તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાખો દિલોની ધડકન બન્યા મુકરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુકરીએ અશ્લીલ સંવાદ વિના, કોઈ પ્રકારના ગંદા ઈશારા અને મોઢું મચકોડ્યા વિના સૌની અપેક્ષા હંમેશાં સંતોષી હતી.

દિલીપકુમાર સાથે તેમણે ‘પ્રતિમા’ અને ‘અનોખા પ્યાર’ તેમજ ‘અમર’ (1954), ‘આન’ (1959), ‘કોહિનૂર’ (1960), ‘રામ ઔર શ્યામ’ (1967), ‘ગોપી’ (1970), ‘બૈરાગ’ (1976), ‘વિધાતા’ (1982), ‘કર્મા’ (1986) અને ‘ઈજ્જતદાર’ (1990)માં સહયોગી ભૂમિકા નિભાવી. એ પછી હોલિવૂડની પ્રખ્યાત મોટુ-પતલુ, છોટુ-લંબુ ટાઇપની કોમેડિયન જોડી લોરેલ-હાર્ડીની ભવ્ય સફળતાથી બોલિવૂડ પણ અંજાયું. આ સફળતાને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અજમાવવા માટે કેટલાય કોમેડિયન્સે જોડી બનાવી. એ જોડીમાં ઘણે અંશે સફળતા મળી.
એમાં સૌથી પહેલી જોડી દીક્ષિત અને ગોરીની જોડી ગણાય છે. એ પછી ગોપ અને યાકુબે આ સક્સેસને આગળ વધારી. આઈ.એસ. જોહરને કોઈ લાંબો કે ગોળમટોળ ન મળ્યો તો તેમણે દૂબળા-પાતળા મજનુ સાથે જોડી બનાવી. 1949માં સાડા છ ફૂટ ઊંચા અને મજબૂત બાંધાના શેખ મુખ્તારે ફિલ્મ ‘દાદા’થી મુકરી સાથે છોટુ-લંબુની જોડી બનાવી. લોકોએ આ જોડીને ભરપૂર વખાણી. ‘ઉસ્તાદ પેડ્રો’ (1951), ‘મંગુ’ (1954), ‘ડાકુ કી લડકી’ (1954), ‘દો મસ્તાને’ (1958), ‘બારુદ’ (1960), ‘ઉમરકેદ’ (1961), ‘દિલ્હી કા દાદા’ (1962), ‘શબનમ’ (1964) જેવી અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું.

મુકરીની ફિલ્મોની યાદી તો ઘણી લાંબી છે પણ તેમના જીવનની કહાણીય ઓછી દિલચસ્પ નથી. લગભગ 600 ફિલ્મો અને જિંદગીની તેમની સફર 78 વર્ષની રહી. આ 78 વર્ષમાંથી પહેલા 20 વર્ષમાં મુકરીએ ભણવાની બીકે ઘેરથી ભાગીને ફૂટપાથ પર રાતોની રાતો પસાર કરી, તો ક્યારેક ઈરાની હોટલમાં વાસણ ધોવાનું પણ કામ કર્યું. ફિલ્મોમાં તેમણે એન્ટ્રી લીધી તો અચાનક જાણીતા નિર્માતા-નિર્દેશકોનાં દ્વાર તેમના માટે ખૂલી ગયાં. મહબૂબ ખાન જેવા મહાન નિર્દેશકે ‘આન’થી માંડીને ‘મધર ઈન્ડિયા’ અને ‘સન ઓફ ઈન્ડિયા’માં પણ તેમને સાથે રાખ્યા. મનમોહન દેસાઈએ મુકરીને અમિતાભ બચ્ચન સાથે લગભગ દરેક ફિલ્મમાં રાખ્યા.
‘અમર, અકબર, એન્થની’ (1977), ‘નસીબ’ (1981), ‘કુલી’ (1983) જેવી ઘણી ફિલ્મોમાં તેઓ સાથે જોવા મળ્યા. 80ના દાયકામાં ફિલ્મોના રંગરૂપમાં આવેલા પરિવર્તન પછી લાખો દિલોની ધડકન બનેલા આ માણસને બીમારી ઘેરી વળી. મુકરી વિશે અજાણી વાત કહું તો તેમને રેસનો ગજબનો શોખ હતો. મુંબઈમાં મહાલક્ષ્મી રેસકોર્સ પર અનેક ફિલ્મસ્ટાર્સ, નિર્માતા-નિર્દેશકો સાથે મુકરી દર રવિવારે હાજર રહેતા અને રંગ જમાવતા. તેઓ ઘોડા પર દાવ તો લગાડતા જ પણ તેમની પાસેય ઘોડા હતા. તેમના એક ઘોડાનું નામ ‘ગુડ હોપ’ હતું. ‘સુનીલા’ નામની ઘોડી પણ તેમની પાસે હતી. આ નામ તેમણે સુનીલ દત્ત સાથેનો પોતાનો પ્રેમ પ્રગટ કરવા માટે રાખ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો