અવધ અને મિડલેન્ડ

Aisa Bhi Hota Hai, Chandrakant Marawadi Avadh and
Aisa Bhi Hota Hai

Aisa Bhi Hota Hai

Jul 28, 2011, 12:07 AM IST
Aisa Bhi Hota Hai, Chandrakant Marawadi Avadh and midlandઅવધમાં સરયુ નદી વહે છે. નદીઓનો નકશો જોઇએ તો તે ટેઢી નદીની પ્રશાખા છે. વેદ અને રામાયણમાં આ નદીનો ઉલ્લેખ છે. બહરિચ જિલ્લામાં કનૉલી (ઘાઘરા) અને મહાકાલી (શારદા) નદીના સંગમ સાથે સરયુ ઉદ્ભવે છે. મહાકાલી કે શારદા નદી નેપાળ સાથેની સરહદ રચે છે. અયોધ્યા સાથે નદીને સીધો સંબંધ છે. રામાયણમાં ઉલ્લેખ મુજબ વિષ્ણુના સાતમા અવતાર ભગવાન રામે કોશલ રાજગાદી પરથી નિવૃત્તિ લેતાં પોતાના અનંત મહાવિષ્ણુ સ્વરૂપમાં પાછા ફરવા સરયૂમાં જળસમાધિ લીધી હતી. તેમના ભાઇ ભરત, શત્રુઘ્ન અને અનુયાયી પણ તેમને અનુસર્યા હતા. આ એ સરયુ નદી છે કે જેના કાંઠે ભગવાન શ્રી રામનો જન્મ પણ થયો હતો. બહરિચ (Bahraich) જિલ્લા વિષે જાણીએ તો તે દેવીપટણમ વિભાગનો હિસ્સો છે. બહરિચ તે ઐતિહાસિક અવધ છે. નેપાળનો બરદિયા જિલ્લો તેની વાયવ્યમાં અને બાંકે તેની ઇશાન તરફ છે. ઉત્તર પ્રદેશના અન્ય જિલ્લાથી બહરિચ ઘેરાયલું છે. પશ્ચિમે લખીમપુર અને સીતાપુર, અગ્નિખૂણે હરદોઇ ,નૈઋત્યમાં ગૌંડા અને પુર્વમાં શ્રાવસ્તી (Shravasti) જિલ્લો આવેલા છે. બહરિચ એક વખતે ઐતિહાસિક નાનપરા એસ્ટેટનો હિસ્સો હતું. નાનપરા (Nanpara) તે બહેરિચ જિલ્લામાં નેપાળ સરહદે ગાઢ જંગલમાં આવેલું નગર છે. બ્રિટનના મધ્યપ્રદેશ અથૉત્ મિડલેન્ડમાં સૌથી મોટા શહેરનું નામ બર્મિંગહામ (Birmingham) છે. મિડલેન્ડમાં વહેતી એક નદીનું નામ સોર(River Soar) છે. ટ્રેન્ટ નદીની તે પ્રશાખા છે. (River Trent). ટ્રેન્ટનો મૂળ કેલ્ટિક ઉચ્ચાર કાંઇક અવધની ટેઢી નદી જેવો જ થતો હતો. ‘River Cole’ અને ‘Stour’ નદી પણ મિડલેન્ડમાં જ વહે છે. અવધની નદીઓનો નકશો જોઇએ તો ત્યાં સુવાવં અને કુઆનો નદી પણ જોવા મળે છે. ઐસા ભી હોતા હૈ? દંતકથા મુજબ બ્રિટનના રાજવી રિચાર્ડ ત્રીજાના પાર્થિવ દેહને સોર નદીમાં પધરાવવામાં આવ્યો હતો. Leicester ખાતેના સોર નદી પરના પુલને તે ઘટનાની સ્મૃતિમાં ‘કિંગ રિચાર્ડ બ્રિજ’ નામ આપવામાં આવ્યું છે. તો શું રિચાર્ડ શબ્દ તે રામચંદ્રનો પર્યાય હોવાની પી.એન.ઓકની વાત સાચી? ઇન્દોરમાં જન્મેલા પી.એન.ઓકે અનેક પુસ્તકો લખ્યાં છે. (નેટ પર છે). ઓક બીજા વિશ્વયુદ્ધના સિપાહી હતા અને યુદ્ધ લડતી વખતે તેમને યુરોપમાં રામ હોવાનો અહેસાસ થયો હતો અને તેમણે આ વાત સમજાવવા જીવન ખર્ચી નાખ્યું. ઐસા ભી હોતા હૈ? દેવીપટણમ/ દેવોન કાઉન્ટી: તો શું બ્રિટનની દેવોન (Devon) કાઉન્ટીને ઉત્તર પ્રદેશના દેવીપટણમ વિભાગ સાથે સંબંધ હશે? હા, કૌશલદેશના દેવીપટણમ સાથે જ બ્રિટનની દેવોન કાઉન્ટીને નિસ્બત છે, કારણ કે ૨૦૦૦ વર્ષ પહેલાં ત્યાં એ નામે બિથોનિક જાતિનો વાસ હતો. તે કેલ્ટિક જાતિના નામે જ દેવોન કાઉન્ટી નામ રાખવામાં આવ્યું છે. તે જાતિને વેલ્શની ભાષામાં ‘Dyfnaint ’ બ્રિટોન ભાષામાં ‘Devnent’ અને કોર્નિશ ભાષામાં ‘Dewnens’ કહેવાતી હતી. હા મિડલેન્ડ તે મૂળ અવધ અથૉત્ બહરિચનો પર્યાય છે. બધાં નામો યથાવત્ છે અને તેનું મોટામાં મોટું શહેર પણ બર્મિંગહામ (બહરિચ? બહરકિ?) જ છે. લવનંદન અથૉત્ લંડન તેનાથી લગારે છેટું નથી. અવધના બહરિચમાં લવવંશીઓ શાસન કરતા હોવાનો આપણો પૌરાણિક ઈતિહાસ કહે છે. રામવંશીઓનો વનવાસપથ આ સાથે સુસ્પષ્ટ થઇ જાય છે. ઐસા ભી હોતા હૈ? સસેક્સ અને સીતાપુર: અવધમાં સીતાપુર છે તો બ્રિટનમાં સસેક્સ કાઉન્ટી આવેલી છે અને તેનું પાટનગર છે ચિચેસ્ટર(Chichester). લવાન્ત (Lavant) નદી તટે તે વસેલું છે. સસેક્સ કાઉન્ટીનું સૂત્ર ‘મોટો’ છે ‘We wunt be druv’. શ્રાવસ્તી - શ્રોપશાયર કાઉન્ટી: શ્રાવસ્તી તે કાશી કૌશલની રાજધાની અને અવધનો હિસ્સો હતું. પ્રાચીનકાળમાં ત્યાંના શાસકોને પસેન્દાઇ (Pasenadi) શાસકો કહેવાતા હતા. આજે શ્રાવસ્તી જિલ્લો પણ આવેલો છે. મડિલેન્ડનું શ્રોપશાયર તે એક સમયે પાવસી રાજ્યનો હિસ્સો હતું (Kingdom of Powys). શ્રોપશાયર કાઉન્ટીનું મુખ્યાલય છે શ્રેવ્સબરી (Shrewsbury). બસ આમ જ શોધતા જાઓ અવધ તો શું આખું ભારતવર્ષ મળી જશે. આ કવાયત તમે જાતે ઇન્ટરનેટ પર કરી શકો છો. ઐસા ભી હોતા હૈ? [email protected] ઐસા ભી હોતા હૈ- ૧૬, ચંદ્રકાન્ત મારવાડી
X
Aisa Bhi Hota Hai, Chandrakant Marawadi Avadh and
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી