ફરી થઈ જાય મીઠી વાણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બહુ ઝડપથી જે ઓછી થઈ રહી છે, તે મીઠાશ છે. માત્ર વાણીની વાત નથી કરી રહ્યા કે વાણીમાંથી મીઠાશ ગાયબ થઈ રહી છે. હવે તો પાણી પણ મીઠું નથી લાગતું. ફળ પણ મીઠાં નથી લાગતાં. કહેવાય છે કે તેને હવે રસાયણોની મદદથી પકવવામાં આવે છે. તેથી તે સમય કરતાં પહેલાં પાકી જાય છે. બહુ જલદી હવે તેને બજારમાં આવી જવું હોય છે, પરંતુ મીઠાશ તો સમય આવ્યે જ આવે છે. તે પણ ઋતુની કૃપાથી પ્રાપ્ત થાય છે અને મોસમ પણ ભરપૂર પરીક્ષા લઈને મીઠાશ આપે છે.


ખબર નહીં કેમ આવું જ આજના માણસો માટે પણ કહેવામાં આવે તો ત ખોટું નથી. સમય કરતાં પહેલાં કૃત્રિમ રીતે પ્રાપ્ત કરેલી પરિપક્વતાએ અધૂરાં વ્યક્તિત્વ બનાવવાનું શરૂ કરી દીધું છે. અહીંયાં પણ દુનિયાના મેદાનમાં ઊતરવાની ઉતાવળ છે. પછી ભલે જે ઘડામણ થયું હોય તે નકલી જ કેમ ન હોય. પ્રયોગશાળામાં નિર્મિત વસ્તુઓ પર જેવા આભાસી પરીક્ષણ કરવામાં આવતા હોય છે,

 

કંઈક એવા જ પ્રકારની સ્થિતિઓથી જોડાયેલ પ્રશ્ન પૂછીને, જીવનની પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કર્યાનો ઉત્સવ મનાવે છે આજકાલ લોકોના ‘માન્યું કે...’ના અનુમાનથી શરૂ થઈને, ‘સમાપ્તિ’ પર પહોંચનારાં સમીકરણ હોય છે, જીવનના મંત્ર નહીં, પરંતુ કોઈ સમીકરણના અ, બ, સમાં પોતાના પ્રશ્ન નાખીને, જે પ્રાપ્ત થાય, તે સમાધાન માની લેવાથી જીવન લેખાંજોખાંવાળાં જ બનીને રહી જાય, તો નવાઈ શું છે. બધાને જલદી છે. હોડ લાગી છે, તેથી ફટાફટ જે મળી જાય તે સારું એવું બધા માને છે.


જેટલી મીઠાશ ઘટી રહી છે, તેનાથી બે ગણી વધારે ઝડપથી વધી રહી છે રુક્ષતા. અહીંયાં પણ મોસમ સિવાય માણસના મનની જ વાત થઈ રહી છે. બોલી કડક, વધારે નીરસ. મોસમ શુષ્ક-શુષ્ક. માણસનું મન ઉકળતા-ઉકળતા મીઠાશને સુકાવતું જઈ રહ્યું છે. આશ્ચર્ય એ છે કે આ તથ્યોથી ભરપૂર પરિચય રાખતાં આપણે માનવો તેનો અનાદર કરવામાં જોડાઈ ગયા છીએ. જે મીઠું બોલી જ ન શકે, તો એકબીજા સાથે રહીશું કેવી રીતે? અને કેમ?

 

કડવાશ તો ભોજનમાં નથી સારી લાગતી તો વાણીમાં સારી કેવી રીતે લાગશે? વાત પાણીની હોય, ફળની કે વાણીની, આધાર એક જ છે - એકબીજાનો અનાદર. આપણે બધા સાથે રહીએ છીએ, એટલું વિચારીને કામ કરીએ, બોલીએ કે તેનાથી કોઈ બીજાના જીવન પર કેવી અસર પડશે તો પણ સારું હશે. કાળજી આવી જશે, તો શુષ્કતા જતી રહેશે, કડવાશ પણ દૂર થઈ જશે અને મીઠાશ પાછી ફરશે.