તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોદી અને મુસ્લિમો તલ્લાકે બાંધ્યાં બંધન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોદી અને મુસ્લિમો તલ્લાકે બાંધ્યાં બંધન
 ‘લોકો શિકાર પછી, યુદ્ધ દરમિયાન અને ચૂંટણીઓ પહેલાં જેટલું ખોટું બોલે છે એટલું ખોટું બીજા કોઈ પ્રસંગે બોલતા નથી. - ઓટો થાન બિસ્માર્ક
એમણે કહ્યું, મુસ્લિમો ક્યારેય મોદીને વોટ આપશે જ નહીં, એમણે કહ્યું, ભાજપ તો હિન્દુવાદી પાર્ટી છે. મુસ્લિમો ભરોસો મૂકશે જ નહીં, એમણે કહ્યું, ‘માયાવતીએ સૌથી વધુ મુસ્લિમ ઉમેદવારને ઊભા કર્યા છે. એમણે કહ્યું અને કહેતા જ રહ્યાં. જોરશોરથી, ઢંઢેરા પીટીને, જ્ઞાનની દુહાઈ દઈને. શકટનો ભાર જેમ શ્વાન તાણે (ગાડા નીચે ચાલતું કૂતરું એમ જ માને કે ગાડાનો ભાર એના જ ખભે છે અને
એ જ ગાડાને દિશા આપે છે) એમ એમણે જાતજાતની આગાહી કરી નાખી. હવે મુસ્લિમ વોટનું ગાડું

બીજી જ દિશામાં વળી ગયું છે અને ગાડા નીચે ચાલતાં કૂતરાંઓ અસમંજસમાં મુકાઈ જાય એવી હાલત સેક્યુલારિસ્ટો, વોટબેન્કના ઠેકેદારો અને માયાવતી જેવાં લોકોની થઈ ગઈ છે.
મુસ્લિમ વોટબેન્ક હવે સ્યૂડો સેક્યુલારિસ્ટો અને રાષ્ટ્રપ્રેમથી ડરતા લોકોનો આખરી ગઢ હતો. હવે એ ગઢ ધ્વસ્ત થઈ ગયો છે. યુ.પીની ચૂંટણી એ ભારતના રાજકારણની એક વોટરશેડ મોમેન્ટ છે. આવું શાથી થયું એ પંડિતો માટે અભ્યાસનો વિષય છે અને આવું કેમ થઈ ગયું એ સેક્યુલારિસ્ટો માટે આઘાતનો વિષય છે.

મોદી અને મુસ્લિમ વોટબેન્ક તલ્લાકના બંધને બંધાયા હોવાનું પ્રથમ નજરે લાગી રહ્યું છે. એક વાત તો સાફ સ્વીકારવી રહી કે ભાજપે ટ્રીપલ તલ્લાકનો મુદ્દો બહુ નિર્ભયતાથી ઉઠાવ્યો હતો. આ નીડરતા એમને ફળી છે. બીજું, સોશિયલ મીડિયાના આ જમાનામાં મુસ્લિમ સમાજ કે જે ખૂબ મોટો છે તેને પછાત રાખી શકાશે એ રણનીતિ બીજા પક્ષોને ભારે પડી ગઈ. આ મુસ્લિમ સમર્થન ભાજપ માટે પણ એક નવી દિશા ખોલનારું છે.

ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યમાં ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવાર ઊભો ન રાખ્યો છતાં મુસ્લિમોએ ખોબલે ખોબલે મતો આપ્યા. ભાજપના રાષ્ટ્રવાદી એજન્ડાને ઘણા મોટાભાગના મુસ્લિમોનું સમર્થન (સીધું કે આડકતરું) સ્પષ્ટ થઈ ગયું છે. દેશના તમામ મુસ્લિમો રાષ્ટ્ર વિરોધી છે અને એમને પાકિસ્તાનભેગા કરી દેવા જોઈએ એવો બકવાસ કરનારાઓના મોઢે હવે તાળાં મારવાં પડશે.  યુ.પી.એ દેશના મુસ્લિમોને એક નવો જ રાહ ચીંધ્યો છે. તુષ્ટિકરણના ફાલતુ દાવાઓ પછાત રાખવાના કારસાઓમાં મુસ્લિમોને હવે ભરમાવી શકાશે નહીં. મોદીનો ડર હવે વધારે ગહેરો બનશે.

સ્યૂડો સેક્યુલારિસ્ટો મોદીથી વધુ ડરતા થઈ જશે અને મુસ્લિમોના મનમાંથી મોદીનો ડર જતો રહેશે. આ પ્રથમવારની ઘટના નથી. 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારે શીખોની બેફામ કતલ થઈ હતી. 2002નાં રમખાણોમાં માર્યા ગયેલા મુસ્લિમો કરતાં 1984નાં રમખાણોમાં માર્યા ગયેલા શીખોની સરખામણીમાં વધુ હતી. છતાં 1992માં પંજાબમાં કોંગ્રેસી સરકાર સત્તા પર આવી હતી. 1984 અને 1992 વચ્ચે 8 વર્ષનો સમયગાળો હતો. 2002ને આજે 15 વર્ષ વીતી ગયાં છે. સમય બદલાઈ ગયો છે. મોદી હવે મુસ્લિમો માટે વધુ સ્વીકાર્ય બની ગયા છે.

દેવબંદની બેઠક કે જ્યાં 31 ટકા વસ્તી મુસ્લિમ છે ત્યાં પણ ભાજપનાે ઉમેદવાર જંગી બહુમતીથી જીત્યો છે એ આનો સૌથી મોટો પુરાવો છે.  દલિત રાજકારણ ખેલતા લોકોની સ્થિતિ પણ આટલી જ કફોડી છે. ઉના પાણીએ ગુજરાતને આગ લગાડવા આવેલા ઉત્તરપ્રદેશના નેતાઓના પોતાના જ ઘર નીચેની જમીન સરકી ગઈ છે. દલિતો અને મુસ્લિમોએ સેક્યુલારિસ્ટો પ્રત્યે દાખવેલી અસહિષ્ણુતા લાજવાબ છે. હવે સમય છે –આઝાદી પછીના સૌથી મોટા કામનો. યુ.પીના મુસ્લિમો સમજ્યા છે એ કાશ્મીરના મુસ્લિમોએ પણ સમજવું પડશે.

કોઈ પણ રીતના અલગાવથી દૂર રહેવું પડશે. 325થી 370 સુધી જવાનો સમય આવી  ગયો છે.
જનોઈવઢ : યુ.પી.ની 403 સીટમાં બહુજન સમાજ પાર્ટીની 24-25 ટકા દલિત વોટબેન્ક છે, જે દરેક વિધાનસભા બેઠક પર 50,000થી 60,000 વોટ જેટલા થાય છે. જો એમાં મુસ્લિમ વોટબેન્ક ઉમેરીએ તો બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારને કોઈ હરાવી નહીં શકે.
- માયાવતી (જાન્યુઆરી-2017માં)
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો