મુંબઈ, ભારત અને થાઈલેન્ડનાં ‘દેહ બજાર’ની એક ઝલક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે મારે વેશ્યાવૃત્તિના વ્યવસાય વિશેના અનુભવો બાબતે લખવું છે. આ વિષય મને એટલે સૂઝ્યો કે કોલકાતાના પત્રકારબંધુ અમ્રિત ધિલોને 6-12-17ના રોજ રિપોર્ટ આપ્યો છે કે (‘ગાર્ડિયન’ દૈનિક) કોલકાતા અને મુંબઈની દેહબજારમાં (વેશ્યાબજાર) કુટાતી સ્ત્રીઓએ પોતાની જ એક બેન્ક હમણાં ઊભી કરી છે. આ બેન્કનું નામ ‘ઉષા બેન્ક’ છે અને માત્ર ‘શરીર ભોગવવા’ આપીને કમાતી દેહબજારની સ્ત્રીઓને તેની બચત રાખવા આ બેન્ક સગવડ આપે છે અને જે રૂપજીવિનીને પોતાના ઘર માટે, દીકરીને પરણાવવા માટે કે વૃદ્ધ મા-બાપને ‘દવાદારૂ’ માટે લોન જોઈએ તે સસ્તા વ્યાજના દરથી આપે છે.


બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાં એક જબ્બર દેહબજાર ચાલે છે. મુંબઈના કમાટીપુરા વિશે બહુ જ લખાઈ ગયું છે. પણ બીજાં શહેરોની દેહબજાર વિશે લખાયું નથી. વેશ્યાવૃત્તિ કે રૂપબજાર ભારતમાં બહુ જ જૂનો શબ્દ છે. 5000 વર્ષ પહેલાં નગરવધૂઓ હતી તે શહેર આખાની વહુ ગણાતી અને લગ્ન કે બીજા ધાર્મિક પ્રસંગો કે ઉત્સવોમાં નાચતી.


અંગ્રેજો ભારતમાં આવ્યા ને તેમણે મુંબઈમાં દેહબજારને વેગ આપ્યો. પોર્ટુગીઝ શાસન ગોવામાં આવ્યું ત્યારે 16મી અને 17મી સદીમાં યુદ્ધમાં કેદીઓ પકડાયા. તેમની પત્નીને વેશ્યા બનાવાતી હતી. ઘણી જાપાનીસ વધૂઓ કે સુંદરીઓ ગોવામાં વેશ્યા બનીને રહી ગયેલી. ભારતમાં બ્રિટિશ રાજ્ય વખતે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની અને તે પછી બ્રિટનની સરકારે તેમાં લશ્કરીઓની દેહભૂખ ભાગવા માટે ખાસ સરકાર પ્રેરિત વેશ્યાબજાર અગર દેહબજાર ઊભાં કરેલાં. હવે પછી લેખમાં હું વેશ્યાબજાર શબ્દ નહીં વાપરું પણ રૂપબજાર શબ્દ વાપરીશ.


બ્રિટિશરોએ તેના લશ્કરીઓની દેહભૂખ ભાંગવા એક ખાસ રૂપબજાર ઊભું કરેલું. તેને રેડલાઈટ ડિસ્ટ્રિક્ટ કહેવાતો હતો. શરૂમાં ભારતીય નારીના દેહ મળતા નહીં એટલે અંગ્રેજ મેડમો તેનો દેહ વેચવા યુરોપથી ભારતમાં આવતી. 19મી અને 20મી સદીમાં યુરોપ તેમજ જાપાનથી હજારો સ્ત્રીઓ ભારત આવતી અને બ્રિટિશ લશ્કરના સૈનિકોની દેહભૂખ ભાંગતી. એ પછી ભારતનાં ઘણાં શહેરોમાં રૂપબજાર ઊભાં થયાં. તેમાં મુંબઈમાં શરૂમાં કમાટીપુરા અને તે પછી છેક બોરીવલી, કાંદિવલી સુધી ઘરઘરાઉ દેહો ગરીબ ઝૂંપડપટ્ટીમાં ભોગવવા મળતા.


ભારતમાં શહેરે શહેરમાં દેહબજાર ઊભાં થઈ ગયાં છે. કોલકાતામાં સોનાગાચી, ગ્વાલિયરમાં રેશમપુરા, ગ્વાલિયરમાં પણ કમાટીપુરા છે. નવી દિલ્હી જી. બી. રોડ ઉપર દેહબજાર છે. સહરાનપુરમાં નકશાબજાર, મુઝફ્ફરપુરમાં ચતુરભુજ સ્થાન, વારાણસીમાં (વડાપ્રધાનના મત વિસ્તારમાં) લાલપુર ખાતે, અલ્લાહાબાદમાં મીસાંજ ખાતે અને મેરઠમાં કબ્બડી બજારમાં દેહો ભોગવવા મળે છે.


એક અહેવાલ પ્રમાણે ભારતમાં 12 લાખ બાલવેશ્યા આ વ્યવસાયમાં છે. નેપાળથી ઘણી કન્યાઓ અને પરીણિત સ્ત્રીઓ દેહબજારને ધમધમતું રાખે છે. તેની સંખ્યા 1500થી 5000ની હશે. કોલકાતા નજીક દેહબજારમાં ‘કામ’ કરતી સ્ત્રીઓએ પોતાની બેન્ક ખોલી છે તે સમાચાર લંડનના અખબાર ‘ગાર્ડિયન’માં છપાયા છે, પણ મારે આમાં પત્રકાર તરીકેનો સ્વાનુભવ લખવો તેવો મારા એક સંપાદક મિત્રનો આગ્રહ હતો. એટલે હું હવે માત્ર દહેબજારમાં નારીબજાર કેવું કે છે તેનું એક આછું ચિત્ર રજૂ કરીશ- વ્યક્તિ તરીકે અને પત્રકાર તરીકે.


{ સૌપ્રથમ હું બર્મામાં રંગૂન શહેરનો અનુભવ લખીશ. હું મલેશિયાના પિનાંગ શહેરથી સ્ટીમરમાં કલકત્તા આવતો હતો ત્યારે અમારી સ્ટીમર રંગૂન બંદરે ઊભી રહી. તે સમયે બર્મીઝ સરકાર ગુજરાતીઓને બર્મામાંથી હાંકી કાઢતી હતી. પણ એક સિક્યુરિટી ઓફિસરની મહેરબાનીથી મને રંગૂન જવા મળ્યું. ત્યારે બર્માના દેહબજાર વિશે મને કોઈ જ્ઞાન નહોતું અને ત્યારે હું પત્રકારત્વમાં ઘડાયો નહોતો.

 

રંગૂનમાંથી ગુજરાતી હાંકી કઢાયા એટલે ત્યાંનું દેહબજાર બેકાર થઈ ગયું પણ ત્યારે હજી ઘણી બર્મીઝ સ્ત્રીઓ ગૃહસંસાર ચલાવવા દેહવ્યાપાર કરતી અને ત્યાંના ચલણમાં રૂ. 25 જેટલા પૈસા લેતી હતી. એમ કહેવાતું કે બર્માનું 10 ટકા અર્થતંત્ર દેહબજાર ચલાવે છે. રંગૂનમાં બહુ ચમકવાળો રિપોર્ટ ન મળ્યો પણ પછી બેંગકોક ગયો ત્યારે પત્રકારત્વમાં ગળાડૂબ હતો. ત્યાંનું દેહબજાર નિકટથી જોવા મળ્યું.


{ બેંગકોકમાં હું મારા એક મિત્રની મદદથી ત્યાંના દેહબજારમાં ગયો તો ત્યાં ‘કન્યા’ નામની એક સુંદરીનો ભેટો કરાવ્યો. હું તેની કેબિનમાં ગયો અને ત્યાંના ચલણના 25 ચ્યાટ આપ્યા. તેણે કહ્યું ‘કમ એન ટોઈક આઉટ યોર ક્લોધઝ.’ મેં કન્યાને કહ્યું ‘હું પત્રકાર છું, મારે તમારા લોકોના આ વ્યવસાય વિશે લખવું છે. તેણે મને પૈસા પાછા આપ્યા અને અમે ટેક્સીમાં બેસીને જ્યાં દેહવ્યાપાર કરતી બહેનો રહેતી હતી ત્યાં ‘કન્યા’ મને લઈ ગઈ. મારી બધી બહેન-દીકરીઓની પહેચાન કરાવી.

 

મને 13 વર્ષની છોકરીથી માંડીને 53 વર્ષની દેહવ્યાપાર કરનારી બહેનો ઘેરી વળી. મને ત્યાં લઈ જનારી ‘કન્યા’એ બહેનોને કહ્યું આ મિસ્ટર પત્રકાર છે અને હસ્તરેખા પણ જાણે છે!!!


 ‘કન્યા’એ આવી ઓળખાણ કરાવી એટલે તમામ છોકરીઓ પ્રથમ તો પોતપોતાના હાથ બતાવવા માંડી. તમામનો એક જ પ્રશ્ન હતો:- ‘મારાં લગ્ન ક્યારે થશે?’ દેહબજારમાં મજબૂરીથી, લાચારીથી કે જબરજસ્તીથી આવેલી છોકરીનો સમાન પ્રશ્ન હતો અને સમાન લાલસા હતી કે- પરણીને ગૃહિણી બની દેહવ્યાપારમાંથી જલદીથી છૂટવું! આવી જ ભગવાન પાસે માગણી જગતભરની દેહબજારની નારીઓની માગણી હોય છે કે ‘હે ભગવાન, અમને આ વ્યવસાયમાંથી છોડાવી અમને ગૃહિણી બનાવો.’ ભગવાન પાસેની આ માગણી બુલંદ કરવા આ લેખ લખ્યો છે.


ઓલ બેંગાલ વીમેન્સ યુનિયને સર્વે કર્યો હતો તો માલૂમ પડ્યું કે માત્ર 23 છોકરીઓ જ પોતાની મેળે વેશ્યા વ્યવસાયમાં આવેલી. 137 છોકરીઓએ કહ્યું કે આ વ્યવસાયના દલાલો અમને આ દેહબજારમાં લાવ્યા છે.

 

એક કારણ બહુ દુ:ખદાયી છે. ઘણા મજનૂ પ્રેમમાં પડે છે. પ્રેમને નામે છોકરીને ફસાવે છે. તેની પ્રેમિકાનાં મા-બાપ આ પ્રેમ કે લગ્ન કબૂલ કરતાં નથી એટલે પાડોશીનો કોઈ મજનૂ તેને ફસાવીને દેહબજારનો દલાલ બની જાય છે.

 

વિકિપીડિયાના કહેવા મુજબ 76 ટકા એજન્ટો હવે મહિલાઓ હોય છે. મોટે ભાગે ‘ચક્રીસિસ્ટમ’ હેઠળ અમુક સ્ત્રીઓ પતિની બીમારી માટે કે દીકરીનાં લગ્ન માટે વેશ્યા બને છે.

અન્ય સમાચારો પણ છે...