ધરમશીભાઈ શાહ કલાગુરૂ

સ્મરણીય કલાપારખુ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આ કલાનગરીને સીંચવાનું ભગીરથ કામ કર્યું છે.

Divyabhasakar.com | Updated - Aug 23, 2010, 04:00 AM
Art teacher Dharmshibhai Shah
dharmshi-bhai-shahભાવનગરના પ્રાત: સ્મરણીય કલાપારખુ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આ કલાનગરીને સીંચવાનું ભગીરથ કામ કર્યું છે. માત્ર ૧૫ વર્ષની ઉંમરે નર્તક બનવાનું ધ્યેય નક્કી કરી અભૂતપૂર્વ સાધના દ્વારા નેત્રદિપક સિદ્ધિ મેળવનાર કલાગુરૂ તરીકે સુવિખ્યાત ધરમશીભાઈ ભાવનગરના શાસ્ત્રીય નૃત્ય ક્ષેત્રના અનેક કલાકારોના પ્રેરણાસ્તક્ષેત્ર છે. કિર્તી કે કલદારની પાછળ જવાને બદલે ભાવનગરને જ સાધના ક્ષેત્ર તરીકે પસંદ કરી આ શહેરમાં સાંસ્કૃતિક વાતાવરણ સર્જનારા આ સર્જક ભાવનગરના ‘સુપરસ્ટાર’ છે. નામ : ધરમશીભાઈ મુળજીભાઈ શાહ. કલા : નૃત્ય-સંગીત-સંગીત વાધ્ય વિશારદ-નૃત્ય અલંકાર. સિદ્ધિઓ : અખિલ ભારતીય મહા વિદ્યાલય દ્વારા મહા મહોપાધ્યાય પી.એચ.ડી. વેઠેલો સંઘર્ષ : નૃત્ય વિષય લઇ કારકિર્દી બનાવવા માટે ઘર-સમાજ છોડ્યા. યાદગાર ક્ષણ : ૧૯૩૫માં શ્રી કૃષ્ણકુમારસિંહજી મહારાજાના કહેવાથી શ્રી ઉદયશંકરને ભાવનગરમાં તેમના ન્úત્યો રજૂ કર્યા તે જોયા પછી મારી ૧૫ વર્ષની ઉંમરે નિશ્વય કર્યો કે બનીશ તો નર્તક જ. જીવનનો દુ:ખદ પ્રસંગ : આ ક્ષેત્રમાં મને પ્રવૃત્ત કરનાર મુ.મુળશંકરભાઈનું અવસાન. શોખ : મારો શોખ અને વ્યવસાય નૃત્ય. સફળતાનું સૂત્ર : સંગીત (ગાયન-વાદન-નર્તન) એક જ વિષયમાં સતત સાધના કરી તેણે મને સફળતા આપી છે. કલાનગરી ભાવનગરમાં શું ખૂટે છે : કલાનગરી ભાવનગરને એક થઇને કલાનું કામ નથી થતું તે થાય તો હજુ આપણું સ્થાન કલાનગરી માટે ખૂટતી કડી મળી જાય. જીવનની ફિલોસોફી : શોખ અને વ્યવસાયને ધર્મની પૂજાની જેમ જીવવા પ્રયત્ન કરવાની ધગશ રાખી કાર્ય કરવું. જીવનમંત્ર : પોતાના કાર્ય પ્રત્યે સંનિષ્ઠ રહેવાના પ્રયત્ન. કર્યું સ્વપ્ન હજૂ અપૂર્ણ છે : ‘સ્વપ્ન’ ક્યારે પણ પૂર્ણ ન થાય જેમ જેમ પ્રગતિ કરીએ તેમ તેમ આપણું નિશાન ઉંચુ થતું જાય છે. સંદેશો : આ સંગીત-નૃત્યમાં આવનારે સાધના કરવી અતિ આવશ્યક છે તે વગર ટેકનિક આવે પણ જ્ઞાન નહીં.

X
Art teacher Dharmshibhai Shah
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App