લોકસભા / વલસાડ બેઠકના ભાજપના ઉમેદવાર કે.સી. પટેલ મુખ્યમંત્રીના ભાષણ સમયે બીજીવાર ઉંઘતા ઝડપાયા

DivyaBhaskar.com | Updated - Apr 17, 2019, 07:03 PM

  • અગાઉ નવસારીમાં પણ ચાલુ સભાએ ઊંઘી ગયેલા
  • સોશિયલ મીડિયામાં કે.સી.પટેલનો વીડિયો વાયરલ

સુરતઃવલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના હનમતમાળ ખાતેની ભાજપની ચૂંટણી સભા યોજાઈ હતી. વલસાડ બેઠકના ભાજપના ઉમેદવાર ડો. કે.સી.પટેલના સમર્થનમાં યોજાયેલી મુખ્યમંત્રી વિજય રૂપાણીની સભા ચાલુ હતી. તે દરમિયાન રૂપાણીના ભાષણ વખતે રૂપાણીની સભા ઉમેદવાર કે. સી. પટેલ ઉંઘતા ઝડપાયા હતાં. મુખ્યમંત્રી પાકિસ્તાન અને કોંગ્રેસ પર પ્રહાર કરતાં અને કે. સી. પટેલ સ્ટેજ પર જ આંખો બંધ કરીને બેઠા બેઠા ઊંધી રહ્યાં હતાં. જેથી સોશિયલ મીડિયામાં આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. લોકો જાત જાતની કોમેન્ટ ઉમેદવાર માટે કરતાં જોવા મળ્યાં હતાં. મહત્વપૂર્ણ છે કે, અગાઉ 25મી માર્ચના રોજ નવસારી ખાતે યોજાયેલા ભાજપના સ્નેહમિલ સમારોહમાં પણ કે.સી. પટેલ આરામ ફરમાવી રહ્યાં હતાં ત્યારે ધારાસભ્ય અરવિંદ પટેલે ભંગ પડાવતાં જગાડ્યાં હતાં. તે વખતે કેબિનેટ મિનિસ્ટર ગણપત વસાવાનું ભાષણ ચાલતું હતું અને આ વખતે ખુદ મુખ્યમંત્રી કોંગ્રેસને આડેહાથ લેતા હતાં.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App