વૃંદાવન કે વિયેના ?ઇલાવંશી કે પાંડવવંશી?

Aisa Bhi Hota Hai, Chandrakant Marawadi Vrundavan
Aisa Bhi Hota Hai

Aisa Bhi Hota Hai

May 13, 2011, 06:26 PM IST
Aisa Bhi Hota Hai, Chandrakant Marawadi Vrundavanજર્મેનિક જાતિઓ ઇસ્વીસન પુર્વે ૫૦૦માં જર્મનીના ડેન્યુબકાંઠે પહોંચી હતી. અને ઇસ્વીસન પુર્વે ૪૫૦માં તો ડેન્યુબ તટે વિન્દોબોના (Vindobona) વસાહત ઉભી થઇ ગઇ હતી. હેલેવેતિ (Helvetii) જાતિએ સ્વીત્ઝલેgન્ડમાં ઇસ્વીસન પ્રથમ સદીમાં અવિન્તકમની રચના કરી હતી. વિન્દોબોના ‘Vindobona’( વૃંદાવન ?) વસાહત પર વિયેના શહેર ઉભેલું છે. તો પછી જર્મેનિક જાતિઓ હશે ક્યાંની એ બાબતની જિજ્ઞાસા ના જન્મે ? આશ્ચર્ય એ છે કે વિયેના- પ્રાર(પ્રાગ)- બર્લિન વચ્ચે ‘ વિન્દોબોના એક્સપ્રેસ’ આજે પણ દો‘ડે છે.! ઐસા ભી હોતા હૈ? હલ- સત-ચિત્ત સંસ્કૃતિ?: યુરોપમાં હેલેવેતિ (Helvetii)ટ્રાઇબે ‘હલસ્તત્ત’ (Hallstatt) સંસ્કૃતિનો વિસ્તાર કર્યો હતો. બલરામજીને હલયુધા(Halayudha) પણ કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણના દૈવત્વનો વિસ્તાર બલરામજીના માધ્યમથી થાય છે. દૈવત્વના ત્રણ સ્વરૂપ એટલે સત , ચિત્ત ,આનંદ( અનંત ,જ્ઞાન અને આનંદ). બલરામજી તે ત્રણ પૈકી સત અને ચિત્તના વાહક માનવામાં આવે છે. તો શું બલરામજી(હલયુધા)ની ‘હલાસત- ચિત્ત’ પરંપરા એટલે યુરોપની ‘ હલસ્તત્ત’ સંસ્કૃતિ ? ઐસા ભી હોતા હૈ? જર્મેનિક ટ્રાઇબની યાદીમાં ચૌબી ‘Chaubi’ જાતિ પણ છે. મન્તુઆ: આ હેલેવેતિયા જાતિએ જ ઉત્તર ઇટાલીમાં વસાવ્યું હતું મન્તુઆ (Mantua) નગર. ઉત્તર ઇટાલીમાં આજે પણ આ નગર અને પ્રાંત છે. મન્તુઆ નગર તે કાળે કલા -સંસ્કૃતિ અને સંગીતનું કેન્દ્ર બની રહ્યું હતું. ભૂગોળવિદ પ્ટોલિમીએ તેમના પુસ્તક ‘જયોગ્રફિકા’માં વિન્દોબોના નગરનો ઉલ્લેખ ઉલ્લેખ કરતાં જર્મેનિક પન્નોનિયા (Pannonia)પ્રાંતમાં આ નગર આવેલું હતું. આ ક્ષેત્રમાં વસતા લોકો યુરોપમાં ઇલિરિયન્સ કુળના મનાતા હતા. ભારતમાં એકકાળે મનુપુત્રી ઇલાના પુત્રો હોવાથી ચંદ્રવશીઓને ઇલાવંશીઓ કહેવાતા હતા. પાંડવ શબ્દ તો મહાભારત કાળની દેન છે. પન્નોનિઆ તે જર્મેનિક પ્રાંત હતો. ઐસા ભી હોતા હૈ? શું કેલ્ટિક એટલે ચંદ્રવંશી ‘કંબોજપ્ત કે અશ્વક જાતિઓ ? દારૂ ગાળવાની મનાઇ: ૧૫૫૮ થી ૧૮૦૫ દરમિયાન ઓસ્ટ્રિયાનું વિન્દોબોના નગર હોલી રોમન એમ્પાયરનું મુખ્યમથક રહ્યું હતું. ત્રીજી સદી સુધી આ પ્રદેશમાં દારૂ ગાળવા પર પ્રતિબંધ હતો. જોકે ઇન્દોરમાં બ્રહ્નણકુળમાં જન્મેલા પી.એન.ઓક (૧૯૧૭ - ૨૦૦૭),પોતાના પુસ્તકો ‘ મિસિંગ ચેપ્ટર્સ ઓફ વર્લ્ડ હીસ્ટ્રી’ વગેરેમાં વિયેના તે વૃંદાવનનો પર્યાય હોવાની વાત કરી ચુક્યા છે. પરંતુ તેમને ગંભીરતાથી ના લેવાયા. ભારતવર્ષના હૈહાયા શાસકોની વાત કરી . જર્મનીમાં હોહેનઝોલરેન (House of Hohenzollern) હતા. યુરોપ અને ભારત બંનેમાં અવિન્ત સ્થાપનાની વાત કરી ચુક્યા .આલપ્સ પહાડીની વાત કરીએ તો મુળ ફ્રેન્ચ શબ્દ ‘અલ્પેસ’ (Alpes) અને જર્મન શબ્દ અલ્પ (Alpe or Alp) માંથી આલ્પ્સ શબ્દ ઉતરી આવ્યો છે .અને તેના એક શિખરનું નામ ‘Monte Arvenis ’ છે. ઐસા ભી હોતા હૈ? [email protected] ઐસા ભી હોતા હૈ- ૫, ચંદ્રકાન્ત મારવાડી
X
Aisa Bhi Hota Hai, Chandrakant Marawadi Vrundavan
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી