સભા / રાહુલને દાહોદના 3 ગામના નામ પણ ખબર નહીં હોય, તેના કરતા દાહોદથી પરિચિત નરેન્દ્રભાઇને વિજયી બનાવોઃCM

DivyaBhaskar.com

Apr 17, 2019, 07:04 PM IST
CM vijay rupani elation campaign in dahod city

  • વિવિધ ધર્મ, સમાજ, સંસ્થાઓના અગ્રણીઓએ વિજય રૂપાણીનું સન્માન કર્યું 
     


દાહોદઃ લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે દાહોદ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે 3 જાહેર સભાઓ સંબોધી હતી. દાહોદ સ્થિત ઇન્દોર હાઇવે પર આવેલા મેદાનમાં જાહેર સભાને સંબોધતા વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને દિલ્હીની ગાદી પર ફરીથી બેસાડવા માટે દાહોદના જશવંતસિંહ ભાભોરને ભવ્ય વિજય અપાવવા હાકલ કરી હતી. આ ઉપરાંત પરિવારવાદનો ખાત્મો કરી રાષ્ટ્રવાદી ભાજપ પુન: સત્તાસ્થાને બિરાજે તે માટે જંગી મતદાન કરવા જણાવ્યું હતું. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, દાહોદના કોઇ 3 ગામના નામ પણ ખબર નહીં હોય, તેવા રાહુલ ગાંધીને વોટ આપવા કરતા દાહોદ સહિત દેશના ખૂણાખૂણાથી પરિચિત નરેન્દ્રભાઈના વડપણ હેઠળના ભાજપને ભવ્ય વિજય અપાવવો જોઇએ.
X
CM vijay rupani elation campaign in dahod city
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી