સૌરાષ્ટ્ર-કચ્છની બાઉન્ડ્રી : ચોટીલા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર-કચ્છની બાઉન્ડ્રી : ચોટીલા

નેશનલ હાઇવે ઓથોરિટીએ ગુજરાતમાં હાઇવે કમ્ફર્ટેબલ અને ટ્રાફિકમુક્ત બને તે માટે અનેક અદ્દભુત પ્રયોગો કર્યા છે. તેમાં ચોટીલાથી 12 કિમી. દૂર બામણબોર બાઉન્ડ્રીએથી સૌરાષ્ટ્ર-કચ્છના બે ફાટા પાડતો મહત્ત્વપૂર્ણ નેશનલ હાઇવે છે. અહીંથી રાજકોટથી અમદાવાદ, વડોદરા, મુંબઈ કે સમગ્ર દેશ તરફ જવાનો સાનુકૂળ હાઇવે છે. મેઇન હાઇવે રાજકોટ-અમદાવાદને સીધો રાખ્યો છે,

પણ કોઈ પણ વાહનને કચ્છ તરફ જવું હોય તો ગોળાકાર રસ્તેથી ઉપર ચડી નાળું ક્રોસ કરીને જવાનું. આ ગોળાકાર હાઇવેને ખાસ ટેક્નિક કર્વ (ગોળાઈ)ને સમતોલ રાખવા એક તરફનો રસ્તો ઊંચો રાખવામાં આવ્યો છે, જેથી ગોળાઈમાં આસાનીથી વાહન ચાલી શકે. આવો નિયમ રેલવેમાં હોય છે. તમે જ્યારે આ ગોળાકાર રસ્તા પર સફર કરતા હો ત્યારે કોઈ હિલસ્ટેશન પર ચઢતા હોય તેવી અનુભૂતિ થાય છે. જુઓ, ડ્રોન કેમેરા દ્વારા આ બાઉન્ડ્રીનો મન પ્રફુલ્લિત કરતો એરિયલ વ્યૂ.
અન્ય સમાચારો પણ છે...