તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રીમિયર એન્ટ્રસ ટેસ્ટ સબ્જેક્ટ્સ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રીમિયર એન્ટ્રસ ટેસ્ટ સબ્જેક્ટ્સ
મો ટાભાગની પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂસ પોતાના કોર્સીસના એડમિશન માટે AICTEની ભલામણો મુજબની CAT, MAT, XAT, ATMA કે CMAT જેવી એન્ટ્રસ ટેસ્ટ લેતી હોય છે, પરંતુ કેટલીક ડિમ્ડ યુનિવર્સિટીની પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂસ પોતાની વિશેષ એડમિશન ટેસ્ટ લે છે.

-‘મેનેજમેન્ટ’માં અંગ્રેજી અને મેથ્સ: HSC બાદ 3 વર્ષના B.B.A. કે 5 વર્ષના M.B.A કોર્સીસની એન્ટ્રસ એક્ઝામમાં અંગ્રેજી તેમજ મેથ્સના પ્રશ્નો મોટાભાગની પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ્સ પૂછતી જ હોય છે. જેમાં જુદાં જુદાં સ્થળોની પ્રાઇવેટ કોલેજોની ફેવરિટ UGAT, SET (સિમ્બાયોસીસ યુનિવર્સિટી, પૂના), NPAT(નર્સી મોન્જી યુનિવર્સિટી, મુંબઈ) વગેરે મુખ્ય છે. જોકે, Q.A. (કોન્ટિટેટિવ એબિલિટી) અને વર્બલ એબિલિટીની પ્રેક્ટિસ કરવાથી IPM-AT (IIM- ઇન્દૌર) તેમજ JSAT (જિન્દાલ ગ્લોબલ બિઝનેસ સ્કૂલ)ની પણ તૈયારી થઈ જાય. મોટેભાગે આવી ઓનલાઇન એન્ટ્રસ 100થી 150 પ્રશ્નો ધરાવતી આશરે બે કલાકની, નેગેટિવ માર્કિંગ વગરની હોય છે.

-‘લૉ’ ફિલ્ડમાં લોજિક તેમજ રિઝનિંગને વધુ વેઇટેજ : HSC પછી 5 વર્ષના ગ્રેજ્યુએશન + LLB કોર્સીસમાં એડમિશન માટેની મોટાભાગની એક્ઝામમાં લોજિક તેમજ રિઝનિંગના પ્રશ્નો જોવા મળે છે. પછી તે ‘લૉ’ ફિલ્ડથી સૌથી વધુ લોકપ્રિય CLAT હોય કે પછી AILET (નેશનલ લૉ યુનિવર્સિટી, દિલ્હી), LSAT (જુદાં જુદાં સ્થળોની પ્રાઇવેટ કોલેજોની ફેવરિટ ટેસ્ટ), SET (સિમ્બાયોસીસ, પૂના) કે પછી UL-SAT (યુનિવર્સિટી ઓફ પેટ્રોલિયમ એન્ડ એનર્જી સ્ટડીઝ, દહેરાદૂન)ની ટેસ્ટ. 100થી 200 પ્રશ્નો ધરાવતી આ ટેસ્ટ આશરે 1.5થી 3 કલાકની મોટે ભાગે નેગેટિવ માર્કિંગ સિવાયની (CLAT માં 0.25 નેટેગિવ માર્કિંગ) હોય છે.

-લિબરલ સ્ટડીઝમાં જનરલ નોલેજ અને વર્બલ એબિલિટી પર  ભાર : HSC પછી 3 કે 4 વર્ષના લિબરલ સ્ટડીઝના કોર્સીસમાં એડમિશન માટે આપવી પડતી SLS (પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (P.D.P.U.) અને સિમ્બાયોસીસ યુનિવર્સિટી, પૂના) તેમજ FEAT (FLAME યુનિવર્સિટી, પૂના) માટે જનરલ નોલેજ/અવેરનેસ અને વર્બલ એબિલિટી હોય તે જરૂરી છે.

-અન્ય વિષયો : ઉપરોક્ત કૉમન વિષયો ઉપરાંત અન્ય 3થી 4 વિષયોનું જ્ઞાન હોવું જરૂરી છે કે જે ઉપરોક્ત કરિયર ફિલ્ડ ઉપરાંત માસ કમ્યુનિકેશન (સેન્ટ ઝેવિર્યસ, મુંબઈ) SIMC - પૂના, CUET - બેંગલુરુ, વ્હિસલિંગ વૂડ્સ - મુંબઈ), ઇકનોમિક્સ (PUBDET - પ્રેસિડન્ટ્સી યુનિવર્સિટી - કલકત્તા, NET - અઝિમ પ્રેમજી યુનિવર્સિટી, બેંગલુરુ), સોશિયલ સાયન્સ (TISS-BIT- ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ)માં કામ લાગી શકે.  

-કરિયર T20 : પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ્સની એન્ટ્રસ/એડમિશન ટેસ્ટમાં ઉપલબ્ધ બેઠકો કરતાં 3થી 5 ગણા ઉમેદવારોને પાસ કરવામાં આવે છે. આથી સ્ટુડન્ટ ભીડુઓને પોતાની કારકિર્દીરૂપી બુલેટ ટ્રેનને પર્સનલ ઇન્ટરવ્યૂ નામના સ્ટેશને થોભાવવી જરૂરી છે!
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો