થેમ્સ કે તમસ નદી?

Aisa Bhi Hota Hai, Chandrakant Marawadi Dharma
Aisa Bhi Hota Hai

Aisa Bhi Hota Hai

Apr 21, 2011, 12:11 AM IST
Aisa Bhi Hota Hai, Chandrakant Marawadi Dharmadarshan Temeseથેમ્સ નદીનો મૂળ ઉચ્ચાર છે ‘તેમેસ’ (Temese). કેલ્ટિક પ્રજા દ્વારા અપાતા નદીના નામ પરથી નામની પસંદગી થઇ હતી. લેટિન ભાષામાં તેને ‘તામેસિસ’ (Tamesis) કહેવાય છે કે જેનો અર્થ છે અંધકાર. થોમસ શબ્દમાં ઊંડે ઊતર્યા છે તે જાણે છે કે આર્મેનિયાના મૂળ શબ્દ થોમસનો ઉચ્ચાર (TAH-mas) અને અર્થ જોડિયા (ટ્વીન) થાય છે. થેમ્સ નદીનો મૂળ ઉચ્ચાર છે ‘તેમેસ’ (Temese). કેલ્ટિક પ્રજા દ્વારા અપાતા નદીના નામ પરથી નામની પસંદગી થઇ હતી. લેટિન ભાષામાં તેને ‘તામેસિસ’ (Tamesis) કહેવાય છે કે જેનો અર્થ છે અંધકાર. આશ્ચર્ય એ વાતનું છે કે ભારતમાં પણ તમસ નદી વહે છે. તમસ નદીકિનારે વાલ્મીકિનો આશ્રમ હતો. સીતાત્યાગ બાદ સીતાજી તે આશ્રમમાં વસ્યા હતા. લવ-કુશનો જન્મ ત્યાં થયો હતો. કેટલાકનું માનવું છે કે તમસ+ઇસીસ (ઇજિપ્તના દેવી)ને સાંકળીને થેમ્સ નામ પડ્યું હશે. થેમ્સ તટે ‘આઇલેન્ડ ઓફ ફરાહો’ પણ છે. આ તમામ ઘટના વચ્ચે અગત્યની ઘટના એ છે કે નદી હંમેશાં નારીવાચક રહેતી હોવા છતાં થેમ્સ નદીનું હ્યુમન પર્સોનિફિકેશન ‘ઓલ્ડ ફાધર’ ના રૂપમાં થયેલું છે. ‘ઓલ્ડ ફાધર’ તે થેમ્સ નદીના દેવતા છે. તો શું મૂળે સંસ્કૃતમાં અપાયેલાં નામો આજે અપભ્રંશ સ્વરૂપે સંભળાઇ રહ્યાં છે? સંસ્કૃતમાં ‘તમસ’નો અર્થ અંધકાર થાય છે અને થેમ્સનો અર્થ પણ અંધકાર થાય છે. થેમ્સ નદીના અધિષ્ઠાતા ‘ઓલ્ડ ફાધર’ના શિલ્પમાં દેખાતા પોટલામાં કઇ પોથીઓની પ્રતો હશે? થેમ્સ નદીનો ઈતિહાસ કહે છે કે ઇસવીસન પૂર્વે ૧૦ હજારમાં બ્રિટનનો ટાપુ યુરોપની બાકીની ભૂમિ સાથે સંકળાયેલો હતો. થેમ્સ નદી એસેક્સ કિનારેથી પણ આગળ બેલ્જિયમ સુધી પહોંચીને ર્હાઇન નદીને મળતી હતી. ર્હાઇન નદીતટે ઇક્ષ્વાકુવંશીઓ વસતા હોવાની વાત આગળ પર કરીશું. શિલ્પમાં દેખાતા પોટલામાં ક્યા ગ્રંથનાં પાનાં પડેલાં હશે? ભારતમાં તો તમસ કિનારે વાલ્મીકિ જ વસતા હતા. તો શું . . . .? તમસ, લવનંદનમ્ (લંડન)એ તમામ સંસ્કૃત શબ્દો છે. તો શું રોમ પહોંચેલી લેટિન અને કહેવાતી બાર્બેરિયન પ્રજા સંસ્કૃત જાણતી હશે? જળપ્રલય પહેલાંનો વંશ : અયોધ્યાનો ઈતિહાસ કહે છે કે મૂળ ભારતવર્ષ તિબેટમાં હતું. જળપ્રલયમાં બચેલા ૧૪મા મનુએ મેદાની પ્રદેશમાં ઊતરીને અયોધ્યાની સ્થાપના(ઇસવીસન પૂર્વે ૬૦૦૦) કરી હતી. અયોધ્યામાં મનુને મળવા આવેલા મિત્ર અગ્નિએ તેમને ખુશી સમાચાર આપ્યા હતા કે તેમના(મનુના) ભાઇ યમ બચી ગયા છે. યમ પશ્ચિમમાં દરિયાકિનારે પહોંચ્યા છે. ત્યાં જળપ્રલય પછીના સંખ્યાબંધ મૃતદેહ મળતાં બે વસાહતો રચી છે- સ્વર્ગે અને નર્કે. સ્વિડનનો સ્વિડિશ ઉચ્ચાર‘સ્વર્ગે’ થાય છે અને ત્યાં નર્કે પ્રોવિન્સ પણ છે. પુરાણોમાં બધું જ લખ્યું હોવા છતાં આપણું મન આ બધું જ માનવા તૈયાર નથી. જો આઠ હજાર વર્ષ પહેલાં મનુ ભારતમાં હોય અને તેમના ભાઇ યમ આજે યુરોપ કહેવાતા પ્રદેશમાં હોય તો આર્યો કોકેશસથી ભારત પહોંચ્યા કે ભારતથી યુરોપ પહોંચ્યા તે પ્રશ્નનો છેદ ના ઊડી જાય? સ્થળાંતર બંને તરફ થયું હશે? યિમીરવંશીઓ (યમવંશીઓ) ગોથપ્રજારૂપે યુરોપમાં વસે છે. ઐસા ભી હોતા હૈ? થોમસ શબ્દમાં ઊંડે ઊતર્યા છે તે જાણે છે કે આર્મેનિયાના મૂળ શબ્દ થોમસનો ઉચ્ચાર (TAH-mas) અને અર્થ જોડિયા (ટ્વીન) થાય છે. તેઓ પૂછે છે કે ‘વેર ઇઝ સેકન્ડ વન?’ ઐસા ભી હોતા હૈ? [email protected] ઐસા ભી હોતા હૈ- ૨, ચંદ્રકાન્ત મારવાડી
X
Aisa Bhi Hota Hai, Chandrakant Marawadi Dharma
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી