તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

16 વર્ષની તરુણી, 46 મુલ્લાનો ફતવા 70 વર્ષ આઝાદીનાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
16 વર્ષની તરુણી, 46 મુલ્લાનો ફતવા 70 વર્ષ આઝાદીનાં
આસામની 15 વર્ષની તરુણી નાહિદ આફરીન અને કાશ્મીરની 16 વર્ષની તરુણી ઝાયરા વસિમમાં ઘણું સામ્ય છે. ‘દંગલ’ ફિલ્મમાં અભિનય કરનારી ઝાયરા પર એકાદ મહિના પહેલાં સોશિયલ મીડિયા તૂટી પડ્યું હતું. કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને તે મળી હતી. કટ્ટરપંથીઓએ ‘તેણે ફિલ્મમાં કામ ન કરવું જોઇએ’થી માંડીને શરિયતમાં આવું કરવા પર પ્રતિબંધ છે એવી ટીકાઓનો મારો વરસાવ્યો હતો. આખરે છોકરી એટલી હદે કંટાળી ગઇ કે તેણે માફી માગવી પડી.

તેને ખબર ન પડી કે તેણે શું ગુનો કર્યો? ઇન્ડિયન આઇડોલ જુનિયર 2015ની રનર અપ આસામની તરુણી નાહિદ આફરીન પણ હવે આવી કટ્ટરવાદી માનસિકતાનો શિકાર બની છે. તેની સામે જુદા જુદા 46 મુલ્લાઓએ ગીત ગાવાના મામલે ફતવા જારી કર્યા છે. નાહિદનો એક સંગીત કાર્યક્રમ 25મી માર્ચે આસામમાં થવાનો છે. મસ્જિદની ચાર દીવાલોમાં રહેતા મુલ્લાઓએ કહ્યું કે તેનાથી નવી પેઢીના મુસ્લિમ છોકરાના માઇન્ડ પોલ્યુટ થઇ જાય (ખરેખર?).

કહે છે કે નાહિદે આઇએસઆઇએસની વિરુદ્ધમાં ગીત ગાયાં છે એટલે પણ આ મુલ્લાઓ નારાજ છે. જો એવું હોય તો આ સૌથી વધુ ગંભીર બાબત છે. આસામના ટોચના પોલીસ અધિકારીઓ આ દિશામાં તપાસ કરી રહ્યા છે.  આ બંને મુસ્લિમ છોકરીઓ એકવીસમી સદીમાં જન્મેલી છે અને સ્વતંત્ર ભારતમાં ઊડવા માગે છે. તેનો અવાજ આ જુનવાણી વિચાર ધરાવતા મુલ્લાઓ દબાવવા માગે છે. મસ્જિદમાં મહિલાઓ પર પ્રતિબંધની જેમ જ છોકરીઓને ફિલ્મમાં કામ કરવા કે ગીત ગાવાની ઇસ્લામમાં મનાઇ છે આવું તેમનું કહેવું છે. મુસ્લિમ યુવક-યુવતીઓ નવા ભારતમાં જીવે છે અને ખાસ કરીને પશ્ચિમના દેશોની રહેણીકરણીથી પ્રભાવિત છે.

તેમને જોઇએ છે સરસ મજાની નોકરી, પોતાનો નવો ધંધો, કોસ્મોપોલિટન ઓળખ, પ્રોગ્રેસિવ થોટ્સ. ટેક્નોલોજીથી આ બધી માહિતી હવે તેમની હથેળીમાં છે, પણ કટ્ટરપંથીઓ તેમને
બાંધવા માગે છે. તેમના ફતવા હવે ટ્વિટર પરની પ્રતિક્રિયા કે ટ્રોલ જેટલાંય અસરકારક રહ્યા નથી.  ફતવાને હવે ન્યૂ ઇન્ડિયામાં કોઇ સ્થાન નથી. કોઇ મંદિરના મહંત કે કોઇ મસ્જિદના મુલ્લાનું હવે કોઇ યુવાન માને એ વાતમાં માલ નથી. તેમને એ ખબર છે કે આ કોઇ મને નોકરી નથી અપાવવાના.

ઇન્ડિયન આઇડોલમાં નાહિદ જ્યારે ભાગ લેવા ગઇ ત્યારે સોનાક્ષી સિન્હા તેના પર ફિદા થઇ ગઇ હતી. સોનાક્ષી અને સિંગર વિશાલ દદલાણીએ નાહિદને ફિલ્મમાં ચાન્સ આપવાનું વચન આપ્યું હતું. સોનાક્ષીની ‘અકીરા’ ફિલ્મમાં નાહિદે એક ગીત ગાયું હતું. આમ તો ‘અકીરા’ ફિલ્મમાં જેમ સોનાક્ષી મુસીબતોમાં ફસાઇ જાય છે અને અકારણ વમળમાં આવી જાય છે એવી જ રીતે નાહિદ કટ્ટરપંથીઓની ઝપટે ચડી ગઇ છે.
નાહિદ મજબૂત નીકળી.

તેણે ઝાયરાની જેમ માફી માગી નથી. (આ લખાય છે ત્યાં સુધી) તેને જ્યારે ખબર પડી કે તેની વિરુદ્ધમાં મુલ્લાઓએ ફતવા બહાર પાડ્યા છે ત્યારે તે શરૂમાં તો ભાંગી પડી પણ પછી મક્કમ થઇને તેણે કહ્યું કે હું ગાવાનું આજીવન ચાલુ રાખીશ. મારા માટે સંગીત જ ભગવાન છે. કેવી કરુણતા છે કે મુલ્લાઓ ધર્મના નામે તેનું ગાવાનું બંધ કરાવવા માગે છે અને 16 વર્ષની આ તરુણી સંગીતને જ ભગવાન માને છે. તેણે બાળસહજ પણ તાર્કિક સવાલ એ જ પૂછ્યો કે સંગીત ઇસ્લામની વિરુદ્ધ કઇ રીતે હોઇ શકે?

બીજો સવાલ એ પણ છે કે કોણ છે આ લોકો? શું આ લોકો ભારતના મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરે છે? ના. એક સમયે દિલ્હીની જામા મસ્જિદના શાહી ઇમામનો ફતવો ચર્ચાનો વિષય બનતો પણ પછી ઇમામ અને તેના ફતવા આઉટડેટેડ બની ગયા. ચૂંટણીમાં કોને મત આપવો તેનો ફતવો બહાર પાડનારા મુલ્લાઓ પણ છે જેનું હવે કોઇ સ્થાન નથી. ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં માયાવતીએ 100 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી અને ભાજપે એકપણ મુસ્લિમને ટિકિટ નહોતી આપી. દેવબંધ જેવા કટ્ટર મુસ્લિમ વસતી ધરાવતા વિસ્તારમાંય ભાજપનો નોન-મુસ્લિમ ઉમેદવાર ચૂંટાય તેનો એક અર્થ એ પણ નીકળે છે કે મુસ્લિમોને લોલીપોપ આપનારા રાજકારણીઓ અને પક્ષોને હવે તેઓ ઓળખી ગયા છે.

તુષ્ટિકરણની રાજનીતિ હવે પૂરી થઇ ગઇ છે. પરફોર્મન્સનો જમાનો છે. સપા-બસપાના અત્યાર સુધી ચૂંટાયેલા મુસ્લિમ વિધાનસભ્યોએ તેમના મતવિસ્તારનું શું ભલું કર્યું? કંઇ નહીં. તેમને અભણ અને વંચિત રાખ્યા. ભાજપના ચૂંટાયેલા વિધાનસભ્યોની જવાબદારી હવે વધુ છે. તેણે પરફોર્મન્સના આધારે તેમના દિલ જીતવાના છે. કામ કરે એ સૌને ગમે.
નાહિદ આફરીન નામની આ નાનકડી છોકરી જ્યારે આસામમાં સ્કૂલમાં કે સ્થાનિક પ્રોગ્રામમાં જતી ત્યારે તેના લાંબા વાળ તેની ઓળખ બની ગયા હતા. તે જ્યાં જતી ત્યાં લોકો તેને તેના અવાજ અને લાંબા વાળને કારણે યાદ રાખતા હતા. આ છોકરીએ કાઠું કાઢીને હવે બોલિવૂડનું એક ગીત ગાયું તેમાં ઇસ્લામના આ જુનવાણી ઠેકેદારોને ઇસ્લામ ખતરામાં લાગ્યો. ફતવો બહાર પાડનારા આ 46 ઠેકેદારો કરતાં ઇસ્લામની સમજ આ 16 વર્ષની તરુણીમાં વધુ છે. નાહિદ આફરીને ‘અકીરા’ ફિલ્મમાં એક ગીત ગાયું છે. તેના શબ્દો છે : હૈં રંજિસે તેરે મેરે દરમિયાં એય જિંદગી…આ શબ્દો અત્યારે નાહિદના જીવન સાથે બંધબેસે છે.
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો