તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંધારણમાં કોઇ પણ ભેદ અમાન્ય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છેલ્લા છએક મહિનાથી સતત જાતીય અસમાનતા અંગેની ચર્ચા થઈ. નોંધનીય બે ઘટના બની અને એ સમાચારે ન્યાયિક સમાનતાને વધુ બુલંદ બનાવી. એક તો શનિ શિંગણાપુરમાં ગર્ભગૃહમાં અને બીજી હાજી અલીની દરગાહમાં સ્ત્રીઓને જે પ્રવેશ નિષેધ હતો તે મુંબઈ હાઈકોર્ટે દૂર કરતો ચુકાદો આપ્યો. ન્યાયતંત્રનો આ પ્રયાસ ખૂબ જ સરાહનીય ગણી શકાય અને લોકોને, ખાસ તો સ્ત્રીઓનો ન્યાયતંત્રમાં વિશ્વાસ વધુ મજબૂત બન્યો.
આપણા બંધારણના આર્ટિકલ 14માં કાયદા સમક્ષ બધા સમાન ગણાયા છે. આર્ટિકલ 15માં ધર્મ, જાતિ, લિંગ કે જન્મના સ્થળ પર આધારિત ભેદભાવને પ્રતિબંધિત ગણવામાં આવ્યા છે.
આપણા બંધારણના આર્ટિકલ 14માં કાયદા સમક્ષ બધા સમાન ગણાયા છે. આર્ટિકલ 15માં ધર્મ, જાતિ, લિંગ કે જન્મના સ્થળ પર આધારિત ભેદભાવને પ્રતિબંધિત ગણવામાં આવ્યા છે

આ અંગેની મૂવમેન્ટ એવી હતી કે, શનિ શિંગણાપુરમાં સ્ત્રીઓને ત્યાં પૂજા કરવાની પરવાનગી નહોતી. આ માટે એડવોકેટ નીલિમા વાર્તાક અને એક્ટિવિસ્ટ વિદ્યા બાલે પી.આઈ.એલ. દાખલ કરેલી અને દલીલ કરેલી કે આ મૂળભૂત અધિકારનો ભંગ થાય છે અને તેમણે મહારાષ્ટ્ર હિન્દુ પ્લેસ ઓફ પબ્લિક વર્શીપ એક્ટ 1956નો આધાર લીધો, જેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, કોઈ પણ હિન્દુને કોઈ પણ જાહેર ધાર્મિક સ્થળે પ્રાર્થના કે અન્ય ધાર્મિક ક્રિયા કે મંદિર પ્રવેશ ન કરવા દેવા કે અટકાવનારને છ મહિનાની જેલની જોગવાઈ છે.

મુંબઈ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચના ચીફ જસ્ટિસ ડી.એચ. વાઘેલા અને જસ્ટિસ એમ.એસ. સોલંકીએ ઐતિહાસિક ચુકાદો આપ્યો કે, આવો કોઈ કાનૂન નથી કે, સ્ત્રીઓના પ્રવેશને અટકાવે અને એવું કરનાર સામે પોલીસ અને કલેક્ટર પગલાં લે.

આ જ રીતે મુંબઈ હાઈકોર્ટનો બીજો એક નોંધનીય ચુકાદો પણ તાજેતરમાં આવ્યો કે, મુંબઈ હાઈકોર્ટ સમક્ષ નૂરજહાં સફિયા નિયાઝ અને ઝાકિયા સોમાન જેઓ ભારતીય મુસ્લિમ મહિલા આંદોલનના કો–ફાઉન્ડરે કરેલી પી.આઈ.એલ.માં હાજી અલીની દરગાહમાં મજારમાં સ્ત્રીઓના પ્રવેશ નિષેધ પર મુંબઈ હાઈકોર્ટના જસ્ટિસ વી.એમ. કનાડે અને જસ્ટિસ રેવતી મોહિતે દરે ચુકાદો આપતાં જણાવ્યું કે, સ્ત્રીઓને પ્રવેશ કરવાનો બંધારણીય હક છે. બંધારણના આર્ટિકલ 14, 15 અને આર્ટિકલ 25ને અનુલક્ષીને પ્રવેશ નિષેધ ગેરબંધારણીય છે. હાજી અલી દરગાહ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ છે અને તે દરેક જાતિ, લિંગ કે સંપ્રદાયના લોકો ભેદભાવ વગર પ્રવેશ કરી શકે છે અને રાજ્યની એ ફરજ બની રહે છે કે, સ્ત્રીઓની સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા જાળવે.

હાઈકોર્ટે એમ પણ કહ્યું કે, ટ્રસ્ટ એવું દબાણ ન કરી શકે અને આવા પ્રતિબંધ માન્ય રાખી મૂળભૂત અધિકારોને દફનાવી ન શકે. આ પ્રતિબંધ 2012માં એકાએક લાદવામાં આવેલો. જે અંગે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે.
જોકે, ટ્રસ્ટે આ અંગે સુપ્રીમ કોર્ટમાં જવા માટેની પરવાનગી માગી છે, જે મંજૂર કરી છે. આમ, લોકશાહી દેશના બંધારણને અનુસરીને ન્યાયતંત્ર દ્વારા લિંગ, જાતિ, સંપ્રદાય કે અન્ય ભેદભાવ વગર લોકોના હક્ક હિતની રક્ષા કરતા આ ચુકાદા સ્ત્રી-પુરુષ સમાનતા અને માનવતાના ગૌરવને પુરસ્કૃત કરે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો