તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલમની જાદુઈ કમાલ કરનારા ઈબ્ને સફી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલમની જાદુઈ કમાલ કરનારા ઈબ્ને સફી
અગાઉ આપણે વાત કરી કે ઈબ્ને સફીના આગમન પહેલાં હિન્દુસ્તાનમાં જાસૂસી નવલકથાની કોઈ સ્થાપિત પરંપરા હતી જ નહીં. હા, એમના પહેલાં ઘણા લોકોએ પ્રયત્ન જરૂર કર્યા હતા. જેમકે, એક લોકપ્રિય નામ હતું, લેખક-અનુવાદક તીર્થરામ ફિરોઝપુરીનું. લાહોરના આ માણસે ભલે મૌલિક જાસૂસી વાર્તાઓ લખી નહોતી, પણ અંગ્રેજીની અનેક પ્રસિદ્ધ જાસૂસી નવલકથાઓનો ઉર્દૂમાં જે રીતે અનુવાદ કર્યો હતો એમાં મૂળ ઉર્દૂ ભાષાનો આસ્વાદ જોવા મળ્યો. આ કારણે તેઓ લોકપ્રિય બન્યા હતા. તેમણે પોતાના પ્રકાશક માટે ભરપૂર દોલત ભેગી કરી.

ઈબ્ને સફીએ જાસૂસી કહાનીની દુનિયામાં તીર્થરામ ફિરોઝપુરી પછીના વ્યક્તિ તરીકે જ ડગ માંડ્યા. જોતજોતામાં તો હિન્દુસ્તાન અને પાકિસ્તાનના લોકોને એક તાંતણે બાંધીને પોતાની કલમની જાદુઈ તાકાતમાં જકડી લીધા. આ શરૂઆતનાં 64 વર્ષ પછી અત્યાર સુધી ઈબ્ને સફીનું નામ અને તેમનું કામ જીવિત છે. ઈબ્ને સફીના આ શ્રેષ્ઠ પાત્રનું જ પરિણામ છે કે તેમણે કોઈ પણ પ્રકારના દબાણ વિના, નીડરતાથી આગળ આવીને એ હકીકતનો ખુલાસો કર્યો કે તેમણે પોતાની પહેલી નવલકથા ‘દિલેર મુજરિમ’નો પ્લોટ અંગ્રેજીમાંથી લીધો હતો.

એ સમયે ઈબ્ને સફીને આ ખુલાસા બદલ એવી ઘણી બધી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો કે તેઓ સસ્તા સાહિત્યને રજૂ કરીને સારા સાહિત્યને નુકસાન પહોંચાડી રહ્યા છે. જોકે, તેમણે આવો હિંમતભર્યો ખુલાસો કરવાનો નિર્ણય પણ સમજીવિચારીને જ લીધો હતો. 1947માં આઝાદી પછી સમાજમાં સતત વધી રહેલા અપરાધ દરેક માણસ માટે મુખ્ય ચિંતાનો વિષય હતો. ઈબ્ને સફી પણ આ લોકોમાં સામેલ હતા... ‘હું ખૂબ જ વિચારતો રહ્યો. છેવટે એ પરિણામ પર આવ્યો કે માણસમાં જ્યાં સુધી ઝનૂન પૈદા નહીં થાય આવું બધું થતું રહેશે. મારું એ મિશન છે કે લોકો કાયદાનું પાલન કરતા શીખે. જાસૂસી નોવેલનો માર્ગ મેં એટલા માટે જ અપનાવ્યો હતો.’

ઈબ્ને સફીની જાસૂસી દુનિયાનાં બે મુખ્ય પાત્રો કે જે ઉર્દૂમાં કર્નલ ફરીદી અને સાર્જેન્ટ હમીદ હોય અને હિન્દીમાં વિનોદ અને હમીદ બની જતાં. આ પાત્ર સર આર્થ કાનન ડાયલના શેરલોક હોમ્સ અને વોટસનની જોડી આધારિત રચવામાં આવ્યાં હતાં. એ પછીના દોરમાં ઈબ્ને સફીની ઈમરાન સિરીઝ (હિન્દીમાં રાજેશ) આવી જે તેમનો મૌલિક આઇડિયા હતો. ઈબ્ને સફીએ તેમની વાર્તાઓમાં રહસ્ય-રોમાંચની સાથે સામાજિક પ્રવૃત્તિઓને પણ જીવંત રાખીને વાર્તા કહેવાનો દિલચસ્પ અંદાજ અપનાવ્યો. તેમનો આ અંદાજ ક્યારેક હસાવતો, ક્યારેય ગલગલિયાં કરાવતો અને ક્યારેક વિચારવા માટે મજબૂર પણ કરતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો