સંઘ-ભાજપમાં ચર્ચા / ગુજરાતમાં સ્થાનિક મુદ્દાઓનો પવન ફૂંકાશે તો ભાજપની 7 બેઠક અને રાષ્ટ્રીય મુદ્દા છવાયા તો 2 જ બેઠક જશે

PM નરેદ્ર મોદીની ફાઈલ તસવીર
PM નરેદ્ર મોદીની ફાઈલ તસવીર

  • ગુજરાતના મતદારને ડાયવર્ટ કરીને રાષ્ટ્રીય મુદ્દાઓ પર લઇ જવા માટે આખી વ્યુહ રચના અપનાવાઇ છે
  • પાટીદાર કરતા ખેડૂત નારાજ છે તેની ચિંતા વધારે ભાજપને છે

Divyabhaskar.com

Apr 17, 2019, 09:05 AM IST

દિનેશ જોષી,ગાંધીનગર: ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિર્ભર રહેતું ગુજરાત ભાજપ વધુ એક વખત આ વખતની ચૂંટણીમાં મોદી પર આધાર રાખે છે.બિનઅનામત વર્ગને 10 ટકા અનામત આપ્યા પછી ભાજપને હવે સમગ્ર પાટીદાર સમાજ નારાજ જણાતો નથી,પણ પાટીદાર કરતા ખેડૂત નારાજ છે તે ખૂબ જ સારી રીતે ભાજપના નેતાઓ જાણે છે. આથી જ તેઓ એવું દઢપણે માને છે કે, જો સ્થાનિક મુદ્દાઓને પવન મતપેટીમાં ફુકાયો તો સાત બેઠક જઇ શકે છે અને જો રાષ્ટ્રીય મુદ્દા અને રાષ્ટ્રીય નેતૃત્વને ધ્યાનમાં રાખીને મતદાન થયું તો માત્ર બે બેઠક જઇ શકે છે.આવા સંજોગોમાં ગુજરાત ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અંતિમ દિવસોના પ્રચાર પર મીટ માંડીને બેઠું છે અને વડાપ્રધાન મતદારોનું મન બદલશે તેવી આશા ગુજરાત ભાજપ રાખે છે.

પાટીદાર કરતા ખેડૂત વધુ નારાજ : ભાજપના ટોચના સુત્રોના કહ્યા પ્રમાણે પાટીદારની નારાજગી હવે રહીં નથી,કારણ કે હાર્દિક પટેલ કોંગ્રેસનો નેતા થઇ ગયો છે, બિન અ્નામત વર્ગને 10 ટકા અ્નામત આપી દીધી છે. આવા સંજોગોમાં પાટીદારની નારાજગી કોઇ ઉમેદવાર સામે હોય,પણ ભાજપ સામે તો નથી તેવું સ્પષ્ટપણે ભાજપના નેતાઓ માને છે.પણ, પાટીદાર કરતા ખેડૂત નારાજ છે તેની ચિંતા વધારે ભાજપને છે.

ખેડૂતની નારાજગીની અસર મતપેટી પર પડે: ખેડૂત વર્ગમાં માત્ર પાટીદાર નથી આવતો,પાટીદાર ઉપરાંત રાજપુત,ઓબીસી,એસટી,એસસી સહિતનો વર્ગ આવે છે. આવા સંજોગોમાં ખેડૂતની નારાજગીની અસર મતપેટી પર પડે તો ભાજપની આખી ગણતરી ઊંધી પડે તેવી ચિંતા ભાજપના નેતાઓને છે.આથી સ્થાનિક મુદ્દાઓથી ગુજરાતના મતદારને ડાયવર્ટ કરીને રાષ્ટ્રીય મુદ્દાઓ પર લઇ જવા માટે આખી વ્યુહ રચના અપનાવાઇ છે.

રાષ્ટ્રીય મુદ્દાને ભાજપનું પ્રાધાન્ય: સ્થાનિક મુદ્દાઓને આધારે મતદાન કરવાને બદલે મતદાર રાષ્ટ્રીય મુદ્દાઓને વધારે મહત્વ આપે તેવો ઝંઝાવાતી પ્રચાર કરવાની દિશામાં ભાજપ જઇ રહ્યો છે.ગુજરાત ભાજપનો આધારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાઓ પર છે. અત્યાર સુધી ભાજપ સુરક્ષા,સલામતી જેવા મુદ્દાઓને પ્રાધાન્ય આપતું હતું, પણ આ મુદ્દાઓ સાથે હવે આંતરરાષ્ટ્રીય ઇમેજ,ભારતને મહાસત્તા બનાવવા જેવા મુદ્દાઓને પ્રાધાન્ય આપીને પ્રચારને વેગવાન બનાવાશે.

નવ પૈકી સાત બેઠકનો ગુમાવવાનો ભય: જૂનાગઢ, અમરેલી, પોરબંદર, પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાંઠ, સાબરકાંઠા, છોટાઉદેપુર, આણંદ એમ નવ બેઠક પૈકી સાત બેઠક ગુમાવવાનો ભાજપના નેતાઓને ભય છે.

X
PM નરેદ્ર મોદીની ફાઈલ તસવીરPM નરેદ્ર મોદીની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી