તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેસિયલ કઈ ઉંમરે કરાવાય?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રશ્ન: હું 19 વર્ષની છું. મારા ચહેરા ઉપર વાળ છે, જેથી ચહેરો બહુ ખરાબ લાગે છે. મારા કઝીનનાં લગ્ન નજીક આવી રહ્યાં છે, તો મારે શું કરવું જોઈએ?

ઉત્તર: ચહેરા પરના વાળને દૂર કરવા વેક્સિંગ કરાવી શકાય, પણ તમારી ઉંમર હજુ ઘણી નાની છે તેથી વેક્સિંગ કરવાને બદલે બ્લીચ કરો. બ્લીચ કરવાથી ચહેરા પરના વાળ ત્વચા સાથે ભળી જાય છે અને ચહેરો નિખરી ઊઠે છે. અત્યારે બજારમાં વિવિધ કંપનીના બ્લીચ ઉપલબ્ધ છે. એમાંથી શક્ય હોય તો હર્બલ પ્રકારના બ્લીચનો ઉપયોગ કરવો.

પ્રશ્ન: હું 22 વર્ષની છું. બધા કહે છે કે હવે મારે ફેસિયલ કરાવવું જોઈઅે. ફેસિયલ કરાવવાથી શો ફાયદો થાય છે? ફેસિયલ કઈ ઉંમરે કરાવી શકાય?

ઉત્તર: ફેસિયલ 20 વર્ષ પછી દરેક ઉંમરની મહિલા કરાવી શકે છે. ફેસિયલ કરાવવાથી બ્લડ સરક્યુલેશન વધે છે. મૃતપ્રાય થયેલી ત્વચા તાજગી અનુભવે છે અને ચહેરો ખીલી ઊઠે છે. ફેસિયલ જાણકાર વ્યક્તિ પાસે જ કરાવવું જોઈએ. જો તે યોગ્ય પદ્ધતિથી કરવામાં આવે તો ત્વચાને કોઈ નુકસાન થતું નથી.

પ્રશ્ન: હું 45 વર્ષની છું અને નિયમિત વાળ‌માં કલર કરાવું છું. કલર વાળમાં વધુ સમય સુધી ટકી રહે એ માટે શું કરવું જોઈએ? ઉપાય બતાવો.

ઉત્તર: કલર કરતા પહેલાં વાળ સારી રીતે ધોયેલા હોવા જોઈએ. કલર કર્યા બાદ ડીપમાં કન્ડિશનર કરો. વાળને અઠવાડિયામાં ફક્ત બે વખત જ ધોવા જોઈએ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો