તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણસાઈ કેમ ખૂટી ગઈ છે આજે?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘વો ફરિશ્તે આપ તલાશ કરિયે કહાનિયોં કી કિતાબ મેં,
જો બુરા કહે ન બુરા સુને, કોઇ શખ્સ ઉનસે ખફા ન હો.’
- બશીર બદ્ર
ઉપદેશકો હંમેશ એકબીજાની સાથે હળીમળીને રહેવાની સલાહ આપતા હોય છે. હકીકતમાં જવલ્લેજ એવી કોઇ વ્યક્તિ હોય છે જેને કોઇની સાથે અણબનાવ કે નારાજગી ન થઇ હોય. કોઇના વિશે ખરાબ બોલવું નહીં અને કોઇનું ખરાબ સાંભળવું નહીં, આવી સલાહ અપાતી હોય છે પણ એનો અમલ ભાગ્યે જ કોઇ કરતું હોય છે. આ શેરમાં શાયર કહે છે- એવા ફરિશ્તા તો તમને માત્ર વાર્તાઓનાં પુસ્તકોમાં જ મળશે જે કોઇનું ખરાબ બોલે નહીં અને કોઇનું ખરાબ સાંભળે નહીં. જો આવી વ્યક્તિ ખરેખર મળી આવે તો એમનાથી કોઇ નારાજ (ખફા) ન રહી શકે.
આવું વર્તન સમાજની એક આદર્શ સ્થિતિ છે પણ માણસનો સ્વભાવ આવું થવા નથી દેતો. આજે સમાજમાં જો સૌથી વધુ ખૂટતી વસ્તુ હોય તો તે છે માણસાઇ. દરેક પોતાની દુનિયામાં જ ખોવાયેલા છે અને અન્યની પીડા સમજવાની સંવેદનશીલતા ગુમાવી બેઠા છે. ગાલિબે આ વ્યથાને એક શેરની પંક્તિમાં આ રીતે વ્યક્ત કરી છે- ‘આદમી કો ભી મયસ્સર (માફક) નહીં ઇન્સાં હોના.’ આજે માણસને ઇન્સાન બનવું પણ માફક નથી આવતું. તેમાં પણ શહેરી જીવન એટલું યાંત્રિક બની ગયું છે કે માનવીય સંબંધો ભુલાઇ રહ્યા છે.
આગળની સ્લાઇડમાં વાંચો, ફ્લેશ બેક
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો