તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વર્ગનું સામ્રાજ્ય તમારા હૃદયમાં જ પડ્યું છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સદીઓ પહેલાં લાહોરમાં સેક્યુલર ફેસ્ટિવલ ઊજવાતો હતો. દરેક ધર્મના લોકો સાથે મળીને પતંગો ચગાવતા હતા. આ ફેસ્ટિવલ ‘લાહોર બસંત’ તરીકે ઊજવાતો
શિકાગો સાથે વિવેકાનંદનાં સ્મરણો જોડાયેલાં છે. હિન્દુ ધર્મનું સમગ્ર દર્શન કરવું હોય તો તમારે સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ પાસે બેસવું જોઈએ. રાજકીય પક્ષો તો પોતાની વિચારધારાને ફિટ બેસતા હોય એવાં ક્વોટેશનોના બિલ્લાઓ લઈને ફરતા હોય છે. વિવેકાનંદને અખિલાઈમાં જોવાની કોઈને ફુરસદ નથી. વિવેકાનંદના કસ્ટમર થવા કરતાં એનું સમગ્ર દર્શન કરવું એમાં વિવેકબુદ્ધિની જરૂર પડે છે. વિવેકાનંદ સર્વધર્મ સમભાવના પ્રેરક હતા.

વિવેકાનંદને સાચા અર્થમાં સમજવા મારી મથામણ ચાલે છે. ઈસુ ખ્રિસ્ત વિષે વિવેકાનંદે જે શબ્દો કહ્યા હતા તે યાદ આવી ગયા છે. વિવેકાનંદ કહે છે, ‘ઈસુ એક આત્મા હતા, આત્મા સિવાય એ બીજું કંઈ જ નહોતા. આ આત્માએ એના દેહ પાસે જે કામ કરાવ્યાં તે બધાં કામો માનવકલ્યાણ માટે હતાં. તે વિદેહી બંધનમુક્ત આત્મા હતા. ઈસુ કહેતા હતા કે સ્વર્ગનું સામ્રાજ્ય તમારા હૃદયમાં જ પડ્યું છે. તમે એને જાણો. પોતાની સ્વજાતિ માટે જ નહીં, પણ વિશ્વના અનેક માનવવંશો માટે ઈસુ પ્રેરક હતા.’

વિવેકાનંદજી ઇસ્લામ ધર્મને પણ બહુ સન્માન આપતા હતા. વિવેકાનંદે બહુ જ સ્પષ્ટ ભાષામાં લખ્યું છે, ‘આપણી પોતાની માતૃભૂમિ એ ઇસ્લામ અને હિન્દુધર્મનું જંક્શન છે. ઇસ્લામ એ શરીર છે અને વેદાંત એ દિમાગ છે. ઇસ્લામ વિના હિન્દુધર્મ અધૂરો છે. For our own motherland a junction of the two great systems, Hinduism and Islam ‘Vedanta brain and Islam body’ is the only hope. I see in my mind’s eye the future perfect India rising out of this chaos and strife, glorious and invincible, with Vedanta brain and Islam body.

સર્વધર્મ સમભાવ એ જ સર્વોપરી છે. આપણું બંધારણ સેક્યુલર છે. ફરીદ ઐયાઝ પાસે અમીર ખુસરો વિષે ખૂબ વાતો કરવી હતી, પણ સમયના અભાવે થઈ શકી નહીં. શાયર દંપતી અશરફ અને મધુમતીએ મને કહ્યું કે શિકાગોમાં ‘અમીર ખુસરો ફાઉન્ડેશન’ ચાલતું હતું. મને જેટલી માહિતી પુસ્તકોમાંથી મળી તે વાંચીને હું મુગ્ધ થઈ ગયો. સેક્યુલારિઝમના પ્રથમ ઉદ્્ગાતા અમીર ખુસરો હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે સદીઓ પહેલાં લાહોરમાં સેક્યુલર ફેસ્ટિવલ ઊજવાતો હતો. દરેક ધર્મના લોકો સાથે મળીને પતંગો ચગાવતા હતા.
આ સેક્યુલર ફેસ્ટિવલ ‘લાહોર બસંત’ તરીકે ઊજવાતો હતો. આ મેળો ‘સેક્યુલર ફેસ્ટિવલ ઓફ પાકિસ્તાન’ તરીકે ઊજવાતો હતો. એ પછી 2005માં પાકિસ્તાને સેક્યુલર ફેસ્ટિવલ ઉપર પ્રતિબંધ મૂકો દીધો. લોકોએ ખૂબ વિરોધ કર્યો, તોફાનો થયાં, પણ ક્રૂર રાજકારણીઓને આંખમાં કણાની માફક ખૂંચતું હતું એટલે પ્રતિબંધ મુકાઈ ગયો. Lahori Basant has historically been the only truly secular festival of Pakistan. Banned by inept governments, to please religious extremists, a corrupt police department. આ બધું વાંચ્યા પછી એવું ફીલ થાય કે વિચારધારા કરતાં ચારિત્ર્યનો વધારે મહિમા છે. ચારિત્ર્ય વિના વિચારધારા સાવ નક્કામી છે. સાવ જમીન ઉપર બેઠેલા માનવીને ઊંચેથી પાડવાનો ભય લાગતો નથી.

એક વિખ્યાત શાયરે બહુ સાચું લખ્યું છે, ‘क्या बनाने आये थे क्या बना बैठे। कहीं मंदिर बना बैठे कहीं मस्जिद बना बैठे। हमसे तो जात अच्छी है परिंदों की, कभी मंदिर पर जा बैठे, कभी मस्जिद पर जा बैठे।’
અન્ય સમાચારો પણ છે...