તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇશ્વરની નિકટતા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇશ્વરની નિકટતા
ધર્મના પ્રચારકો જેમ કે વાઇઝ અથવા ઝાહિદ વિશે ઉર્દૂ શાયરીમાં ઘણું લખાયું છે. ક્યારેક એમના વધારે પડતા આગ્રહ અને ઉપદેશો માટે કટાક્ષ પણ કરાયા છે. દાગ એક એવા શાયર હતા જે જાહોજલાલીમાં ઊછર્યા હતા અને એમની મહત્તમ શાયરી પ્રણય સંબંધો વિશે લખાઇ છે. આ શેરમાં પણ એ પ્રેમની જ હિમાયત કરે છે. શાયર કહે છે- એ ઉપદેશક (ઝાહિદ) પ્રેમ અથવા મહોબ્બત (આશિકી) દ્વારા જ તને ખુદા મળી શકશે. એ માત્ર પૂજાપાઠ કે પ્રાર્થના (બંદગી) કરવાથી નથી મળતો. કહેવાનું તાત્પર્ય છે કે ભલે તમે પૂજાપાઠમાં વ્યસ્ત રહો પણ જો સામાન્ય માણસ પ્રત્યે પ્રેમ કે સદ્્ભાવના નહીં દર્શાવી શકો તો ઇશ્વરની નિકટતાનો અનુભવ નહીં થાય. આજના વ્યસ્ત અને સંઘર્ષમય જીવનમાં માનવીયતા ઘટી રહી છે. અમુક લોકો ધાર્મિક હોવાનો દેખાવ જરૂર કરતા હોય છે પણ કોઇને મદદ કરવાની વાત આવે ત્યારે સંકોચ અનુભવે છે. આજે સામાન્ય વ્યક્તિ એટલી સ્વ-કેન્દ્રિત થઇ ગઇ છે કે પોતાના વર્તુળની બહાર ઘટતી ઘટનાઓથી એને કોઇ સંબંધ નથી હોતો. ગાલિબ એક શેરમાં કહે છે તેમ- ‘આદમી કો ભી મયસ્સર (માફક) નહીં ઇન્સાં હોના.’ આદમીને આજે ઇન્સાન થવું પણ ફાવતું (મયસ્સર) નથી.

કાવાદાવાનો શિકાર: દારા શિકોહ
થોડા સમય પહેલાં દિલ્લીના ડેલહાઉસી રોડનું નામ બદલી દારા શિકોહ માર્ગ રાખવામાં આવ્યું છે. શાહજહાં અને મુમતાજનો જ્યેષ્ઠ પુત્ર દારા એક રાજદ્વારી કરતાં દાર્શનિક વધારો હતો. પોતાની યુવાનીમાં જ્યારે શાહજહાંએ બળવો કર્યો હતો ત્યારે નૂરજહાંએ દારાને પોતાની પાસે બાન રાખ્યો હતો. નાનપણમાં જ માતા-પિતાથી અલગ કરી દેવાયેલા બાળકના મન પર રાજદરબારી કાવાદાવા પ્રત્યે નફરત પેદા થઇ ગઇ હતી. દરેક ધર્મ પ્રત્યે સમાન આદર રાખનાર દારાએ હિન્દુ ધર્મના પ્રાચીન ગ્રંથોનો ફારસી અનુવાદ કરાવ્યો જેના આધારે પાછળથી એમનું રૂપાંતર યુરોપિયન ભાષાઓમાં થયું. ગાદીનો ખરો વારસદાર દારા શિકોહ હતો પણ સૂફી સંતોની સંગત અને પુસ્તકાલયોમાં વ્યસ્ત રહેનાર આ પાટવી કુંવરનું માત્ર 44 વર્ષની ઉંમરે, ઔરંગઝેબે ખૂન કરાવી દીધું અને પોતે રાજગાદી પર બેસી ગયો. જો દારા બાદશાહ બન્યો હોત તો આપણો ઇતિહાસ જુદા અંદાજમાં લખાયો હોત. {
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો