તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધારેલું મળતું નથી, મન માનતું નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘ઉસકી હસરત હૈ જિસે દિલ સે મિટા ન સકૂં,
ઢૂંઢને ઉસકો ચલા હૂં જિસે પા ભી ન સકૂં.’ - અમીર મીનાઇ

જીવનમાં ક્યારેક આપણે એવું સ્વપ્ન કે ધ્યેય રાખતા હોઇએ છીએ જેને પામવો અશક્ય હોય. ધ્યેય પ્રાપ્તિમાં ક્યારેક પોતાની મર્યાદાઓ પણ નડતી હોય છે. તેમ છતાં આવા સ્વપ્નને ત્યજી નથી શકાતું. અમીર મીનાઇ આ શેરમાં આવી ભાવનાને આ રીતે વ્યક્ત કરે છે. આ એવી આકાંક્ષા (હસરત) છે જેને મારા મનથી ભુલાવી નથી શકતો.
હું એની ખોજમાં નીકળ્યો છું જેને પામી નથી શકવાનો. એ વાતથી આપણે સભાન હોઇએ કે ધારેલું મળવાનું નથી તેમ છતાં એની ઇચ્છા છોડવા માટે મન માનતું નથી. સ્પેનિશ ફિલસૂફ ઓર્તેગા ગસેતનું એક જાણીતું કથન છે- ‘આઇ એમ આઇ પ્લસ માય સર્કમટંસીઝ’ હું હું તો છું જ વત્તા મારા સંજોગો.
દરેક સફળ વ્યક્તિ પોતાના સંજોગો પ્રમાણે વર્તે છે અને તે પ્રમાણે જ પોતાના ધ્યેયને પ્રાપ્ત કરતી હોય છે. સંજોગો પ્રમાણે આપણું વ્યક્તિત્વ પણ બદલાતું રહે છે. જે સ્વપ્ન આપણા સંજોગોને અનુરૂપ ન હોય તેને પામવા માટે સંજોગોને બદલવા પડે છે. તે સિવાય સ્વપ્ન માત્ર સ્વપ્ન જ રહી જતું હોય છે. મન માને કે ન માને વાસ્તવિકતા બદલાતી નથી હોતી.
અન્ય સમાચારો પણ છે...