેવું સીઆરટી (કેથોડ રે ટ્યૂબવાળું) મોનિટર હશે અથવા લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે ધરાવતો, એલસીડી ફ્લેટ સ્ક્રીન હશે. આ ફ્લેટ સ્ક્રીન ઓછી જગ્યા રોકે અને સ્ટાઇલિશ છે, પણ તેમાં એક ખાસ પ્રકારની ખામી છે.

આ સ્ક્રીન પર અક્ષરો સ્પષ્ટ ન દેખાય એવું બની શકે છે. કારણ એ છે કે સીઆરટી ડિસ્પ્લેમાં પાછળના ભાગે મોટી જગ્યા રોકતી એક ઇલેક્ટ્રોન ગનમાંથી સ્ક્રીન પર ઇલેક્ટ્રોનનો પ્રવાહ શૂટ થાય છે અને તેને કારણે સ્ક્રીન પર જોઈતો ડિસ્પ્લે સર્જાય છે. જ્યારે એલસીડી સ્ક્રીનમાં નાના નાના ચોરસ પિક્સલથી ડિસ્પ્લે સર્જાય છે. ડિસ્પ્લેની આ નવી ટેક્નોલોજી બીજી બધી રીતે બહેતર છે, પણ અક્ષરો બતાવવામાં તેમાં કચાશ રહે છે.

સીઆરટી ટેક્નોલોજીમાં જુદા જુદા રેઝોલ્યુશનની ઇમેજીસ ડિસ્પ્લે પર એકસરખી સ્પષ્ટ દેખાય છે, પણ એલસીડીમાં, સ્ક્રીનની સાઇઝ મુજબના નિશ્ચિત ડિસ્પ્લેને બદલે જુદું રેઝોલ્યુશન સેટ કરવામાં આવે તો ડિસ્પ્લેની ગુણવત્તામાં દેખીતો તફાવત આવી જાય છે. અક્ષરો નિશ્ચિત પિક્સલથી જ સર્જાય છે, એટલે એલસીડી ડિસ્પ્લે પર જો અક્ષરોને ખાસ્સા મોટા કરીએ તો એ ક્રૂકેડ એટલે કે ખૂણાખાંચાવાળા દેખાય છે. અક્ષરો સામાન્ય સાઇઝના હોય ત્યારે પણ આ કારણે તે થોડા ધૂંધળા દેખાય છે.

આના ઉપાય તરીકે માઇક્રોસોફ્ટે વિક્સાવી ક્લિયર ટાઇપ ટેક્નોલોજી. જૂની પદ્ધતિ અનુસાર જ્યારે કાળા અક્ષરવાળી ટેક્સ્ટ ડિસ્પ્લે થાય ત્યારે તે ફક્ત બ્લેક પિક્સલથી સર્જાય છે. આવી ટેક્સ્ટને ખાસ્સી એન્લાર્જ કરીએ તો તે અમુક બ્લેક પિક્સલ અને આજુબાજુ ગ્રે પિક્સલની બનેલી દેખાય છે. જો આપણે મોનિટરમાં ક્લિયર ટાઇપની સુવિધા ઇનેબલ કરીએ, તો આ ગ્રે પિક્સલમાં બીજા રંગો પણ ઉમેરાય છે, પરિણામે અક્ષરો વાંચવા ઘણા વધુ સુગમ બને છે!

આપણા માટે સારા સમાચાર એ છે કે વિન્ડોઝ 7, 8 અને 10માં ક્લિયર ટાઇપ સુવિધા પહેલેથી ડિફોલ્ટ, ઇનેબલ્ડ હોય છે. સવાલ એ થાય કે તો પછી આપણને અક્ષરો ધૂંધળા દેખાવાનું કારણ શું? કારણ એ કે જ્યારે આપણે કમ્પ્યૂટરમાં કોઈ ગેમ કે એપ્લિકેશન્સનો ઉપયોગ કરીએ ત્યારે તે પોતાની રીતે, સ્ક્રીનના રેઝોલ્યુશનમાં ફેરફાર કરે છે અને આપણે ગેમ કે એપ્લિકેશન બંધ કરીએ ત્યારે એ પોતે કરેલા ફેરફાર યથાવત્ છોડી જાય છે.

આના ઉપાય તરીકે અને ક્લિયર ટાઇપ ઓન કર્યા પછી પણ તેને તમારી અનુકૂળતા મુજબ વધુ સ્પષ્ટ બનાવવા માટે વિન્ડોઝ કી પ્રેસ કરી, સર્ચ બોક્સમાં adjust clear type text લખો અને જે વિકલ્પ મળે તેને ઓપન કરો. અહીં તમે ક્લિયર ટાઇપ ઓફ હોય તો ઓન કરી શકશો અને પછી આગળ વધીને, જુદા જુદા વિકલ્પોમાંથી તમને જે ટેક્સ્ટ વધુ સ્પષ્ટ દેખાતી હોય તે પસંદ કરીને સ્ક્રીન પરના લખાણની સ્પષ્ટતા વધારી શકો છો. ક્લિયર ટાઇપથી અક્ષરોના ડિસ્પ્લેમાં થતો સુધારો આમ નજીવો છે, પણ આપણી આંખ માટે મોટી રાહત આપે તેવો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો