તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુપ્રીમ કોર્ટનો 2016નો યાદગાર લેન્ડમાર્ક ચુકાદો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુપ્રીમ કોર્ટનો 2016નો  યાદગાર લેન્ડમાર્ક ચુકાદો
ઘરેલુ હિંસાના કાયદાના અમલથી સ્ત્રીઓને કાનૂની રક્ષાનો વિશાળ માર્ગ મળી આવ્યો છે. અત્યાર સુધી માત્ર આર્થિક બાબત અને એ પણ બહુ મર્યાદિત અર્થમાં કાયદો કામ કરતો, પણ આ કાયદાના અમલીકરણ બાદ હવે ભોગ બનેલી સ્ત્રીને આર્થિક કે સુવિધાની સાથોસાથ શાબ્દિક અને માનસિક હિંસા સામે પણ કવચ પૂરું પાડ્યું છે. એમાં પણ વખતોવખતના ચુકાદાથી એક નવું જ પ્રગતિકર રૂપ મળી આવે છે. સામાન્ય રીતે આપણે ત્યાં એ કહેવત છે કે, સ્ત્રીની દુશ્મન સ્ત્રી જ હોય છે.

આની પાછળ પુરુષપ્રધાન સમાજની માનસિકતા જબરદસ્ત રીતે કામ કરે છે, કારણ કે પુરુષપ્રધાન સમાજમાં જે પ્રતિબંધો છે, જે નિયમો છે તેનો અમલ કુટુંબની અન્ય સ્ત્રી દ્વારા જ કરાવાતો હોય છે. પછી તો એ વસ્તુ એવી રીતે વણાઈ જાય છે કે, સ્ત્રીઓ જ સામસામે આવી જાય છે અને આ માટે એક સ્ત્રી બીજી સ્ત્રી પર સખ્તાઈથી પેશ થાય છે. ઘરેલુ હિંસાના કાયદામાં કલમ 2qમાં પ્રતિવાદી એટલે ભોગ બનેલી વ્યક્તિ સાથે કૌટુંબિક સંબંધ ધરાવનાર કે સંબંધમાં રહેલો કોઈ પણ પુખ્ત વયનો પુરુષ પણ સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી આ અર્થ વિસ્તૃત બન્યો છે.

પર્સનમાં ‘સ્ત્રી’નો સમાવેશ થઈ શકે. બોમ્બે હાઇકોર્ટના જજમેન્ટની સામે સુપ્રીમ કોર્ટે એક શકવર્તી ચુકાદો આપ્યો. હાઇકોર્ટે ચાર વ્યક્તિ સામે ફરિયાદ ડિસ્ચાર્જ કરી જેમાં બે છોકરીઓ, એક સ્ત્રી અને બે છોકરીઓનો સમાવેશ થતો હતો. સુપ્રીમ કોર્ટની બેન્ચમાં જસ્ટિસ કુરિયન જોસેફ અને જસ્ટિસ આર. એફ નરીમાનના આ ચુકાદામાંથી એક નવો માર્ગ મળી આવ્યો અને ‘પુખ્ત ઉંમરનો પુરુષ’ શબ્દ ડિલીટ કરવાનું કહ્યું. આ શબ્દ બંધારણના સમાનતાના આદર્શનો ભંગ કરે છે.

બેન્ચે પોતાનાં 56 પાનાંના ચુકાદામાં બહુ જ વિશદ છણાવટ કરી કે, અત્યાર સુધીના કેસનો સ્ટડી કરતાં એ જણાયું છે કે, જ્યારે એક જ છત નીચે રહેતા હોય ત્યારે ઘરેલુ હિંસામાં અને સ્ત્રીને કનડગત કરવાના સંદર્ભમાં જોઈએ તો 16 કે 17 વર્ષ અને પુખ્ત ગણાતી વ્યક્તિમાં અને સ્ત્રી અને પુરુષમાં બહુ જ સૂક્ષ્મ ભેદ હોય. આથી 2qમાં આવતા આ બંને શબ્દો એડલ્ટ અને પર્સન બંને સમાન સ્થિતિમાં રહેતી વ્યક્તિ વચ્ચે ભેદ ઊભો થાય છે.

આ ચુકાદામાં આગળ જણાવ્યું છે કે, આ 2qમાં આ બહુ ઉપરછલ્લી સમજણ છે, કારણ કે 16-17 વર્ષનો મેમ્બર કે જે એક જ ઘરમાં રહેતા હોય એ ભોગ બનેલી વ્યક્તિ સામે ઘરેલુ હિંસામાં મદદ કરી શકે અને એક સ્ત્રી બીજી સ્ત્રી સામે ઘરેલુ હિંસાની ફરિયાદ કરી શકે. સ્ત્રી પુરુષથી પરાજિત થાય છે ભલે એની સામે પ્રત્યક્ષ ન હોય, પણ એની પાસે ઘરની અન્ય સ્ત્રીને મૂકી દેવામાં આવે છે કે જે એની પાસે સખતાઈપૂર્વક અમલ કરાવે છે. બેન્ચે સખતાઈના સિદ્ધાંતના કારણે આ શબ્દ ડિલીટ કરવા પડે. આર્ટિકલ 14ના ચોકઠામાં પણ આ બંધબેસતું નથી. આમ, સમાનતા અને ન્યાયના સિદ્ધાંતને લક્ષમાં રાખી સુપ્રીમ કોર્ટે આ ઓર્ડર કર્યો છે. સ્ત્રી પણ આમાં મદદ કરે છે અને આ કાયદાની અસરકારકતા માટે આ બહુ મહત્ત્વનો મુદ્દો છે.  
 
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો