ઘર સજાવટની વસ્તુઓ, એમ જ બિનજરૂરી પડી રહેતી હોય છે. ‘ઝીરો વેસ્ટ હોમ’ પુસ્તકનાં લેખિકા બી. જોનસને પોતાના વિશે લખ્યું છે. ત્રણ હજાર ચોરસ ફીટના ઘરમાં બે કાર, ચાર ટેબલ, બે મોટાં ફ્રીઝ, એક મોટું વૉશિંગ મશીન, મોટું ટીવી, 26 ખુરશીઓ હતી. 64 ગેલનના કેન જેટલો કચરો દર સપ્તાહે નીકળતો હતો. લગ્નનાં સાત વર્ષોમાં તેમના પતિની કોર્પોરેટ નોકરીમાં પ્રગતિ સાથે આલીશાન જિંદગીમાં ઉમેરો થતો રહ્યો.
મોટા ઘરની ઇચ્છાએ થોડા સમય માટે તેમણે નાના મકાનમાં શિફ્ટ થવું પડ્યું. ઘરનો મોટા ભાગનો સામાન સ્ટોર રૂમમાં રાખવો પડ્યો. ધીમે ધીમે જોનસનને લાગ્યું કે જે ચીજવસ્તુઓ વિના કામ ચાલી શકે એમ હતું, તે તેમની રોજિંદી જિંદગીનો ભાગ બની ગઈ હતી. લોનને પાણી પાવામાં વહી ગઈ જિંદગી
જોનસનના પતિની કમાણી સારી હોવાથી તે આરામદાયક જિંદગી જીવી રહ્યાં હતાં. ત્યાં સુધીમાં તેમની વય 32 થઈ ગઈ હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું, છતાં મનમાં એક વાત ખટકી રહી હતી.
કૉફી શોપ સુધી પગપાળા ચાલીને જવાને બદલે એસયુવી કારમાં બધે ફરવાનું થતું. શારીરિક કામકાજ અચાનક બંધ થઈ ગયાં. કંટાળાજનક જીવનથી છુટકારો મેળવવા માટે તેમણે પતિની સાથે મળીને ઘર વેચવાનો નિર્ણય કરી લીધો અને હંગામી ધોરણે મિલ વેલીમાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યો. એપાર્ટમેન્ટ નાનો હોવાથી માત્ર જરૂરિયાતની ચીજવસ્તુઓ જ લીધી અને બાકીની સ્ટોર રૂમમાં ભરી દીધી. હવે તેમનો વીકએન્ડ મોટા ઘરની સાફસફાઈ અને તેનું ધ્યાન રાખવામાં વીતી જતો નહોતો. તેમના પતિ સ્કોટનો સમય કાર ધોવા કે લોનને પાણી પાવામાં પૂરો થતો નહોતો. વીકએન્ડમાં તેઓ બાળકો સાથે ફરવા ગયાં. જોનસને લખ્યું છે કે મોટા ઘરમાં એટલા સામાન વચ્ચે તેમને સમયનો અંદાજ આવતો નહોતો અને તેઓ નિર્જીવ વસ્તુઓ વચ્ચે સમય વિતાવતાં હતાં. જોકે, હવે તેમની પાસે બાળકો અને ખુદ માટે પણ પૂરતો સમય હોય છે.
ઓછામાં ઓછો કચરો જ તેમનો ઉદ્દેશ
જર્મનીની હના સાર્ટિન ભાગ્યે જ કોઈ કાગળ કે પ્લાસ્ટિક ફેંકે છે. તે મ્યુનિકમાં ઝીરો વેસ્ટ દુકાન ચલાવે છે અને આવી જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે પુસ્તક લખી ચૂક્યાં છે. તેમની દુકાનમાં કાચની બરણીઓમાં સામાન મળે છે. ગ્રાહકોએ ફરજિયાત કાપડની થેલી લાવવી પડે છે. હનાના જણાવ્યા મુજબ ઝીરો વેસ્ટ જીવનશૈલી માટે યોજના તૈયાર કરવી પડે છે. ઘરેથી નીકળતી વખતે પોતાની સાથે સ્ટીલની પાણીની બોટલ, કૉફી પીવા માટે સ્ટીલનો કૉફી મગ પણ લઈ લે છે. શાકભાજી કે અન્ય સામગ્રી માટે કાપડની થેલી, બાળકો માટે સ્ટીલની સ્ટ્રો પણ રાખે છે. બાળકોને બહારનાં રમકડાં ખરીદીને આપવા કરતાં ઘરમાં બનાવેલાં રમકડા આપે છે.
સ્વાર્થી બનો, દુનિયા બચી જશે!
વિશ્વ બેન્ક કહે છે કે આજે આપણે જેટલો કચરો પેદા કરી રહ્યા છીએ, 2025 સુધીમાં આનાથી બેે ગણો પેદા કરતા હોઈશું. ભારતમાં રોજેરોજ એક લાખ મેટ્રિક ટન કચરો નીકળે છે. કચરા નિકાલની યોગ્ય તકનીકના અભાવે સ્થિતિ બદથી બદતર થતી જાય છે. પર્યાવરણ વિશે વિચારતા પહેલાં તમે તમારા ખર્ચની ચિંતા કરશો, તમારા સમય અને આરોગ્યની ચિંતા કરશો તોપણ પર્યાવરણ આપમેળે બચી જશે. વીજળી બિલનો વિચાર, પાણીનો કરકસરયુક્ત વપરાશ કરશો તો કાર્બન ફુટપ્રિન્ટ તો ઓછી થશે જ સાથે સાથે ખર્ચમાં પણ કાપ આવી જશે.
રિસાઇક્લિંગ જ એકમાત્ર ઉપાય નથી
જોનસનના જણાવ્યા પર્યાવરણીય સમસ્યાઓનો એકમાત્ર ઉપાય ચીજવસ્તુઓનું રિસાઇક્લિંગ નથી, બલકે રિયુઝ કરવું, એ પણ છે. પ્લાસ્ટિક પેકેજિંગનો મોટો ભાગ રિસાઇક્લિંગ થઈ શકતો નથી. અત્યારેનું બજાર અને અર્થવ્યવસ્થા લીનિયર છે, જ્યારે ઝીરો વેસ્ટ જીવનશૈલી જીવનારા લોકો સર્કુલર ઈકોનોમીમાં વિશ્વાસ ધરાવે છે. ઝીરો વેસ્ટ જીવનશૈલી અપનાવનારાં દુર્ગેશ નંદિનીના જણાવ્યા મુજબ તેમણે સૌથી પહેલાં પોતાની કચરાપેટી પર ધ્યાન દેવાનું શરૂ કર્યું. કચરા તરીકે ફેંકાતી દરેક ચીજની યાદી બનાવી અને તેને ઘટાડવાની દિશામાં કામ કર્યું.
મિનિમલિસ્ટ હોવું એટલે સંન્યાસી બનવું નહીં
મિનિમલિસ્ટ જીવનશૈલીને વિશ્વના અનેક લોકો પ્રોત્સાહન આપી રહ્યા છે. જોકે, આ જીવનશૈલીનો સીધો અર્થ થાય છે, એક જોડી કપડાં, બિસ્તરો અને અન્ય કોઈ સામાન વિના જીવવું. છતાં મિનિમલિસ્ટ હોવાનો મતલબ બધું જ છોડી દેવાનો નથી. લોકોને લાગી શકે છે કે મિનિમલિસ્ટ પ્રગતિવાદી વિચારધારા નથી અને મહત્ત્વાકાંક્ષી ન હોય તેઓ મહેનતથી બચવા કોશિશ કરે છે. વસ્તુઓ તમારી રહેણીકરણી બદલી શકે, પરંતુ મૂલ્યો નહીં. મધ્યમમાર્ગી રસ્તો અપનાવીને જરૂરી હોય એટલા જ સામાન સાથે જીવન જીવવાની કળાની સાધના મિનિમલિસ્ટે કરવાની હોય છે.
પાંચ ‘R’થી મળશે સમાધાન
• રિફ્યુઝ : જે વસ્તુની આપણને જરૂર ન હોય તે મફતમાં પણ મળતી હોય તોપણ તે લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેવો.
• રિડ્યુસ : અમુક વસ્તુઓ જરૂરી હોય પણ આપણે તેનો વપરાશ ધીમે ધીમે ઘટાડી શકીએ છીએ. આપણે અનુભવોમાંથી શીખ મેળવીને વપરાશ ઓછો કરી શકીએ છીએ.
• રિયુઝ : અત્યંત જરૂરી હોય એવી ચીજવસ્તુને ફરી ફરી વાપરવાની ટેવ પાડો. એક જ વાર કામમાં આવતી વસ્તુ ખરીદવાનું ટાળો.
• રિસાઇકલ : કોઈ પણ વસ્તુને પૂરેપૂરી ઉપયોગમાં લેવાની ટેવ પાડો. જેમકે, કાગળની બન્ને બાજુ લખો, પ્રિન્ટ નાના ફોન્ટમાં કાઢો. પછી તેનું રિસાઇક્લિંગ કરો.
• રોટ : રોટ એટલે કમ્પોસ્ટ ધ રેસ્ટ. ભીના કે સૂકા કચરાને અલગ રાખો. ભીના-સેન્દ્રિય કચરાનું કમ્પોસ્ટિંગ કરો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.