સૌરાષ્ટ્રની શાન છે વાંકાનેરનો પેલેસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રની શાન છે વાંકાનેરનો પેલેસ
વાકાનેરના રાજવી મહારાણા રાજસાહેબ અમરસિંહજી ઝાલાએ ગઢિયા ડુંગર પર સમથળ જમીન બનાવી વિશાળ જગ્યામાં ભૂખરા ગુલાબી પથ્થરમાંથી ઇટાલિયન આરસપહાણ, બેલ્જિયમના કાળા આરસપહાણ, રાજસ્થાનના શ્વેત આરસપહાણ, ઇંગ્લેન્ડથી મંગાવેલું ટાવર, કીમતી કાચ જડેલી વિશાળ બારીઓ, વેનિસનાં ઝુમ્મર, કાંસાની કલાકૃતિઓ, ભવ્ય હાથીદાંત અને અલભ્ય ચીજવસ્તુઓથી છલકાતો ભવ્ય રણજિત વિલાસ પેલેસ બનાવડાવ્યો. 1907માં શિલારોપણ બાદ 20 વર્ષે એટલે કે 1927માં મહેલ તૈયાર થયો હતો અને 1928માં રાજકુટુંબે તેમાં પ્રવેશ કર્યો હતો. 33 એકર વિસ્તારમાં ફેલાયેલા આ રાજમહેલમાં ઘણી હિન્દી અને ગુજરાતી ફિલ્મોનાં શૂટિંગ થયાં છે. વાંકાનેરના યુવરાજ કેશરીદેવસિંહજી પેલેસની જાળવણી માટે સક્રિય રહે છે. સૌરાષ્ટ્રની શાન સમાન કલાત્મક રાજપેલેસ અને વાંકાનેર સિટીની ડ્રોન કેમેરાથી તસવીર ઝડપેેલ છે.
અન્ય સમાચારો પણ છે...