કેરળથી ગ્રાઉન્ડ રિપોર્ટ / રાહુલ ગાંધીના આવવાથી માકપાનો માથાનો દુઃખાવો વધ્યો

The headache of the card increases with the arrival of Rahul Gandhi

divyabhaskar.com

Apr 16, 2019, 08:48 AM IST

ઈલેકશન ડેસ્ક: કેરળમાં લોકસભા ચૂંટણીની પરિચિત પેટર્ન રહી છે. કોંગ્રેસના સારા સમયમાં પણ પરિણામ મોટા ભાગે વિભાજિત રહ્યાં. રાજ્યમાં માકપાના નેતૃત્વવાળા એલડીએફના શાસનમાં પણ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ જ મોટા ભાગની બેઠકો જીતતી આવી છે. જોકે, 2004થી એવું પણ બન્યું કે જ્યારે એલડીએફે રાજ્યની 20માંથી 16 બેઠકો જીતી હોય.

ડાબેરીઓ ગંભીર મુશ્કેલીમાં આવી શકે છે: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના અચાનક જ અમેઠીની સાથે કેરળના વાયનાડમાંથી ચૂંટણી લડવાના નિર્ણયથી દરેક જગ્યાએ ચર્ચા થવા લાગી હતી કે આ ચૂંટણીમાં ડાબેરીઓ ગંભીર મુશ્કેલીમાં આવી શકે છે. એવું શક્ય પણ હતું, પરંતુ પહેલાંની જેમ આ વખતે સંઘર્ષ જોરદાર રહેશે. માકપા અને તેના સહયોગી તેમના અભિયાનમાં કોઈ કસર બાકી નથી રાખી રહ્યા, જ્યારે કોંગ્રેસે રાહુલ ગાંધીને અહીંથી લડવાથી મળનારી લીડનો લાભ ઉઠાવવા વિશેષ પ્રયાસ કર્યા નથી.

પરિણામ એકતરફી નહીં હોય.:રાહુલે સ્પષ્ટ કર્યું છે કે તે ડાબેરીને મુખ્ય પ્રતિસ્પર્ધી નથી માનતા. તેમણે જાહેર રૂપે ડાબેરીઓ વિરુદ્ધ એક પણ પ્રતિકૂળ શબ્દ નથી કહ્યો. તેનું પરિણામ એ આવ્યું છે કે વાયનાડમાં તો મુકાબલો કોંગ્રેસની તરફેણમાં એકતરફી છે, પરંતુ અન્ય બેઠકો પર એવું નથી. તેથી ફરી એક વખત કોંગ્રેસ અને તેના સહયોગી રાજ્યમાં ડાબેરીથી વધુ બેઠકો તો જીતશે પરંતુ પરિણામ એકતરફી નહીં હોય. એ પણ શક્ય છે કે કોંગ્રેસ એક-બે બેઠકો ડાબેરી પાસેથી આંચકી લે.

માકપા કેટલીક બેઠકની આશા: સામાન્ય રીતે ચૂંટણીમાં ‘કરો યા મરો’ શબ્દનો ઉપયોગ થાય છે, પરંતુ માકપા માટે હકીકતમાં આ વખતની સ્થિતિ અલગ છે. આ એકમાત્ર રાજ્ય છે જ્યાંથી માકપા કેટલીક બેઠકની આશા કરી રહી છે. જો તે અહીં પણ સમેટાઈ જશે તો તેનો રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો જોખમમાં મુકાઈ જશે. પક્ષને બંગાળ સહિત અન્ય રાજ્યોમાંથી બહુ ઓછી બેઠકોની આશા છે.

એલડીએફ લોકસભા ચૂંટણીને સ્વીપ કરી શકી હોત : જો આ ચૂંટણી સબરીમાલા પર સુપ્રીમકોર્ટના ચુકાદા પહેલાં યોજાઈ ગઈ હોત તો એલડીએફ આ ચૂંટણીને સ્વીપ કરી શકી હોત. તે સમયે લોકોનો મત સંપૂર્ણપણે એલડીએફની તરફેણમાં હતો, કારણ કે રાજ્ય સરકારે ઓગસ્ટમાં આવેલા પૂરના સમયે સ્થિતિ ખૂબ જ સારી રીતે સંભાળી હતી. તેના માટે તેની દરેક તરફથી પ્રશંસા થઈ રહી હતી.પરંતુ 28 ડિસેમ્બરના ચુકાદા પાછી સ્થિતિ નાટકીય રીતે બદલાઈ ગઈ.

મહિલાઓને મંદિરમાં પ્રવેશ સામે જનતાનો વિરોધ હતો: સરકાર દ્વારા દરેક વયની મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશની મંજૂરી આપવાના નિર્ણયનો જનતાએ ભારે વિરોધ કર્યો. ખાસ કરીને પ્રભાવશાળી નાયર સમાજે તેનો વિરોધ કર્યો, જે રાજ્યની કુલ જનસંખ્યાના 14 ટકા છે. અન્ય હિન્દુઓમાં પણ તેનાથી નારાજગી છે. આ ચૂંટણીનું પરિણામ પણ ઘણે અંશે એક મુદ્દા પર નિર્ભર થઈ શકે છે. કોંગ્રેસ સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવીને પોતાની ચાલ ચાલી અને હવે તેના નેતાઓને તેનાથી ફાયદાની આશા છે.

ભાજપ તેને ચૂંટણીમાં એનકેશ કરવા માંગે છે: પરંતુ જે પક્ષ આ મુદ્દાને આ ચૂંટણીમાં કેશ કરવા માગે છે તે છે ભાજપ. પક્ષ આ મુદ્દા પર આધાર રાખીને રાજ્યમાં પોતાનું ખાતું ખોલાવવા માગે છે. દક્ષિણમાં કેરળ એકમાત્ર રાજ્ય છે જે હજી સુધી ભાજપની પહોંચથી દૂર છે. ભાજપ અને તેના સહયોગી સંગઠનો દ્વારા સબરીમાલા પર સમગ્ર રાજ્યમાં ચલાવાયેલા આંદોલનની ગૂંજની અસર હજી પણ જોવા મળે છે.

ચૂંટણી પંચે સબરીમાલા અને ભગવાન અયપ્પાના નામ પર પ્રતિબંધ મૂક્યો છે: મુખ્ય ચૂંટણી અધિકારી ટીકારામ મીણાએ પક્ષો પર પ્રચારમાં સબરીમાલા અને ભગવાન અયપ્પાના નામનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેનાથી ભાજપ માટે પોતાનું અભિયાન સંપૂર્ણ તાકાતથી ચલાવવામાં મુશ્કેલી થઈ રહી છે. જોકે, ત્રિશૂરથી ચૂંટણી લડી રહેલા ભાજપના નેતા અને માજી એક્ટર સુરેશ ગોપી સહિત કેટલાક નેતાઓએ આ ફરમાનનો ભંગ પણ કર્યો છે. કોઝીકોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સબરીમાલા અને અયપ્પા શબ્દોનો ઉપયોગ નથી કર્યો, પરંતુ તમિલનાડુમાં તેમણે એલડીએફ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે કેરળમાં અયપ્પા નામ લેવાથી જેલ મોકલાઈ રહ્યા છે. ડાબેરી આ વિવાદથી ડરેલો છે.

ચૂંટણી પ્રચાર: કોંગ્રેસ અધ્યક્ષ પ્રચાર માટે આવી રહ્યા છે. 18 એપ્રિલે મોદી પણ પાટનગરમાં હશે. પ્રિયંકા ગાંધી 20 અને 21 એપ્રિલે વાયનાડમાં પ્રચાર કરશે. આ રેલીઓ સાબિત કરશે કે હવા કઈ તરફ વહી રહી છે.

X
The headache of the card increases with the arrival of Rahul Gandhi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી