તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘કભી પનઘટ પે આ જા, મેરે સપનોં કે રાજા...’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગયા અંકમાં આપણે ખ્યાતનામ પંજાબી ગાયિકા સુરિન્દર કૌર વિશે જે વાત કરી એને આગળ વધારતા તેમના વિશે થોડું વધારે જાણીએ. સુરિન્દર કૌરની મુલાકાત પંડિત અમરનાથજીના બે નાના ભાઇઓની સંગીતકાર બેલડી હુસ્નલાલ ભગતરામ અને સંગીતકાર માસ્ટર ગુલામ હૈદર સાથે પણ થઇ જે ત્યારે લાહોર છોડીને મુંબઇમાં આવીને વસ્યા હતા.
સુરિન્દર કૌરનો સ્વર શમશાદ બેગમને ખૂબ મળતો આવે છે. બંને પંજાબનાં, બંને લાહોરનાં ને બંનેને આગળ લાવનાર માસ્ટર ગુલામ હૈદર
આ મુલાકાતોને પરિણામે સુરિન્દર કૌરનું મુંબઇની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગમન થયું. સૌથી પહેલાં હુસ્નલાલ ભગતરામે ફિલ્મ ‘પ્યાર કી જીત’ માટે એમની પાસે ચાર ગીત ગવડાવ્યાં. એમાંથી એક સોલો સોંગ ‘ઇતને દૂર હૈ હુજૂર...’ અને ત્રણ અન્ય ગાયકો સાથે ગવડાવ્યાં. સુરૈયા, મીના કપૂર સાથે ગાયેલાં એના ગીત ‘કભી પનઘટ પે આ જા, મેરે સપનોં કે રાજા...’ અને ‘રુત રંગીલી હૈ, સુહાની રાત હૈ, તુમ ચલે આઓ તો ક્યા બાત હૈ...’ સાંભળવા જેવા છે.
ગીતો ભલે આ ફિલ્મના પહેલાં રેકોર્ડ થયાં હોય, પણ દિલીપકુમાર-કામિની કૌશલવાળી ફિલ્મ ‘શહીદ’ પહેલાં રીલિઝ થઇ. આ ફિલ્મમાં માસ્ટર ગુલામ હૈદરે સુરિન્દર કૌરના સ્વરમાં ત્રણ સોલો સોંગ ગવડાવ્યાં. એમાંથી ‘બદનામ ન હો જાએ...’ ખૂબ હિટ નીવડ્યું. તે પછી સી. રામચંદ્રે ‘નદિયા કે પાર’ (48)માં ‘અંખિયાં મિલા કે અંખિયાં...’ અને પછી ‘સાંવરિયા’માં ‘યે લાખોં હસરતેં, યે લાખોં અરમાન...’ જેવા ગીત ગવડાવ્યાં. એસ.ડી. બર્મને ‘બુઝદિલ’ (51)માં ‘મઝધાર મેં કશ્તી ડૂબ ગઇ...’ માટે યાદ કર્યાં.

ઉસ્તાદ અલ્લા રખાના સંગીતમાં મોહમ્મદ રફી સાથે ગાયેલું એમનું ડ્યુએટ સોંગ ‘કહ દો ન હમેં બેકરાર કરે, વો જિસે મેરા દિલ પ્યાર કરે...’ સુરિન્દર કૌરને પોતાને ખૂબ પસંદ હતું. સુરિન્દર કૌરનો સ્વર શમશાદ બેગમને ખૂબ મળતો આવે છે. બંને પંજાબનાં, બંને લાહોરના અને બંનેને આગળ લાવનાર માસ્ટર ગુલામ હૈદર.
ફિલ્મ ‘સુનહરે દિન’ (49)માં સંગીતકાર જ્ઞાન દત્તે બંનેના સ્વરનો અલગ અલગ ગીતો માટે ખૂબ સુંદર રીતે ઉપયોગ કર્યો છે. સુરિન્દર કૌર દુનિયાભરમાં ફરીને ગાતાં રહ્યાં અને લોકોમાં પોતાનું સ્થાન બનાવતાં રહ્યાં. 2005માં આવેલા હાર્ટ એટેક પછી એમની તબિયત સતત કથળતી ગઇ. વધારે સારી સારવાર મેળવવા માટે એ અમેરિકા ગયાં, જ્યાં એમની બંને દીકરીઓ રહેતી હતી. ત્યાં ન્યૂજર્સીની એક હોસ્પિટલમાં 15 જૂન, 2006ના રોજ એમનું અવસાન થયું.
અન્ય સમાચારો પણ છે...