તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોટ્સએપ, સ્કાઇપ કે ઈ-મેઇલથી તલાક ગ્રાહ્ય રહે ખરા?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અલ્તાફ અને આયશાનાં નિકાહ–લગ્ન થયાં. બંને આધુનિક અને શિક્ષિત હતાં. આયશા સાસરામાં ગોઠવાઈ ગઈ હતી અને એકાદ વર્ષ થયું ત્યાં અલ્તાફને દુબઈની કોઈ કંપનીમાં જોબ મળી. દુબઇ ગયા પછી તે ફોન અને સ્કાઇપ પર મળતાં રહેતાં, પણ દિવસો જતાં આ બધું ઓછું થવા લાગ્યું. અલ્તાફનાં મા-બાપનું વર્તન પણ બદલાવવા લાગ્યું. થોડા દિવસ માટે એ એનાં મમ્મી-પપ્પા પાસે રહેવા ગઈ. હમણાં ઘણા દિવસથી અલ્તાફનો ફોન લાગતો ન હતો, લાગે તો એકદમ ટૂંકમાં પતાવી દેતો. એક દિવસ એકાએક વોટ્સએપની સ્ક્રીન પર મેસેજ આવ્યો, જે જોઈ આયશા અર્ધબેભાન જેવી થઈ ગઈ. ફોનની સ્ક્રીન પર 3 વાર તલાક, તલાક, તલાક લખાયેલું વંચાતું હતું. આયશાએ અને એનાં મા-બાપે બહુ જ પ્રયત્નો કર્યા, પણ ફોન સ્વિચ ઓફ બતાવતો હતો. અલ્તાફનાં મા-બાપ તરફથી પણ કોઈ જ રિસ્પોન્સ ન મળ્યો અને આયશાનું ભવિષ્ય આ રીતે ઉજ્જવળ બનવાને બદલે ઉજ્જડ બની ગયું.

બંધારણમાં સ્ત્રી પુરુષની સમાનતાનાે ખ્યાલ અહીં જળવાતો નથી. ત્રિપલ તલાકની સામે પ્રગતિશીલ મુસ્લિમ સ્ત્રીઓનો વિરોધ છે, જ્યારે સામે પક્ષે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડ ધાર્મિક સ્વાતંત્ર્યના બંધારણીય હકનો આગ્રહ રાખે છે અને એ લોકોના મતે મુસ્લિમ લો એ ધર્મનો એક ભાગ છે અને આ રીતે સોશિયલ મીડિયામાં વોટ્સએપ, સ્કાઇપ કે ઈ-મેઇલ દ્વારા અપાતા તલાકને માન્ય ન ગણી શકાય એવા સુપ્રીમ કોર્ટના ચુકાદાનો બોર્ડે વિરોધ કર્યો છે. ખુર્શીદ અહમદ ખાન વી, સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ 2015ના કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોઈ પણ ધર્મ, સંપ્રદાય કે પંથ અમુક રીતરસમની છૂટ આપે અથવા એની મનાઈ ન કરે એવા કારણથી એ ધાર્મિક ફરમાન કે કાયદો બની જતો નથી અને આવી છૂટને ધર્મના ફરજિયાત આદેશનો દરજ્જો ન આપી શકાય.

ટ્રિપલ તલાકની પ્રથા સામે વિરોધ કરતાં સાયરાબાનુએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં આ પ્રથાને મુસ્લિમ સ્ત્રીના બંધારણીય હકનો ભંગ થાય છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે પતિ દ્વારા અપાતા એકતરફી છૂટાછેડા અને બીજાં લગ્ન સામે પત્ની માટે કોઈ બચાવ નથી. કોર્ટે આ કેસોમાં કહ્યું છે કે બહુપત્નીત્વની પ્રથા સમાજનાં નૈતિક મૂલ્યોની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટે પહેલાં જ કહ્યું છે કે બહુપત્નીત્વ ધર્મનું (અહીં ઇસ્લામનું) અવિભાજ્ય અંગ નથી. વળી, બંધારણની કલમ 25 દ્વારા માત્ર ધાર્મિક આસ્થાને રક્ષણ અપાયું છે.

ટ્રિપલ તલાક સામેના વિરોધના અનુસંધાને કરેલી આ અરજીમાં સુપ્રીમ કોર્ટે સૂઓ મોટો દાખલ કરી છે અને જણાવ્યું કે, મુસ્લિમ પર્સનલ લોની આ પ્રથાનું પુન: અવલોકન કરવું જરૂરી લાગે છે કે જેનાથી મુસ્લિમ સ્ત્રીના માનવીય અને બંધારણીય હકનું ગૌરવ જળવાઈ રહે. આના અનુસંધાને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડે પક્ષકાર તરીકે જોડાવાની અરજી કરી, જે સુપ્રીમ કોર્ટે ગ્રાહ્ય રાખી છે. આમ, પ્રગતિશીલ મુસ્લિમ મહિલાઓ અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડ વચ્ચે કાનૂની જંગ શરૂ થયો છે.
pratibhathakker@yahoo.com
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો