સમાજ કારણ / નરેશ પટેલના રસ્તે હાર્દિક પણ પટેલોના મત વાળવાના પ્રયાસમાં હોવાની ચર્ચા

હાર્દિક પટેલે જામનગરમાં રોડ શો કર્યો
હાર્દિક પટેલે જામનગરમાં રોડ શો કર્યો

  • નરેશ પટેલે સમાજના મંચ પરથી કેશુભાઇને મદદની વાત કરી હતી

Divyabhaskar.com

Apr 22, 2019, 01:55 AM IST

ગાંધીનગરઃ હાર્દિક પટેલની નિકોલની સભામાં તોફાનોમાં પટેલ સમાજના યુવકોએ નોંધાવેલો વિરોધ ઘણાં પ્રશ્નો ઊભા કરે છે. આ બનાવ પછી પાટીદારોએ સમાજના નામે લડત ચલાવી કોંગ્રેસમાં ભળી જનારાં હાર્દિક સામે રોષ ઠાલવ્યો હતો. આ ઘટના 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નરેશ પટેલે પાટીદાર સમાજને ભાજપ વિરોધી મતદાન કરવા કરેલી હાકલની યાદ અપાવે છે.

ભાજપથી નારાજ થઇને કેશુભાઇએ ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી વિધાનસભા જંગમાં ઝુકાવ્યું હતું. ચૂંટણી પૂર્વે વિસાવદરમાં લેઉવા પટેલ સમાજનું સંમેલન બોલાવી ખોડલધામના નરેશ પટેલે મંચ પરથી જ કેશુભાઇ પટેલને સમર્થન આપવા વાત કરી હતી પરંતુ પરિણામ વિપરિત આવ્યાં. સાત વર્ષ પછી હાર્દિક નરેશ પટેલના રસ્તે છે.

જામનગર શહેરમાં પૂનમ માડમ, જિલ્લામાં હાર્દિકનો રોડ શો: પ્રચારના અંતિમ દિવસે જિલ્લામાં કોંગ્રેસના હાર્દિક પટેલનો રોડ શો જયારે ભાજપના પૂનમબેન માડમનો રોડ શો શહેરમાં યોજાયો હતો. હવે ખાનગી બેઠકોનો દોર શરૂ થશે. આ યાત્રામાં પટેલે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં અને કોંગ્રેસ માટે મત માંગ્યા હતાં. પૂનમબેન માડમે શહેરના મુખ્ય વિસ્તારોમાં રેલી સ્વરૂપે ફરીને મત માંગ્યા હતાં.

X
હાર્દિક પટેલે જામનગરમાં રોડ શો કર્યોહાર્દિક પટેલે જામનગરમાં રોડ શો કર્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી