તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવેમાં આધાર કાર્ડનો ભાર?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જોતમે રોજેરોજ છાપાંના ખૂણે ખૂણે નજર ફેરવતા હો તો એક સમાચાર પર તમારી નજર જરૂર અટકી હશે – રેલવે ટિકિટ મેળવવા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત બને તેવી શક્યતા છે!

આમ તો વરસાદની જેમ આ આગાહી અવારનવાર થતી રહે, પણ હવે વાદળાં ખરેખર ગોરંભાયાં હોય એવું લાગે છે. અહેવાલો મુજબ, રેલવે શરૂઆતમાં સિનિયર સિટિઝન જેવી અલગ અલગ કેટેગરીમાં કન્સેશનનો લાભ લેવો હોય તો આધાર કાર્ડ બતાવવું ફરજિયાત બનાવશે, પછી સ્ટેશને કે આઇઆરસીટીસીની સાઇટ પર કોઈ પણ પ્રકારની ટિકિટનું રિઝર્વેશન કરાવતી વખતે આધાર કાર્ડ ફરજિયાત બનશે અને પછી સ્ટેશને રિઝર્વેશન વગરની ટિકિટ ખરીદતી વખતે પણ આધાર કાર્ડ બતાવવું પડશે.
ટ્રેનમાં ટિકિટ ચેકર પાસે એક મોબાઇલ ડિવાઇસ હશે, જેમાં એ ટ્રેનના તમામ બુક્ડ પેસેન્ડરની આધાર કાર્ડ સાથે કનેક્ટેડ વિગતો હશે (જેમ કે ફોટોગ્રાફ), પરિણામે, ખોટા નામે રેલવે મુસાફરી કરતા લોકોને સહેલાઈથી પકડી શકાશે. રેલવે તંત્ર જુદા જુદા 53 પ્રકારની કેટેગરીમાં ડિસ્કાઉન્ટ આપે છે. લોકો તેમાં પણ ખોટી આઇડેન્ટિટી પર મુસાફરી કરીને રેલવેને વધુ નુકસાન પહોંચાડે છે. એટલે સરકાર આધારના એક કાંકરે બે પક્ષી મારવા માગે છે – રેલવેનું નુકસાન ઓછું થાય અને આધાર કાર્ડને વધુ આધાર મળે.

આ વર્ષના એપ્રિલ મહિના સુધીમાં દેશના એક અબજ લોકોને આધાર કાર્ડ મળી ગયાં છે અને દેશના તમામ નાગરિકોને બાયોમેટ્રિક્સ આધારિત યુનિક આઇન્ડેટિટી આપવાની આખા વિશ્વમાં સૌથી વિશાળ એવી આ કવાયત પાછળ સરકાર રૂ. 6000 કરોડ ખર્ચી ચૂકી હોવાનું કહેવાય છે.

યુનિક આઇડેન્ટિટીના ફાયદા વિશે કોઈ બેમત નથી, પણ આપણા દેશનું આખું તંત્ર જે રીતે ચાલે છે એ જોતાં, આધાર પાછળના મૂળ ઉદ્દેશોને અત્યાર સુધી ધારી સફળતા મળી નથી. ખુદ સર્વોચ્ચ અદાલતે આધાર કાર્ડને સ્વૈચ્છિક ગણવાનું ઠરાવ્યું છે. લોકોએ કૂતરાં કે ગધેડાંના નામે આધાર કાર્ડ મેળવ્યાંના અહેવાલો છે. બીજી બાજુ, આઇઆરસીટીની વેબસાઇટ હેક થયાના અને અસંખ્ય યૂઝર્સના ડેટા જોખમાયા હોવાના પણ સમાચાર હતા. આ બધું ધ્યાને લેતાં, રેલવેમાં ટિકિટ બુકિંગ માટે આધાર કાર્ડનો આધાર જરૂરી પગલું હોવા છતાં, અત્યારના તબક્કે જોખમી બની શકે છે.

તમે જો આધાર કાર્ડ કઢાવ્યું હોય અને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન્સનો તમને ખાસ અનુભવ ન હોય તો બીજું એક જોખમ ખાસ જાણી લેવા જેવું છે. એવું બની શકે કે તમને, તમારી ‘બેન્કના અધિકારી’નો ફોન આવે અને જાણ કરવામાં આવે કે તમારા આધાર નંબર અને ડેબિટ કાર્ડને લિંક કરવાનું છે, જેથી તમને વધુ સારી સેવા આપી શકાય. આવા ફોનના જવાબમાં જે વિગતો ન જ આપવી જોઈએ, એ વિગતો ઘણા લોકો અજાણતાં આપી દે છે. પછી ડેબિટ કાર્ડનો નંબર અને પાછળનો સીવીવી નંબર પણ પૂછવામાં આવે.
ફરી આપણો વિશ્વાસ જીતવા કહેવામાં આવે કે ‘અમે એક વન-ટાઇમ-પાસવર્ડ જનરેટ કરીએ છીએ, એ અમને જણાવો એટલે ડેબિટ કાર્ડ અને આધાર બરાબર લિંક થઈ જશે!’ આપણા મોબાઇલમાં એ ઓટીપી આવે, પણ તે ખરેખર બેન્કમાંથી નહીં પણ કોઈ ઇ-કોમર્સ સાઇટ પર, આપણા ડેબિટ કાર્ડની વિગતોના આધારે થતાં પેમેન્ટને વેરિફાય કરવા માટે જનરેટ થયો હોય. આપણે ભોળેભાવે એ ઓટીપી પણ જણાવીએ, એટલે આપણા ખાતામાંથી, આપણા રૂપિયે મોટી ખરીદી થઈ જાય! આધાર કાર્ડનો હેતુ સારો છે, પણ આપણે સાવધ રહેવું પડશે!
www.cybersafar.com
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો