તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્વેલરી ડિઝાઈનમાં ગોલ્ડન કરિયર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અગાઉના જમાનામાં અમુક કળા-કૌશલ્ય જે તે જ્ઞાતિ પૂરતાં જ મર્યાદિત હતાં, જે આજના સ્પર્ધાત્મક યુગમાં સૌ કોઈ માટે ઉપલબ્ધ થઈ ચૂક્યાં છે. એમાંનો એક છે, જ્વેલરી ડિઝાઇનિંગનો વ્યવસાય. કહેવાય છે કે હીરાની ઓળખ ઝવેરી જ કરી શકે. અહીં હીરાની ઓળખ કર્યા બાદ તેનું યોગ્ય રીતે કટિંગ કરીને તેને ગોલ્ડ, વ્હાઇટ ગોલ્ડ કે સિલ્વરમાં યોગ્ય જગ્યામાં મૂકવાનો રહે છે. સમગ્ર જ્વેલરીમાં બારીક, નવા જ પ્રકારની ક્રિએટિવ ડિઝાઇનનો ઉપયોગ કરવાનો રહે છે.
જ્વેલરી ડિઝાઇનિંગનો તફાવત : પાંચેક હજાર વર્ષ જૂની આ કારકિર્દી શરૂઆતમાં એક કૌટુંબિક વ્યવસાય જ હતો. મોટે ભાગે હાથ વડે કરાતી ડિઝાઇનિંગમાં મશીન-ટેક્નોલોજીનું સ્થાન નહોતું. અહીં વ્યવસાયની ટેક્નિકલ બાબતોને રહસ્યમય રીતે ગુપ્ત રખાતી. કુટુંબની એક પેઢી પોતાની જ બીજી પેઢીને જે તે ખાનગી માહિતી શીખવતી.
જ્વેલરી ડિઝાઇનિંગ કારકિર્દીના પાથ-વે : S.S.C, H.S.C. (કોઈ પણ પ્રવાહ) →બેચલર ઓફ ડિઝાઇનમાં ગ્રેજ્યુએશન →પ્રતિષ્ઠિત કંપનીમાં ઇન્ટર્નશિપ જોબ/સ્વતંત્ર વ્યવસાય સાથે માસ્ટર ઇન ડિઝાઇનિંગ.
જ્વેલરી ડિઝાઇનિંગના અભ્યાસક્રમોની ફી : * ટૂંકા ગાળાનો કોર્સ : 25થી 80 હજાર
* ગ્રેજ્યુએશન કોર્સ : વાર્ષિક 1થી 2 લાખ
* પોસ્ટ ગ્રેજ્યુએશન : આશરે 3 લાખ
અભ્યાસક્રમ બાદ પ્રાપ્ત થતી રોજગારીની તકો :
આર્ટિસ્ટ/કલાકાર (જ્વેલરી ડિઝાઇનર) : અદ્યતન તેમજ ક્રિએટિવ ડિઝાઇનરની ડિઝાઇન દીઠ ફી
ફેશન જ્વેલર : આવી વ્યક્તિ ફેશન ઇન્ડસ્ટ્રીઝ માટે જ્વેલરી ડિઝાઇનિંગનું કાર્ય કરે છે. સામાન્ય રીતે તેઓને મળતું વેતન જ્વેલરી ડિઝાઇનર કરતાં વધુ હોય છે.
બેપીડરી : વિવિધ પ્રકારના દાગીનાઓમાં જરૂરિયાત મુજબ વધુ કે ઓછી કિંમતના સ્ટોન લગાડવાના નિષ્ણાત કે જેઓ મોટા કોર્પોરેટ હાઉસમાં નોકરી મેળવી શકે.
ઉત્પાદક : જ્વેલરી ડિઝાઇનિંગની પોતાની ખુદની બ્રાન્ડ બનાવીને નાના એકમથી શરૂ કરીને મોટું મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપનાર. જોકે, અહીં મોટા પાયા પર મૂડીની આવશ્યકતા રહે છે.
ગોલ્ડ સ્મિથ (સોની) : તેઓ લગભગ તમામ પ્રકારની જ્વેલરીનું ડિઝાઇનિંગ કરે છે.
કારીગર: મોટા સોની પાસેથી આઉટ સોર્સિંગનું કાર્ય મેળવે છે. તેમજ ડાયરેક્ટ ગ્રાહકનું નાનું-મોટું રિપેરિંગ કામ પણ કરે છે.
જ્વેલરી ઓક્સનર (જ્વેલરીની હરાજી કરનાર) : જૂના જમાનાની તેમજ કલાત્મક જ્વેલરીની હરાજી કરનાર તેઓ આ માટેની મોટી કંપનીઓમાં નોકરી કરવા ઉપરાંત સ્વતંત્ર રીતે વ્યવસાય પણ કરી શકે છે.
કરિયર T20 : જ્વેલરી ડિઝાઇનિંગ એ ભારતના સૌથી વધુ ઝડપથી વિકસતા ઉદ્યોગોમાંનો એક છે. વિશ્વના કુલ 65 અબજ ડોલરના સોનાના વપરાશ પૈકી 20% હિસ્સો ભારતનો છે. જોકે, આ ફિલ્ડમાં કંપનીઓ દ્વારા નોકરીની જાહેરાત કરવામાં આવતી નથી. આથી જ્વેલરી ડિઝાઇનરે પોતાનું જ નેટવર્ક ઊભું કરવું પડે છે. તે માટે જ્વેલરી ડિઝાઇનિંગના એક્ઝિબિશન તેમજ ફેરમાં સ્વખર્ચે ભાગ લેવો
પડે છે!
અન્ય સમાચારો પણ છે...