વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે, ત્યારે માર્કેટ પણ મોન્સૂન એક્સેસરિઝથી ધમધમી ઊઠ્યું છે. રેઇનકોટ, છત્રી, કેપથી માંડીને રેઇની ફૂટવેર ફેશનિસ્ટાઓમાં એટ્રેક્ટિવ બન્યાં છે. સિઝન અનુસાર આઉટફિટની પસંદગી કરતી યંગી ગર્લ્સ મોન્સૂનમાં ડિફરન્ટ ફૂટવેરની શોધમાં રહે છે.
માર્કેટ મોન્સૂન એક્સેસરિઝથી ધમધમી ઊઠ્યું છે. રેઇનકોટ, છત્રીથી માંડીને રેઇની ફૂટવેર ફેશનિસ્ટાઓમાં એટ્રેક્ટિવ બન્યાં છે
સિમ્પલ છતાં સ્ટાઇલિશ ફૂટવેરમાં ઓપન ટોથી માંડીને ફ્લેટ સેન્ડલ્સ અને સ્લીપર્સ તેમજ મોજડી માર્કેટમાં આવી ગઈ છે. વળી, ફ્લિપફ્લોપ શૂ કેઝ્યુઅલ કોલેજવેર અને આઉટિંગમાં પણ પહેરી શકાય. એ રીતે જ રબર અને પ્લાસ્ટિકન શૂ સ્ટાઇલિશ અને ટ્રેન્ડી લુક આપે છે.
1. વાઇબ્રન્ટ પર્પલ કલરના રેઇની સેન્ડલ્સ
2. નાનકડા હોલ્સવાળા ક્રોક્સ શૂ મોન્સૂન માટે પરફેક્ટ રહે છે
3. પ્લાસ્ટિક મટીરિયલ મલ્ટિકલર્સ સેન્ડલ્સ ઇન ધિસ મોન્સૂન
4. જેલી રેઇન રબર બૂટ્સ ફોર મોન્સૂન
5. હાઇ ટેક નીઓ વોટરપ્રૂફ વેલિંગ્ટન બૂટ
6. પોલકા ડોટ શોર્ટ એન્કલ બ્લેક, વ્હાઇટ, પિંક બો વેલીઝ