ઐતિહાસિક તસવીર / હાથી પર સવાર થઈ ઇન્દિરા ગાંધી બિહારના બેલચી પહોંચ્યાં હતાં. આ તસવીરે ફરી પ્રતિષ્ઠા અપાવી હતી

Historical Image of Indira Gandhi when she seated on Elephant

DivyaBhaskar.com

May 02, 2019, 02:27 AM IST

ઈલેક્શન ડેસ્કઃ આ તસવીર બિહારના નાલંદાના બેલચી ગામની છે. આ તસવીરે ઈમર્જન્સી બાદ ખરાબ રીતે હારેલાં ઇન્દિરા ગાંધીને ફરીથી સત્તા અપાવી હતી. 17 મે 1977માં બેલચીમાં 8 દલિત સહિત 11 લોકોને જીવતાં સળગાવી દેવાયા હતા. 13 ઓગસ્ટે ઇન્દિરા વિમાન દ્વારા પટણા અને ત્યારબાદ કારથી બિહાર શરીફ અને હાથી પર સવાર થઈને બેલચી પહોંચ્યાં હતાં. ભારે વરસાદના કારણે નેતાઓએ ઇન્દિરા ગાંધીને બેલચી જતાં રોક્યાં હતાં. તેઓ નહોતાં માન્યાં પણ પગપાળા જ ચાલી નીકળ્યાં હતાં. તેમને જીપમાં બેસાડવામાં આવ્યાં પરંતુ જીપ કીચડમાં ફસાઈ ગઈ.

આ બધા જ પ્રયાસ બાદ ઇન્દિરા ગાંધી ચાલવા લાગ્યાં. જોકે ત્યારબાદ મોતી નામનો હાથી મંગાવવામાં આવ્યો હતો. હરનોતથી બેલચી સુધીનો 15 કિલોમીટરનો રસ્તો ઇન્દિરા ગાંધીએ 3 કલાકમાં કાપ્યો અને પીડિતોને મળ્યાં. આ ઘટના બાદ આ ગામ આખી દુનિયામાં પ્રખ્યાત બની ગયું. આ ઘટનાથી ઇન્દિરા ગાંધીની રાજકારણમાં વાપસીની શરૂઆત થઈ. આ તસવીરે તેમની ખોવાયેલી રાજકીય પ્રતિષ્ઠા અને પરત આપી. 1980માં ફરી તે સત્તા પર આવ્યાં અને વડાપ્રધાન બન્યાં. આ ઘટનાનો ઉલ્લેખ પત્રકાર જનાર્દન ઠાકુરે તેમના પુસ્તક ‘ઓલ ધ પ્રાઈમ મિનિસ્ટર્સ મેન’માં કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, હાથી પર ઇન્દિરા ગાંધીનો ફોટો દેશ-વિદેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

X
Historical Image of Indira Gandhi when she seated on Elephant
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી