પશ્ચિમ બંગાળથી ગ્રાઉન્ડ રિપોર્ટ / મુસ્લિમ વોટ પર બધાની નજર, આકર્ષવા માટે બાંગ્લાદેશી એક્ટરો પણ પ્રચારમ

In Bangladesh, Bangladeshi actors are also invited to take a look at the Muslim vote

divyabhaskar.com

Apr 18, 2019, 08:29 AM IST

ઈલેકશન ડેસ્ક: એક વિદેશી સેલિબ્રિટીના રાયગંજના તૃણમૂલ કોંગ્રેસ ઉમેદવાર કનાઈલાલ અગ્રવાલના પ્રચારમાં સામેલ થવાથી કંઈક વિચિત્ર લાગ્યું. ઉ.બંગાળની આ સીટ પર પ્રચાર કરનારા વિદેશી સેલિબ્રિટી બાંગ્લાદેશી ફિલ્મ સ્ટાર ફિરદૌસ અહેમદને આખરે કેમ બોલાવાયો? 59 ટકા લઘુમતી વોટ મેળવવા માટે કનાઈલાલે ફિરદૌસને બોલાવ્યો હતો.

બેઠક કોણ જીતશે તે પૂછવા પર વૃદ્ધ મતદાર સ્વપ્ન દાસ કહે છે કે રાયગંજની બર્ડ સેન્ચુરીમાં પક્ષીઓની સંખ્યા ગણવી સરળ છે પણ તેનો કોઈ જવાબ ન આપી શકાય. માકપાએ અહીંથી વર્તમાન સાંસદ મોહમ્મદ સલીમને મેદાને ઉતાર્યા છે. તે 2014માં પ્રિયરંજન દાસમુશીનાં પત્ની તથા કોંગ્રેસ ઉમેદવાર દીપા દાસમુન્શીથી બે હજારથી પણ ઓછા મતોના અંતરથી જીત્યા હતા પણ આ વખતે લઘુમતી વોટ દીદી સાથે જઈ શકે છે.

માકપાનું લઘુમતી કાર્ડ આ વખતે કદાચ જ ચાલે. નામ ન લખવાની શરતે એક મુસ્લિમ વોટર કહે છે કે નિ:સંદેહ મોહમ્મદ સલીમ એક સારા મુસ્લિમ છે, અમે તેમનું સન્માન પણ કરીએ છીએ અને ગત વખતે તેમને વોટ પણ આપ્યો હતો પણ હવે માહોલ બદલાયો છે અને એ સ્પષ્ટ છે કે બંગાળમાં મોદીજી વિરુદ્ધ દીદી જ લડી રહ્યાં છે. પ્રિયરંજન દાસમુન્શીના મોત બાદ કોંગ્રેસે દીપા દાસમુન્શીની પસંદગી કરી અને તે 2009માં રાયગંજથી સાંસદ પણ બન્યાં પણ રાયગંજથી આ વખતે ભાજપ અને ટીએમસી વચ્ચે સીધો સંઘર્ષ છે. દીપા અને સલીમમાં તો ત્રીજા તથા ચોથા સ્થાન માટે મુકાબલો છે.

વિધાનસભા ચૂંટણી પછી અહીં સંપૂર્ણ પરિદૃશ્ય બદલાયું છે. મુસ્લિમ વોટનો મોટો હિસ્સો દીદીની પાર્ટીને મળશે તે નક્કી છે અને હિન્દુ વોટ ભાજપ ઉમેદવાર દેબાશ્રી ચૌધરી સાથે જશે. જો મુસ્લિમ વોટનું કોંગ્રેસ, માકપા અને ટીએમસીમાં વિભાજન થશે તો ભાજપને ફાયદો થઈ શકે છે નહિતર અહીં ટીએમસી જ મુકાબલો જીતશે.

પણ બે વસ્તુ દીદી વિરુદ્ધ જશે- 2018ની પંચાયતી ચૂંટણીમાં હિંસા અને લોકોને વોટ ન આપવા દેવા ટીએમસીને નુકસાન પહોંચાડી શકે છે. આ હિંસાની સીબીઆઈ તપાસની માગને પણ સ્વીકારાઈ નહોતી. આ હિંસાની સીબીઆઈ તપાસની માગને પણ સ્વીકારાઈ નહીં. એટલું જ નહીં હિંસાના ભોગ બનેલા લોકોનાં શબના અંતિમ સંસ્કાર કરવાને બદલે પોલીસે તેને નદી કિનારે દફનાવી દીધાં. એવામાં ઈસ્લામપુરમાં ભાજપને ફાયદો થઈ શકે છે.

રાયગંજના વતની કોલેજના પ્રોફેસર સુનીલ ચંદા કહે છે કે અહીં ટીએમસીના કનાઈલાલ અને ભાજપના દેબાશ્રી ચૌધરી વચ્ચે સીધો મુકાબલો છે. તેમાં કોઇ એકની જીત સલીમ અને દીપા દાસમુન્શીના દેખાવ પર નિર્ભર કરશે. જો આ બંને યોગ્ય પ્રમાણમાં મુસ્લિમ વોટ મેળવી લેશે તો ભાજપની જીતવાની તક પેદા થશે નહિતર તૃણમૂલ કોંગ્રેસ માટે કોઈ મુશ્કેલી નથી.

X
In Bangladesh, Bangladeshi actors are also invited to take a look at the Muslim vote
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી