ગ્રાઉન્ડ રિપોર્ટ / ધાનાણી સામે પડકાર તો ભાજપને વર્તમાન સાંસદનું પર્ફોમન્સ નડી શકે છે

ગાડુ હંકારતા પરેશ ધાનાણીની ફાઇલ તસવીર
ગાડુ હંકારતા પરેશ ધાનાણીની ફાઇલ તસવીર

  • અમરેલીનું પરિણામ ચોંકાવી શકે એમ છે

DivyaBhaskar

Apr 17, 2019, 09:23 AM IST

સરમણ રામ, અમરેલી: સમગ્ર રાજ્યના પ્રવાહથી વિપરીત અને ચોંકાવનારૂ પરિણામ આપવાની તાસીર ધરાવતા અમરેલી પંથકમાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પરેશ ધાનાણીની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. રૂપાલા, સંધાણી અને બાવકુ ઉંધાડને પરાજયનો સ્વાદ ચખાડનારા ધાનાણીનું બધુ જ દાવ પર છે. તો સમાપક્ષે જીલ્લામાં ભાજપે લગભગ બધુ જ ગુમાવી દીધા બાદ હવે પ્રતિષ્ઠા બચાવવા પક્ષ જુથવાદને કોરાણે મુકી કાછડીયાને જીતાડવા કામે લાગ્યો છે.
લોકોમાં બ્રોડગેજ રેલને લઈને રોષ: કોંગ્રેસના દિપક માલાણી, માજી ધારાસભ્ય હનુભાઇ ધોરાજીયા અને અમરેલી પાલિકા પ્રમુખ રાણવા ભાજપમાં જોડાતા પક્ષને ફાયદો થશે. છતાં પક્ષને સૌથી મોટો આશરો મોદીના નામનો છે. સામા પક્ષે ધાનાણીને જીતાડવા આખી કોંગ્રેસ કામે લાગી છે. લોકોનો રોષ એ છે કે દસ વર્ષ થયા પણ કાછડીયા બ્રોડગેજ રેલ લાઇનમાં ખાસ કંઇ કરી શક્યા નથી, સિંહનો પ્રદેશ છે પણ પ્રવાસનના નામે શુન્ય છે. ખેડુતોની દશા ખરાબ છે. ઉદ્યોગોના અભાવે જીલ્લાના એક લાખ લોકોને પલાયન કરવુ પડ્યું છે.
પ્રચાર અને મતોનું વિભાજન: ભાજપ અહીં પ્રચારમાં કોંગીથી ખુબ આગળ છે. રૂપાલા, મુખ્યમંત્રી રૂપાણી અને મોદીની સભાઓ થઇ રહી છે. પણ કોંગ્રેસમાં માત્ર રાહુલ ગાંધીની સભા થશે. બલકે ખુદ પરેશ ધાનાણીને ચાર દિવસ સુધી રાજ્યમાં અન્ય ઉમેદવારોના પ્રચારમાં જવુ પડશે. સીટ પર પટેલના 4.35 લાખ મતદારો છે. પણ બન્ને ઉમેદવાર પટેલ હોવાથી મત વહેંચાશે. 3 લાખ કોળી મતદારો નિર્ણાયક બનશે. શિયાળબેટના રણછોડભાઇ કોળી કહે છે અમારા ટાપુ પર પહેલીવાર નર્મદાનું પાણી પહોંચ્યુ છે. વિજળી મળી છે. રેશનિંગની દુકાન ખુલી છે. બીજુ શું જોઇએ. તો અમરેલીમાં માણેકપરાના રમેશભાઇ પટેલ કહે છે શહેરમાં 18મી સદી જેવા ધુળીયા રસ્તાથી પરેશાન થઇ ગયા હવે ચુંટણીમાં હિસાબ કરીશુ. મહુવા અને ગારિયાધાર ભાજપના ગઢ છે. પણ કનુ કલસરીયા પરેશ ધાનાણીને જીતાડવા તનતોડ મહેનત કરી રહ્યા છે.
સુરતમાં મતદારો: અમરેલી જિલ્લાનાં 50 હજાર થી વધુ મતદાર સુરતમાં છે. સુરતમાં વ્યવસાય કરે છે અને મતદાર યાદીમાં નામ અમરેલી જિલ્લામાં છે. સુરતના હિરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગની મંદીનો પડઘો અમરેલીમાં પડશે. જો કે પાટીદાર આંદોલનના મુદ્દોનો પ્રભાવ ઘટ્યો છે.
2014માં ભાજપને 1.56 લાખની લીડ હતી પણ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 50560ની લીડ મળી. બે લાખ મતોનો સ્વીંગ કોંગીની તરફેણમાં હતો. હાલમાં અમરેલી,વડીયા,બગસરા,ધારી,બાબરા,ખાંભામાં કોંગ્રેસ મજબુત દેખાઇ રહી છે. તો સાવરકુંડલા, મહુવા, ગારિયાધાર રાજુલામાં ભાજપ મજબુત દેખાય છે.
કલસરિયા કોંગ્રેસની સાથે, ભાજપનું ગણિત બગડી શકે એમ છે: મહુવા વિધાનસભા બેઠક આમ તો ભાજપની છે. પણ વિધાનસભાની ચૂંટણીનાં અપક્ષ ઉમેદવાર ડો. કનુભાઇ કલસરિયા હવે કોંગ્રેસ સાથે છે. સ્થાનિક મતદારો પર તેમનું હજુ પણ વર્ચસ્વ છે. કનુભાઇ કલસરીયા ચૂંટણીમાં ભાજપનું ગણિત બગાડી શકે એમ છે.
X
ગાડુ હંકારતા પરેશ ધાનાણીની ફાઇલ તસવીરગાડુ હંકારતા પરેશ ધાનાણીની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી